________________
(૯) આખ્યાયિકા નિભૃતા : અસંભવ કપોલકલ્પિત કથાઓમાં અસત્ય-નિરૂપણ કરવું આખ્યાયિકા નિભૃતા અસત્ય ભાષા છે. જેમ કે ધૂર્તાખ્યાન વગેરે વાર્તાઓ.
(૧૦) ઉપઘાત નિસૃતા : કોઈના દિલને ઠેસ પહોંચાડતા શબ્દ બોલવા ઉપઘાત નિસૃતા અસત્ય ભાષા છે. જેમ કે - કોઈને તું ચોર છે, તું લુચ્ચો છે વગેરે કહેવો.
ઉક્ત દસ પ્રકારની ભાષાઓમાં કેટલીક ભાષાઓ સત્ય અથવા તથ્ય હોવા છતાં અસત્ય જ કહેવાય છે. કારણ કે એની પાછળ દુષ્ટ આશય હોય છે, તેથી તે મોક્ષમાર્ગમાં બાધક હોવાથી અસત્ય અને વિરોધિની ભાષા માનવામાં આવે છે.
સત્યામૃષા ભાષાના દશ ભેદ :
જે ભાષા થોડી સત્ય અને થોડી અસત્ય હોય, જે અંશતઃ આરાધિની અને અંશતઃ વિરાધિની હોય, તે સત્યાક્રૃષા (મિશ્ર) ભાષા છે. તેના દસ ભેદ આ પ્રકારે બતાવ્યા છે - उप्पन्न मिस्सिया विगय तदुभय जीवाजीव उभयमिस्सा । अनंत परित्ता अद्धा अद्धद्धा मिस्सिया दसमा ॥
અર્થાત્ (૧) ઉત્પન્ન મિશ્રા (૨) વિગત મિશ્રા (૩) ઉત્પન્ન વિગત મિશ્રા (૪) જીવ મિશ્રિત (૫) અજીવ મિશ્રિત (૬) જીવાજીવ મિશ્રિત (૭) અનંત મિશ્રિત (૮) પરિત્ત (પ્રત્યેક) મિશ્રિત (૯) અહ્વા મિશ્રિત (૧૦) અદ્ધા મિશ્રિત. આ રીતે સત્યમૃષા ભાષાના ૧૦ ભેદ છે.
કોઈ નગરમાં ઓછા અથવા વધારે બાળક પેદા થયા, પરંતુ અંદાજથી કહેવું કે આજે આ નગરમાં ૧૦ બાળક પેદા થયાં, આ ઉત્પન્ન મિશ્ર ભાષા છે. વાસ્તવમાં જેટલાં બાળક પેદા થયાં એટલા અંશ સુધી તો તે સત્ય છે અને શેષ અંશમાં અસત્ય છે - આ એની મિશ્રતા છે.'
ઉક્ત રીતિથી પણ મરેલાં બાળકોની સંખ્યા અંદાજથી ૧૦ બતાવી દે તો તે વિગત મિશ્ર ભાષા છે. જન્મેલા અને મરેલા બંને પ્રકારનાં બાળકોની સંખ્યા અનુમાનથી બતાવી દે તો ત્યાં ઉત્પન્ન વિગમ મિશ્ર ભાષા છે. જીવિત અને મૃત કૃમિરાશિમાં જીવિત અધિક હોવાથી એમ કહેવું કે કેટલી મોટી જીવ રાશિ છે. આ જીવિમિશ્રિત ભાષા છે. એ જીવરાશિમાં મૃતોની સંખ્યા વિશેષ હોવા છતાં તેને અજીવ રાશિ કહેવી અજીવ મિશ્રિત છે. એ મૃત અને જીવિત કૃમિ રાશિના અંદાજથી એટલા જીવ તો મરેલા છે અને આટલા જીવિત છે. આવું કહેવું જીવાજીવ મિશ્રિત છે. કારણ કે તે બતાવેલી સંખ્યા વાસ્તવમાં ન્યૂનાધિક છે. તેથી કેટલાક અંશમાં સત્ય છે અને કેટલાક અંશમાં અસત્ય છે. લીલા પાન, પ્રત્યેક વનસ્પતિની સાથે અનંત કાયના અધિક પિંડ જોઈને કહેવું - બધા અનંત કાયિક છે.’ આ અનંત મિશ્રિત ભાષા છે. અનંત કાયની સાથે પ્રત્યેક વનસ્પતિઓને અધિક મિશ્રિત જોઈને કહેવું - આ બધી પ્રત્યેક વનસ્પતિ કાયિક છે, તે પ્રત્યેક મિશ્રિત ભાષા છે. જ્યારે કોઈને કંઈક જલદી કામ કરવાની પ્રેરણા આપવા માટે દિવસ હોવા છતાં કહેવું કે - જલદી ઊઠ રાત થઈ ગઈ' અથવા રાત હોવા છતાં પણ કહે છે કે - ‘ઊઠ સૂરજ નીકળી આવ્યો છે.' આ અદ્ધા મિશ્રિત છે. દિવસનો એક ભાગ
૮૯૨
જિણધમ્મો