________________
આ પ્રથમ ભેદનો અધિકારી પૂર્વધર હોય છે. જે અગિયારમા-બારમાં ગુણસ્થાનવર્તી હોય છે. જે પૂર્વધર ન હોય પણ અગિયારમા-બારમા ગુણસ્થાનવર્તી હોય, એને શુક્લધ્યાન ન થઈને ધર્મધ્યાન થાય છે. (મરુદેવી, માષતુષ વગેરે આના અપવાદો છે) યોગની દૃષ્ટિથી ત્રણેય યોગવાળા આના સ્વામી છે.
(૨) એજ્વવિતર્ક-અવિચાર : પૂર્વગત શ્રુતનો આધાર લઈને જ્યારે કોઈ દ્રવ્યની પર્યાયોમાં અભેદની પ્રધાનતાથી એકત્વનું ચિંતન કરવામાં આવે છે અને મન વગેરે ત્રણેય યોગોમાંથી કોઈ એક યોગમાં જ અટલ રહીને શબ્દ કે અર્થમાંથી કોઈ એકનું જ ચિંતન કરવામાં આવે છે, ત્યારે તે ધ્યાન એકત્વવિતર્ક-અવિચાર કહેવાય છે. કારણ કે એમાં શ્રતનું અવલંબન છે. તેથી આ વિતર્ક છે, અભેદનું ચિંતન છે, તેથી એત્વ અને યોગ તથા શબ્દાર્થનું સંક્રમણ ન થવાથી અવિચાર છે.
ઉક્ત બંને ભેદોમાંથી પહેલાં ભેદપ્રધાન ધ્યાનનો અભ્યાસ દઢ થઈ ગયા પછી બીજા અભેદ પ્રધાન ધ્યાનની યોગ્યતા પ્રાપ્ત થાય છે. જેમાં સમગ્ર શરીરમાં વ્યાપ્ત સર્પ વગેરેના ઝેરને મંત્ર વગેરે ઉપચારોથી ડંખની જગ્યાએ લાવીને સ્થાપિત કરવામાં આવે છે, એમ જ સંપૂર્ણ જગતમાં અલગ-અલગ વિષયોમાં અસ્થિર રૂપમાં ભટકતાં મનને ધ્યાન દ્વારા કોઈ એક વિષય પર કેન્દ્રિત કરીને સ્થિર કરવામાં આવે છે. એક વિષય પર સ્થિરતા પ્રાપ્ત થતાં જ મન સર્વથા શાંત થઈ જાય છે - અર્થાત્ ચંચળતા મટી જવાથી નિષ્પકંપ બની જાય છે. પરિણામતઃ જ્ઞાનનો સકળ આવરણોનો વિલય થઈ જવાથી સર્વજ્ઞતા પ્રગટ થાય છે.
આ બીજા પાયાના સ્વામી અગિયારમા–બારમા ગુણસ્થાનવાળો પૂર્વધર થાય છે. યોગની દૃષ્ટિથી કોઈપણ એક યોગવાળો આનો સ્વામી હોય છે.
(૩) સૂક્ષ્મક્રિયા અનિવૃત્તિ જ્યારે સર્વજ્ઞ, ભગવાન નિર્વાણગમનના પૂર્વ યોગનિરોધના ક્રમમાં સૂક્ષ્મ શરીરયોગનો આશ્રય લઈને શેષ યોગોને રોકી દે છે, ત્યારે સૂક્ષ્મક્રિયા અનિવૃત્તિ ધ્યાન હોય છે. કારણ કે આ અવસ્થામાં શ્વાસોશ્વાસ રૂપ સૂક્ષ્મક્રિયાની નિવૃત્તિ થતી નથી. અથવા વર્ધમાન પરિણામ થવાથી પતન (નિવૃત્તિ)ની સંભાવના નથી રહેતી, તેથી આને અનિવૃત્તિ કે અપ્રતિપાતી કહેવામાં આવે છે. આ ત્રીજા સ્થાનનો સ્વામી કેવળ કાયયોગવાળો સર્વજ્ઞ હોય છે.
(૪) સમચ્છિન્નક્રિયા-અપ્રતિપાતી : શૈલેશી અવસ્થાને પ્રાપ્ત કેવળી જ્યારે બધા યોગોનો નિરોધ કરી લે છે, અને માનસિક, વાચિક કે કાયિક ક્રિયા નથી હોતી. આત્મપ્રદેશ સર્વથા નિષ્પકંપ થઈ જાય છે, ત્યારે જે સ્થિતિ થાય છે, તે સમુચ્છિન્નક્રિયા અપ્રતિપાતી ધ્યાન કહેવાય છે. આ સ્થિતિ પછી નષ્ટ થતી નથી, તેથી આને અપ્રતિપાતી કહેવામાં આવે છે.
આ ધ્યાનના પ્રભાવથી આસ્રવ અને બંધના નિરોધપૂર્વક બધા કર્મ ક્ષીણ થઈ જવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. અયોગી કેવળી જ આ ચતુર્થ ધ્યાનના સ્વામી હોય છે. (૯૮૨) આ
જ
જિણધમો)