________________
(૧૪) વિહાયોગતિના બે ભેદો પ્રશસ્ત વિહાયોગતિ અને અપ્રશસ્ત વિહાયોગતિ.
આમ, પિંડ પ્રકૃતિના પાંસઠ અવાંતર ભેદ, આઠ પ્રત્યેક પ્રકૃતિઓ, ત્રસદશક અને સ્થાવરદશક એમ ત્રાણું પ્રકૃતિઓ નામ કર્મની થઈ જાય છે. બંધનના પંદર ભેદો આ પ્રકારે થાય છે?
(૧) ઔદારિક - ઔદારિક બંધન, (૨) ઔદારિક - તૈજસ બંધન, (૩) ઔદારિક - કાશ્મણ બંધન, (૪) વૈક્રિય - વૈક્રિય બંધન, (૫) વૈક્રિય - તેજસ બંધન, (૬) વૈક્રિય - કાર્પણ બંધન, (૭) આહારક - આહારક બંધન, (૮) આહારક - તેજસ બંધન, (૯) આહારક - કાર્પણ બંધન, (૧૦) ઔદારિક - તૈજસ-કાર્પણ બંધન, (૧૧) વૈક્રિય - તૈજસ-કાર્પણ બંધન, (૧૨) આહારક - તૈજસ-કાર્પણ બંધન, (૧૩) તૈજસ - તેજસ બંધન, (૧૪) તૈજસ - કાર્પણ બંધન અને (૧૫) કાર્પણ - કાર્પણ બંધન.
ઔદારિક, વૈક્રિય અને આહારક શરીરના પુદ્ગલોનો પરસ્પર બંધ નથી થતો, કારણ કે તે પરસ્પર વિરુદ્ધ છે.
આ રીતે નામ કર્મની ઉત્તર પ્રવૃતિઓ ૪૨ અથવા ૯૩ અથવા ૧૦૩ છે. જો બંધન અને સંઘાત નામની ૧૦ પ્રકૃતિઓનો સમાવેશ શરીર નામમાં કરી લઈએ અને વર્ણ-ગંધરસ-સ્પર્શની ૨૦ પ્રકૃતિઓ ન ગણીને સામાન્ય રીતે ૪ પ્રકૃતિઓ જ ગણવામાં આવે તો ૧૦+૧૬=૩૬ પ્રકૃતિઓ ઓછી હોવાથી ૯૩-૨૬૬૭ પ્રકૃતિઓ બંધની અપેક્ષા નામ કર્મની થાય છે. કારણ કે વર્ણ વગેરેમાંથી એક સમયમાં એક જ પ્રકૃતિ બંધાય છે.
() ગોત્ર કર્મની ઉત્તર પ્રવૃતિઓ બે છે ? ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર. જાતિ, કુળ વગેરે આઠ વાતોની શ્રેષ્ઠતાનું હોવું ઉચ્ચ ગોત્રનું ફળ છે અને આ આઠ વાતોની હીનતા હોવી નીચ ગોત્રનું પરિણામ છે.
(૮) અંતરાય કર્મની ઉત્તર પ્રવૃતિઓ પાંચ છે : (૧) દાનાંતરાય, (૨) લાભાંતરાય, (૩) ભોગાંતરાય, (૪) ઉપભોગાંતરાય અને (૫) વિયંતરાય.
(૧) દાનાંતરાય ઃ જે કર્મ દાન આપવામાં અડચણ નાખે. (૨) લાભાંતરાય ઃ જે કર્મ વસ્તુની પ્રાપ્તિમાં અડચણ નાખે. (૩) ભોગાંતરાય ઃ જે કર્મ એક વાર ભોગવા યોગ્ય વસ્તુને ભોગવવામાં અડચણ નાખે.
(૪) ઉપભોગાંતરાય ? જે કર્મ વારંવાર ભોગવી શકવા યોગ્ય વસ્તુને ભોગવામાં અડચણ નાખે.
(૫) વીઆંતરાય ઃ જે કર્મ સામર્થ્યમાં વિદન પેદા કરતું હોય, તે વિયંતરાય કર્મ છે.
ઉક્ત રીતિથી નામ કર્મની ઉત્તર કર્મ પ્રકૃતિઓની ભિન્નતાના કારણે ઉત્તર પ્રવૃતિઓની સંખ્યામાં અંતર આવી જાય છે. જ્યારે નામ કર્મની ૪૨ પ્રકૃતિઓની ગણના કરવામાં આવે ત્યારે બધી ઉત્તર પ્રવૃતિઓ ૯૭ થાય છે અને જ્યારે નામ કર્મની ૯૩ પ્રકૃતિઓ લેવામાં આવે છે તો બધી ઉત્તર પ્રવૃતિઓ ૧૪૮ થાય છે અને જ્યારે નામ કર્મની ૧૦૩ પ્રકૃતિઓ ગણવામાં આવે છે, તો કુલ ઉત્તર પ્રવૃતિઓ ૧૫૮ થઈ જાય છે. [ બંધ તત્ત્વ એક અનુશીલન D D 2) D (૯૯૦)