________________
વચ્ચે ઉપવાસ કરતાં સોળ સુધી વધે છે. સોળ પછી એક ઉપવાસ કરે છે. અહીં સુધી ચડવાનો ક્રમ થયો. એના પછી ઊતરવાનો ક્રમ પ્રારંભ થાય છે. પહેલાં એક ઉપવાસ, પછી પંદર, પછી ઉપવાસ, પછી ચૌદ. આ રીતે વચ્ચે-વચ્ચે ઉપવાસ કરતાં-કરતાં ઊતરીને એક ઉપવાસ સુધી આવે છે. આ મુક્તાવલી તપ છે. શેષ વિધિ એકાવલી તપની જેમ જાણવી જોઈએ. એની ચાર પરિપાટીઓ હોય છે. એક પરિપાટીમાં અગિયાર મહિના અને પંદર દિવસો લાગે છે. તપના દિવસ બસો ક્યાંસી અને પારણાના દિવસ ઓગણસાઠ હોય છે. ચારેય પરિપાટીઓમાં ત્રણ વર્ષ અને દસ મહિના લાગે છે. પહેલી પરિપાટીમાં વિગયથી પણ પારણા હોય છે. બીજી પરિપાટીમાં પારણામાં વિયનો ત્યાગ, ત્રીજીમાં વિગયના લેપ સુધીનો ત્યાગ અને ચોથી પરિપાટીમાં આયંબિલથી પારણા કરવામાં આવે છે.
ગુણરત્ન-સંવત્સર તપ ? આ તપની વિધિ આ પ્રકાર છે - પ્રથમ મહિનામાં એકએક ઉપવાસ કરીને પારણું કરવું, બીજા મહિનામાં બેલે-બેલે પારણાં કરવાં, ત્રીજા મહિનામાં તેલ-તેલે પારણાં કરવાં, ચોથા મહિનામાં ચૌલે-ચીલે પારણા કરવાં. આમ વધતાં જતાં સોળમા મહિનામાં સોળ-સોળના પારણાં કરવાં. આ ગુણરત્ન સંવત્સર તપ છે. દિવસમાં આતાપના અને રાતમાં ધ્યાનની વિધિ પૂર્વવત્ જાણવી. આ તપમાં કુલ સોળ મહિના લાગે છે. એમાંથી તેર મહિના તેર દિવસ પારણાના હોય છે. - લઘુ સિંહનિષ્ક્રીડિત તપ જે રીતે ચાલતા સમયે સિંહ પાછળ દૃષ્ટિ નાખતાં આગળ વધે છે. આ જ રીતે જે તપમાં આગળ વધતાં સમયે પાછલું તપ કરવામાં આવે છે, તે લઘુ સિહનિષ્ક્રીડિત તપ છે. એની વિધિ આ પ્રકારે છે - પહેલાં ઉપવાસ, પછી બેલા, પછી ઉપવાસ, પછી તેલા, પછી બેલા. પછી ચૌલા, પછી ક્રમશઃ ત્રણ, પાંચ, ચાર, છ, પાંચ, સાત, છ, આઠ, સાત, નવ, પછી આઠ, નવ, સાત, આઠ, છ, સાત, પાંચ, છ, ચાર, પાંચ, ત્રણ, ચાર, બે, ત્રણ, એક, બે, એક - આમ તપ કરવું લઘુ સિહનિષ્ક્રીડિત તપ છે. એની ચાર પરિપાટીઓ હોય છે. એક પરિપાટીમાં છ મહિના અને સાત દિવસ લાગે છે. તપના પાંચ મહિના અને ચાર દિવસ તથા પારણાના તેંત્રીસ દિવસ હોય છે. ચારેય પરિપાટીનો સમય (કાળ) બે વર્ષ અને અઠ્યાવીસ દિવસ છે. આતાપના અને ધ્યાન પૂર્વવત્ જાણવું જોઈએ.
મહા સિંહનિષ્ક્રીડિત તપઃ લઘુ સિંહનિષ્ક્રીડિત તપમાં ઉપવાસથી લઈને નવ ઉપવાસ સુધી ચડવામાં આવે છે અને પછી નીચે ઊતરવામાં આવે છે. આ મહા સિંહનિષ્ક્રીડિત તપમાં એ જ ક્રમાનુસાર સોળ ઉપવાસ સુધી ચડવામાં આવે છે અને એ જ પદ્ધતિથી નીચે ઊતરવામાં આવે છે. એની ચાર પરિપાટીઓ હોય છે. એક પરિપાટીમાં એક વર્ષ, છ મહિના અને અઢાર દિવસો લાગે છે. તપના દિવસો એક વર્ષ, ચાર મહિના અને સત્તર દિવસ હોય છે અને પારણાના એકસઠ દિવસ હોય છે. ચાર પરિપાટીઓનો કુલ સમય છ વર્ષ, બે મહિના અને બાર દિવસ છે. આતાપના અને ધ્યાન પૂર્વવત્ સમજવું જોઈએ. [ તપનું નિરૂપણ
જે આજે જ છે. તેમ ૫૩)