________________
હતી. મૃગાપુત્ર પોતાની સ્ત્રીઓ સાથે ગવાક્ષમાં બેઠેલા રાજમાર્ગનું અવલોકન કરી રહ્યો હતો. સંયોગવશ એ માર્ગમાં જતા તપોધની તેજસ્વી મુનિ પર એની દૃષ્ટિ પડી. એમને જોતાં જ મૃગાપુત્રને જાતિસ્મરણ જ્ઞાન થઈ ગયું, જેનાથી એમણે જાણ્યું કે - ‘પૂર્વજન્મમાં એમણે પણ સંયમની સાધના કરી હતી.' ઉદ્બોધિત થઈ, સંયમ ધારણ કરીને તે એકલા જ જંગલમાં ચાલ્યા ગયા અને એકાકી મૃગની જેમ વનમાં રહીને સાધનાની તરફ મુક્ત થયા.
(૫) અન્યત્વ અનુપ્રેક્ષા : સંસારમાં બે સ્વતંત્ર તત્ત્વો છે - જડ અને ચેતન. જડ ક્યારેય ચેતન નથી થઈ શકતું અને ચેતન ક્યારેય જડ નથી થતું. શરીર જડ છે અને આત્મા ચેતન છે. આ રીતે શરીરથી આત્માના અન્યત્વનું ચિંતન કરવું અન્યત્વ અનુપ્રેક્ષા છે. જેમ મ્યાનમાં તલવાર રહે છે, પરંતુ મ્યાન તલવાર નથી અને ન તલવાર મ્યાન છે. એ જ રીતે શરીરમાં આત્મા રહે છે, પરંતુ ન શરીર આત્મા છે અને ન આત્મા શરીર છે. શરીર અને આત્માના આ ભેદ વિજ્ઞાનનું ચિંતન જ અન્યત્વ ભાવના છે.
એકત્વ અનુપ્રેક્ષા અને અન્યત્વ અનુપ્રેક્ષામાં અંતર એ છે કે - એકત્વ અનુપ્રેક્ષામાં ‘હું એકલો છું' આ રીતે વિધિ રૂપથી ચિંતન કરવામાં આવે છે, અને અન્યત્વ અનુપ્રેક્ષામાં ‘શરીર વગેરે મારા નથી, હું એમનાથી અલગ છું.’ આ રીતે નિષેધ રૂપથી ચિંતન કરવામાં આવે છે.
આ પ્રકારનું ચિંતન રાજર્ષિ નમિરાજે કર્યું. મિથિલા નગરીના રાજા નમિરાજના શરીરમાં દાહજ્વર ઉત્પન્ન થઈ ગયો. એ રોગની શાંતિ માટે રાણીઓ પોતાના હાથે ચંદન ઘસીને મિરાજના શરીર ઉપર લેપ કરતી હતી. ચંદન ઘસતી વખતે રાણીઓના હાથોમાં પહેરેલી બંગડીઓથી અવાજ આવી રહ્યો હતો. એનાથી નમિરાજને ખૂબ વેદના થવા લાગી. વિચક્ષણ રાણીઓએ એક-એક બંગડી રાખીને બાકીની બધી ઉતારી દીધી. એનાથી અવાજ બંધ થઈ ગયો. નિમરાજના જાગૃત આત્માએ આ ઘટનાથી વિચાર કર્યો કે - ‘જ્યાં એકત્વ છે ત્યાં શાંતિ છે, જ્યાં અનેકત્વ છે ત્યાં કોલાહલ અને અશાંતિ છે.’ આ ચિંતનથી એમને વૈરાગ્ય થઈ ગયો અને એમણે સંકલ્પ કરી લીધો કે - જો હું રોગમુક્ત થઈ જઈશ તો બધા સંયોગોને છોડીને એકત્વનું અવલંબન લઈશ.' સંયોગથી રોગ શાંત થઈ ગયો અને નિમરાજે દીક્ષા ધારણ કરીને આત્મ-કલ્યાણ કર્યું અને મુક્ત થયા. એકત્વ અને અન્યત્વ ભાવનાને કારણે શરીર-પરિવાર વગેરેથી મોહ તૂટે છે અને આત્મજ્યોતિ પ્રગટ થઈને અનિર્વચનીય પરમાનંદની પ્રાપ્તિ થાય છે.
(૬) અશુચિ ભાવના : શરીરની અપવિત્રતાનું ચિંતન કરવું અશુચિ ભાવના છે. હે આત્મન્ ! આ શરીર સ્વભાવથી જ અપવિત્ર છે, કારણ કે એની ઉત્પત્તિ ૨જ અને વીર્યથી થાય છે. આ રસ, રુધિર વગેરે સપ્ત ધાતુમય છે તથા મળમૂત્રનું ઉત્પત્તિસ્થાન છે. આ શરીર એટલું ગંદુ અને મલિન છે કે આના પર લગાવવામાં આવેલા ચંદન, કેસર વગે૨ે સુગંધિત દ્રવ્ય પણ અપવિત્ર અને મલિન બની જાય છે. આ શરીર અશુચિથી પેદા થયું છે, અશુચિથી આનું પોષણ થયું છે, અશુચિનું સ્થાન છે અને અશુચિનું દ્વાર છે. આ શરીરમાં જે અશુચિ દ્રવ્ય ભરેલા પડ્યા છે, એમની ઉપર પ્રકૃતિએ જો ચામડીનું આવરણ ન લગાવ્યું હોત તો
૯૩૨
જિણધો