________________
બાર મુહૂર્તની છે. અહીં વિતરાગ દશામાં બંધનાર વેદનીય કર્મ સંબંધિત સ્થિતિને ગ્રહણ નથી કરી શકાતો. સાતાવેદનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૫ ક્રોડાક્રોડી સાગરોપમની અને જઘન્ય સ્થિતિ બે સમયની અને ઉત્કૃષ્ટ અબાધાકાળ દોઢ હજાર વર્ષનો છે. અસતાવેદનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ ક્રોડાક્રોડી સાગરોપમની અને જઘન્ય સ્થિતિ એક સાગરના ૩/૭ ભાગ અને એક પલ્યનો અસંખ્યાતમો ભાગ ઓછો છે. ઉત્કૃષ્ટ અબાધાકાળ ૩ હજાર વર્ષનો છે. મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ ક્રોડાકોડી સાગરોપમ છે અને જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત છે. દર્શનમોહની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ ક્રોડાકોડી સાગરોપમ છે, ઉત્કૃષ્ટ અબાધાકાળ ૭ હજાર વર્ષનો છે. ચારિત્રમોહની ઉત્કૃષ્ટ સ્થિતિ ૪૦ ક્રોડાકોડી સાગરોપમ છે. જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. ઉત્કૃષ્ટ અબાધાકાળ ૪ હજાર વર્ષનો છે, જઘન્ય અંતર્મુહૂર્ત નરકાયું અને દેવાયુની જઘન્ય સ્થિતિ ૧૦ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની છે. અબાધાકાળ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કોટિ પૂર્વનો ત્રીજો ભાગ છે. મનુષ્ય તથા તિર્યંચની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ ૩ પલ્યોપમની છે. અબાધાકાળ જઘન્ય અંતર્મુહૂર્ત તથા ઉત્કૃષ્ટ પૂર્વ આયુષ્યનો ત્રીજો ભાગ.
સ્મરણીય છે કે અન્ય સાત કર્મોનો અબાધાકાળ કર્મસ્થિતિની સાથે સંયુક્ત છે, જ્યારે આયુષ્ય કર્મનો અબાધાકાળ આયુકર્મની મૂળ સ્થિતિથી અલગ છે
નામ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ ક્રોડાક્રોડી સાગરોપમની છે, જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્તની છે અને ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષનો છે.
ગોત્રકર્મની સ્થિતિ ઉત્કૃષ્ટ ૨૦ ક્રોડાકોડી સાગરોપમની અને જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્તની છે. ઉત્કૃષ્ટ અબાધાકાળ ૨ હજાર વર્ષનો છે.
અંતરાય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રોડાક્રોડી સાગરોપમની અને જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. ઉત્કૃષ્ટ અબાધાકાળ ૩ હજાર વર્ષનો છે.
પ્રત્યેક કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિના અધિકારી મિથ્યાદેષ્ટિ પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય જીવ હોય છે. જઘન્ય સ્થિતિના અધિકારી અલગ-અલગ જીવ હોય છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, નામ, ગોત્ર અને અંતરાય - આ છ કર્મોની જઘન્ય સ્થિતિ સૂક્ષ્મસંપરાય નામના દસમા ગુણસ્થાનમાં સંભવ છે. મોહનીયની જઘન્ય સ્થિતિ નવમા અનિવૃત્તિ બાદરસપરાય નામના ગુણસ્થાનમાં સંભવ છે. આયુષ્યની જઘન્ય સ્થિતિ સંખ્યાત વર્ષ જીવી તિર્યંચ અને મનુષ્યમાં સંભવ છે. મધ્યમ સ્થિતિના અસંખ્ય પ્રકારો છે અને એમના અધિકારી પણ કાષાયિક પરિણામની તરતમતા અનુસાર અસંખ્ય છે.
અબાધાકાળ બધાં કર્મોનો ઉત્કૃષ્ટ જ આપવામાં આવ્યો છે એ આ ઉત્કૃષ્ટ સ્થિતિબંધની દૃષ્ટિએ સમજવો જોઈએ. જેટલા ક્રોડાકોડી સાગરોપમનો સ્થિતિબંધ હોય છે, એટલા જ ૧૦૦ વર્ષનો અબાધાકાળ હોય છે. (સ્થિતિબંધ 20000 00000000૧૦૦૫