________________
અંતરાય કર્મના પાંચ બંધહેતુઓ:
અંતરાય કર્મ પાંચ પ્રકારે બાંધવામાં આવે છે અને પાંચ જ પ્રકારે ભોગવવામાં આવે છે.
(૧) દાન આપવામાં અડચણ નાખવાથી (૨) લાભમાં અડચણ નાખવાથી (૩) ભોગમાં અડચણ નાખવાથી (૪) ઉપભોગમાં અડચણ નાખવાથી (૫) શક્તિમાં અડચણ નાખવાથી અંતરાય કર્મ બંધાય છે અને દાન આપવામાં અસમર્થતા, લાભમાં અસમર્થતા, ભોગમાં અસમર્થતા, ઉપભોગમાં અસમર્થતા અને શક્તિના અભાવના રૂપમાં એનું દુષ્પરિણામ ભોગવવું પડે છે.
ઉપર જે જ્ઞાન-પ્રત્યનીકતા વગેરેને જ્ઞાનાવરણીય કર્મ વગેરેનો બંધહેતુ માનવામાં આવ્યો છે, તે અનુભાગ બંધની અપેક્ષાથી અને એમાં પણ મુખ્યત્વેની અપેક્ષાએ સમજવી જોઈએ. કારણ કે શાસ્ત્રનો નિયમ છે કે જ્યારે જ્ઞાનાવરણીયનો બંધ થાય છે ત્યારે આયુષ્યને છોડીને બાકી વેદનીય વગેરે છ કર્મોનો પણ બંધ એની સાથે થાય છે. એવી સ્થિતિમાં કોઈ હેતુને એક જ કર્મબંધનું કારણ નથી માની શકાતું. પછી ઉપર જે અલગ-અલગ કર્મોના અલગઅલગ હેતુઓ કહ્યા છે, એનો અભિપ્રાય એટલો જ છે કે એ હેતુઓથી અનુભાગ બંધ અલગઅલગ થાય છે, પ્રદેશબંધ તો અન્ય પ્રકૃતિઓનો પણ એક સાથે થઈ શકે છે, એ પણ ધ્યાન રાખવા યોગ્ય છે કે જે સમયે એક પ્રકૃતિનો અનુભાગબંધ પણ થાય છે, પરંતુ જ્ઞાનપ્રત્યનીકતા વગેરેના સેવનના સમયે જ્ઞાનાવરણીયનો અનુભાગબંધ મુખ્ય રૂપથી થાય છે અને એ જ સમયે બંધાવનાર અન્ય પ્રકૃતિઓનો અનુભાગબંધ ગૌણ રૂપથી થાય છે.
જીવ સાત કર્મનો બંધ દરેક સમયે કરે છે અને જ્યારે આયુષ્યનો બંધ કરે છે તો આઠ કર્મ બાંધે છે.
૧૦૩
( સ્થિતિબંધ
બંધનાર કર્મપ્રકૃતિઓની અમુક કાળ-મર્યાદા સુધી આત્માની સાથે રહેવી સ્થિતિબંધ છે. આ સ્થિતિબંધ બે પ્રકારના છે - (૧) ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અને (૨) જઘન્ય સ્થિતિબંધ. બંધનાર કર્મ-પ્રકૃતિ અધિકથી અધિક જેટલા સમય સુધી આત્માની સાથે સંબદ્ધ રહી શકે છે, આ કાળ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ છે. બંધનાર કર્મપ્રકૃતિ ઓછામાં ઓછા કેટલા સમય સુધી આત્માની સાથે રહે છે, તે જઘન્ય સ્થિતિબંધ છે. પ્રત્યેક કર્મની ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ આ પ્રમાણે છે :
જ્ઞાનાવરણીયની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ ક્રોડાક્રોડી (કરોડો-કરોડો) સાગરોપમની છે અને જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ અબાધાકાળ ત્રણ હજાર વર્ષનો છે. બાંધેલા કર્મ જેટલા સમય સુધી ઉદયમાં ન આવે, એ અવધિને અબાધાકાળ (અમુસીબતકાળ) કહે છે.
દર્શનાવરણીયની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ ક્રોડાક્રોડી સાગરોપમની અને જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ અબાધાકાળ ત્રણ હજાર વર્ષનો છે. વેદનીય કર્મની જઘન્ય સ્થિતિ ૧૦૦જો જો છે
જિણધમો)