________________
૧૦૨
કર્મ બંધના અને ભોગવવાના પ્રકારો)
મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગને પહેલાં કર્મ બંધનું કારણ બતાવવામાં આવ્યું છે. તે બધાં આઠ કર્મોના બંધનાં સમુચ્ચય કારણો છે. અહીં જ્ઞાનાવરણીય વગેરે વિશિષ્ટ કર્મના વિશિષ્ટ બંધ હેતુઓને બતાવવામાં આવી રહ્યા છે. જ્ઞાનાવરણીય કર્મના બંધ હેતુ :
(૧) જ્ઞાન-પ્રત્યનીકતા – જ્ઞાન અને જ્ઞાની પ્રતિ પ્રતિકૂળ આચરણ કરવું કે એમનાથી વિરોધ રાખવો.
(૨) જ્ઞાન નિવતા - જ્ઞાન કે જ્ઞાનદાતાના નામને છુપાવવું. (૩) જ્ઞાનાંતરાયતા - જ્ઞાનમાં અડચણ નાખવી. (૪) જ્ઞાન-પ્રદ્વેષતા - જ્ઞાન તથા જ્ઞાનીથી ઠેષ કરવો. (૫) જ્ઞાન-આશાતના - જ્ઞાન અને જ્ઞાનીની આશાતના (નિરાદર-અનાદર) કરવો.
(૬) જ્ઞાન-વિસંવાદનતા - જ્ઞાન અથવા જ્ઞાનના વિષયમાં મિથ્યા વિવાદ કરવો અથવા એમાં દોષ દેખાડવાની ચેષ્ટા કરવી. જ્ઞાનાવરણીય કર્મનો અનુભવ (ફળ ભોગવવું) દસ પ્રકારે થયા છેઃ
(૧) શ્રોત્ર-આવરણ, (૨) શ્રોત્રવિજ્ઞાન-આવરણ, (૩) નેત્ર-આવરણ, (૪) નેત્રવિજ્ઞાનઆવરણ, (૫) ઘાણ-આવરણ, (૬) ઘ્રાણવિજ્ઞાન-આવરણ, (૭) રસના-આવરણ, (૮) રસનાવિજ્ઞાન-આવરણ, (૯) સ્પર્શનાવરણ અને (૧૦) સ્પર્શનવિજ્ઞાન આવરણ.
અહીં શ્રોત્રના આવરણથી શ્રોત્રેન્દ્રિય વિષયક ક્ષયોપશમ અર્થાત્ લબ્ધિ રૂપ ભાવેન્દ્રિયનું આવરણ સમજવું જોઈએ તથા શ્રોત્રવિજ્ઞાન-આવરણમાં શ્રોત્ર વિષયક ઉપયોગ રૂપ ભાવેન્દ્રિયનું આવરણ સમજવું જોઈએ. કારણ કે દ્રવ્યેન્દ્રિયો તો નામ કર્મથી થાય છે, તેથી જ્ઞાનાવરણ એમનો વિષય નથી. અહીં ભાવેન્દ્રિયોની જ વિવક્ષા છે, કારણ કે એ જ જ્ઞાનરૂપ હોય છે. દર્શનાવરણીય કર્મના બંધહેતુઓ છેઃ
(૧) દર્શન-પ્રત્યેનીક્તા-દર્શન અને દર્શનવાન સાથે વિરોધ કરવો કે એમની પ્રતિકૂળ આચરણ કરવું.
(૨) દર્શન-વિહવતા-દર્શન કે દર્શનદાતાના નામને છુપાવવું. (૩) દર્શનાંતરાયતા-દર્શનમાં અંતરાય નાખવો. (૪) દર્શન-પ્રક્રેષતા-દર્શન કે દર્શનવાનથી વેષ કરવો. (૫) દર્શન-આશાતના-દર્શન કે દર્શનવાનની આશાતના કરવી.
(૬) દર્શન-વિસંવાદનતા-દર્શનવાનની સાથે મિથ્યા વિવાદ કરવો કે એમાં દોષ કાઢવો. (૯૯૮)
, , , , જિણધમો)