________________
વ્યાખ્યાયિત કરવામાં આવી ચૂક્યા છે. શાસ્ત્રકારોએ અનંતાનુબંધી ક્રોધ કષાયને પર્વતની તિરાડની ઉપમા આપી છે. જેમ પર્વતમાં પડેલી તિરાડ સેંકડો વર્ષ વિતવા છતાં નષ્ટ નથી થતી, એમ જ અનંતાનુબંધી કષાયની વાસના પણ અસંખ્ય ભવો સુધી રહે છે. આ કષાયના ઉદયથી જીવનાં પરિણામો અત્યંત સંક્લિષ્ટ થાય છે, તેથી પાપ પ્રકૃતિઓના તીવ્રતમ રૂપ ચતુઃસ્થાનક અનુભાગબંધ થાય છે, પરંતુ શુભ પ્રવૃતિઓમાં માત્ર મધુરતા રૂપ ક્રિસ્થાનક જ રસબંધ થાય છે, કારણ કે શુભ પ્રવૃતિઓમાં એકસ્થાનક રસબંધ નથી થતો.
અપ્રત્યાખ્યાનાવરણ કષાયને પૃથ્વીની તિરાડ(રેખા)ની ઉપમા આપવામાં આવી છે. જેમ તળાવમાં પાણી સુકાઈ જવાથી જમીનમાં તિરાડો પડી જાય છે, જે સમય જતાં ભરાઈ જાય છે. એમ જ આ કષાય પોતાના સમય પર શાંત થઈ જાય છે. આ કષાયના ઉદયમાં અશુભ પ્રવૃતિઓમાં ત્રિસ્થાનક રસબંધ થાય છે અને શુભ પ્રવૃતિઓમાં પણ ત્રિસ્થાનક બંધ થાય છે.
પ્રત્યાખ્યાનાવરણ કષાયને ધૂળની રેખાની સમાન કહેવામાં આવ્યો છે. આ તિરાડ તરત ભરાઈ જાય છે, આ રીતે જે કષાય તરત દૂર થઈ જાય તે પ્રત્યાખ્યાનાવરણ છે. એનો ઉદય થવાથી પાપ પ્રકૃતિઓમાં દ્રિસ્થાનક અને પુણ્ય પ્રવૃતિઓમાં ચતુઃસ્થાનક રસબંધ થાય છે.
સંજવલન કષાયને જળરેખાની તુલ્ય કહ્યો છે. જેમ જળરેખા તત્કાળ મટતી જાય છે, એમ જ આ કષાય અંતર્મુહૂર્તમાં જ નષ્ટ થઈ જાય છે. આ કષાયનો ઉદય થવાથી પુણ્ય પ્રકૃતિઓમાં ચતુઃસ્થાનક રસબંધ અને પાપ પ્રકૃતિઓમાં દ્વિ-એકસ્થાનક રસબંધ થાય છે. પ્રકૃતિઓની શુભાશુભતા :
બંધયોગ્ય ૧૨૦ પ્રકૃતિઓમાંથી ૪૨ પ્રકૃતિઓ શુભ છે અને ૮૨ પ્રકૃતિઓ અશુભ છે. શુભ પ્રકૃતિઓને પુણ્ય-પ્રકૃતિ અને અશુભને પાપ-પ્રકૃતિ કહે છે. શુભ પ્રવૃતિઓ ૪ર : (૧) સાતવેદનીય (૨) મનુષ્યાય (૩) દેવાયુ (૪) તિર્યંચા, (૫) મનુષ્યગતિ (૬) દેવગતિ (૭) પંચેન્દ્રિય જાતિ (૮) દારિક શરીર (૯) વૈક્રિય શરીર (૧૦) આહારક શરીર (૧૧) તૈજસ શરીર (૧૨) કાર્પણ શરીર (૧૩) દારિક અંગોપાંગ (૧૪) વૈક્રિય અંગોપાંગ (૧૫) આહારક અંગોપાંગ (૧૬)સમચતુરસ સંસ્થાન (૧૭)વજઋષભનારાયસંહનન (૧૮) પ્રશસ્ત વર્ણ (૧૯) પ્રશસ્ત ગંધ (૨૦) પ્રશસ્ત રસ (૨૧) પ્રશસ્ત સ્પર્શ (૨૨) મનુષ્યાનુપૂર્વી (૨૩) દેવાનુપૂર્વી (૨૪) અગુરુલઘુ (૨૫) પરાઘાત (૨૬) ઉચ્છવાસ (૨૭) આતપ (૨૮) ઉદ્યોત (૨૯)પ્રશસ્તવિહાયોગતિ - (૩૦) ત્રસ (૩૧) બાદર (૩૨) પર્યાપ્ત (૩૩) પ્રત્યેક
(૩૪) સ્થિર (૩૫) શુભ (૩૬) સુભગ (૩૭) સુસ્વર
(૩૮) આદેય (૩૯) યશ-કીર્તિ (૪૦) નિર્માણ નામ (૪૧) તીર્થકર નામ અને (૪૨) ઉચ્ચ ગોત્ર [ અનુભાગબંધ છે
૧૦૦