________________
ૠષભનારાચ : જે સંહનનમાં બંને બાજુથી મર્કટબંધ દ્વારા હાડકાં જોડાયેલાં હોય અને બીજું હાડકું પટ્ટની જેમ ચારે બાજુથી વેષ્ટન હોય, પરંતુ ખીલા પણ ન હોય, એવી અસ્થિરચનાને ઋષભનારાચ સંહનન કહે છે.
નારાચ : જે સંહનનમાં બંને બાજુએથી મર્કટબંધ દ્વારા હાડકાં જોડાયેલાં હોય, વેષ્ટન પટ્ટ અને ખીલ્લા ન હોય, તે નારાચ સંહનન છે.
અર્ધનારાચ : જે સંહનનમાં એક બાજુ મર્કટબંધ હોય અને બીજી બાજુ ખીલ્લી હોય, એને અર્ધનારાય કહે છે.
કીલિકા : જે સંહનનમાં હાડકાં માત્ર કીલથી જોડાયેલ હોય, એને કીલિકા સંહનન કહે છે. સેવાર્તા ઃ જે સંહનનમાં હાડકાં માત્ર એકબીજાને સ્પર્શ કરતાં રહે છે, તે સેવાર્ત સંહનન છે. સંસ્થાનના છ ભેદો :
(૧) સમચતુરમ સંસ્થાન : સમનો અર્થ છે સમાન, ચતુઃનો અર્થ છે ચાર અને અન્નનો અર્થ છે કોણ. પલાંઠી મારીને બેસવાથી જે શરીરના ચારેય કોણ સમાન હોય અર્થાત્ આસન અને કપાળનું અંતર, બંને ઘૂંટણોનું અંતર, વામ સ્કન્ધ અને દક્ષિણ ઘૂંટણનું અંતર, દક્ષિણ સ્કન્ધ અને વામ ઘૂંટણનું અંતર સમાન હોય, એને સમચતુરસ્ર સંસ્થાન કહે છે. અથવા સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે શરીરના સંપૂર્ણ અવયવ બરાબર પ્રમાણવાળા હોય તે સમચતુરસ્ર છે.
(૨) ન્યગ્રોધપરિમંડળ ઃ વટ વૃક્ષને ન્યગ્રોધ કહે છે. વટ વૃક્ષ ઉપરના ભાગમાં ફેલાયેલો અને સુશોભિત હોય છે અને નીચેના ભાગમાં સંકુચિત હોય છે, એ જ રીતે જે સંસ્થાનમાં નાભિથી ઉપરનો ભાગ પ્રમાણોપેત હોય, શુભ હોય અને નીચેનો ભાગ હીન કે અશુભ હોય, તે ન્યગ્રોધપરિમંડળ સંસ્થાન છે.
(૩) સાદિ સંસ્થાન : અહીં સાદિનો અર્થ નાભિના નીચેના ભાગથી છે. જે સંસ્થાનમાં નાભિનો નીચેનો ભાગ પૂર્ણ હોય અને ઉપરનો ભાગ હીન હોય, એને સાદિ સંસ્થાન કહે છે.
(૪) કુબ્જ સંસ્થાન ઃ જે શરીરમાં હાથ, પગ, માથું વગેરે અવયવ બરાબર હોય, પરંતુ છાતી, પેટ, પીઠ, વાંકાં-ચૂંકાં હોય, એને કુબ્જ સંસ્થાન કહે છે.
(૫) વામન સંસ્થાન ઃ જે શરીરમાં છાતી, પીઠ, પેટ વગેરે અવયવ પૂર્ણ હોય, પરંતુ હાથ, પગ વગે૨ે (અંગો) અવયવો નાના હોય, તે વામન સંસ્થાન છે.
(૬) હુંડક સંસ્થાન : જે શરીરના સમસ્ત અવયવો (અંગો) બેઢંગ (ખરાબ) હોય, એક પણ અંગ શાસ્ત્રોક્ત પ્રમાણ ન હોય, તે હુંડક સંસ્થાન છે.
(૯) વર્ણ નામના પાંચ ભેદો છે : કાળો, લીલો, લાલ, પીળો અને સફેદ. (૧૦) ગંધ નામના બે ભેદો છે : સુરભિગંધ અને દુરભિગંધ. (૧૧) રસ નામના પાંચ ભેદો : તીક્ષ્ણ, કટુક, કષાય, અમ્લ અને મધુર. (૧૨) સ્પર્શ નામના આઠ ભેદો : લઘુ, ગુરુ, કર્કશ, કોમળ, શીત, ઉષ્ણ, રૂક્ષ અને સ્નિગ્ધ.
(૧૩) આનુપૂર્વીના ચાર ભેદો : નરકાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી અને દેવાનુપૂર્વી.
જિણધર્મો
૯૯૬