________________
થઈ શકે છે? સાંસારિક વાસનાઓથી કે યશની લાલસાથી કરેલું તપ બાળ-તપની શ્રેણીમાં છે. એવા તપથી આત્મસંશોધન થતું નથી. આત્મ શુદ્ધિના ઉદ્દેશ્યથી કરેલું તપ જ કર્મોની નિર્જરાનું કારણ હોય છે. કહ્યું છે -
जे य बुद्धा महाभागा वीरा सम्मत्त दंसिणो ।
सुद्धं तेसिं परक्कंतं अफलं होइ सव्वसो ॥ જે સમ્યગુજ્ઞાની, મહાભાગ, વીર અને સમ્યગુદૃષ્ટિ છે, એમનું તપ વગેરે અનુષ્ઠાન શુદ્ધ છે. એનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. એ મહાપુરુષોનું તપ સાંસારિક પ્રયોજન માટે નથી હોતું. જે વ્યક્તિ તપશ્ચર્યા કરીને એનું અભિમાન કરે છે, માન-મોટાઈની અભિલાષા રાખે છે, સાંસારિક ફળની આકાંક્ષા રાખે છે, એનું પણ તપ શુદ્ધ નથી. તપ માત્ર નિર્જરાની દષ્ટિથી જ કરવું જોઈએ જેમ કે આગમમાં કહ્યું છે - _ "चउविव्हा खलु तव समाही भवइ । तंजहा- नो इहलोगट्ठयाए तवमहिद्वैज्जा, नो परलोगट्ठआए तवमहिट्ठिज्जा नो कित्ति-वन्न-सद्द सिलोगट्ठआए तवमहिट्ठिज्जा, नन्नत्थ निज्जरट्ठयाए तवमहिछेज्जा ।" ।
- દશવૈકાલિક, ૯-૪ ચાર પ્રકારની તપ સમાધિ હોય છે. આ લોકમાં ભૌતિક સુખોની લાલસાથી તપ ન કરો, પરલોકમાં ભૌતિક સુખોની ઇચ્છાથી તપ ન કરો. કીર્તિ-વર્ણ-શબ્દ અને પૂજા મહિમા માટે તપ ન કરો, માત્ર નિર્જરાના હેતુથી જ તપનું આરાધન કરો.
એકાંત નિર્જરાની દૃષ્ટિથી કરવામાં આવેલું તપ જ ઉત્તમ તપ છે. જ્ઞાનપૂર્વક કરેલું તપશ્ચરણ જ મોક્ષરૂપ સાધ્યને સિદ્ધ કરી શકે છે. મિથ્યાદેષ્ટિઓ દ્વારા કરવામાં આવેલું તપ અજ્ઞાન તપ છે, કારણ કે તે શુદ્ધ ઉદ્દેશ્યપૂર્વક નથી કરવામાં આવતું. “ગીતા'માં તપના વિષયમાં કહેવામાં આવ્યું છે -
विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः ।
रसवयं रसोप्यस्य परं दृष्ट्वा निवर्तते ॥ તપસ્વી નિરાહારીના વિષય શાંત થઈ જાય છે. જે રસ (આસક્તિ) રહી જાય છે, તે પણ સમ્યગુ જ્ઞાન દ્વારા નષ્ટ થઈ જાય છે. એનાથી સિદ્ધ થાય છે કે વિષયોથી નિવૃત્તિ કરવા માટે તપની આવશ્યકતા છે. નિરાહારી રહેવાથી વિષય શાંત થાય છે અને આ જ આશયથી નિરાહારી રહેવાથી આસક્તિ પણ ચાલી જાય છે. તાત્પર્ય એ છે કે ઇન્દ્રિય-વિષયોની તરફ ન દોડો અને આત્મજાગૃતિ બની રહે, એને માટે તપની આંચમાં તપવું જોઈએ.
તપનો અર્થ માત્ર શરીરનું દમન જ નથી, પણ આત્મદમન પણ છે. કષાય વગેરે કુવાસનાઓથી વાસિત ચિત્તની પ્રવૃત્તિનો નિરોધ કરવો, આત્મદમન છે. જે સાધકો પોતાની વૃત્તિઓને વશમાં કરે છે તે તપસ્વી પદના સાચા અધિકારીઓ છે. તપશ્ચર્યાનો માપદંડ વૃત્તિવિજય છે. જેણે પોતાની ઇચ્છાઓને જેટલા અંશમાં ઓછી કરી છે, તે તેટલા જ અંશમાં તપની આરાધક છે. તેથી કહેવામાં આવ્યું છે - (૯૪૮) ,
, , જિણધર્મોો]