________________
(૪) સાધારણ - જે કર્મના ઉદયથી એક શરીરમાં અનંત જીવ રહે કે અનંત જીવોનું
એક જ શરીર હોય. (૫) અસ્થિર - જે કર્મના ઉદયથી શરીરના અવયવ અસ્થિર હોય. (૬) અશુભ - જે કર્મના ઉદયથી શરીરના અવયવ અપ્રશસ્ત હોય. (૭) દુઃસ્વર - જે કર્મના ઉદયથી જીવનો સ્વર કર્કશ અને અપ્રીતિકર હોય. (૮) દુર્ભગ - જે કર્મના ઉદયથી જીવ અન્યનો ઉપકાર કરવા છતાંય અપ્રિય લાગનાર
હોય. (૯) અનાદેય - જે કર્મના કારણે જીવનાં વચનોને કોઈ માન્ય ન કરે. (૧૦) અયશઃ કીર્તિ - જે કર્મના ઉદયથી જીવને અપયશ કે કીર્તિ મળે.
આમ, ચૌદ પિંડ પ્રકૃતિઓ, આઠ પ્રત્યેક પ્રકૃતિઓ અને ત્રસદશક તથા સ્થાવરદશક - એ બધી મળીને નામ કર્મની બેંતાલીસ પ્રવૃતિઓ થાય છે.
જ્યારે ઉક્ત પિંડ પ્રકૃતિઓની અવાંતર ભેદોની ગણના કરવામાં આવે છે, તો નામ કર્મની ત્રાણું પ્રકૃતિઓ થઈ જાય છે. ચૌદ પિંડ પ્રકૃતિઓની અવાંતર પ્રવૃતિઓ આ પ્રમાણે છે -
(૧) ગતિ નામના ચાર ભેદો - નરક ગતિ, તિર્યંચ ગતિ, મનુષ્ય ગતિ અને દેવ ગતિ. (૨) જાતિ નામના પાંચ ભેદો - એકેન્દ્રિય, કીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને
પંચેન્દ્રિય જાતિ. (૩) શરીરના પાંચ ભેદો - ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મણ. (૪) અંગોપાંગના ત્રણ ભેદો - ઔદારિક, અંગોપાંગ, વૈક્રિય અંગોપાંગ અને આહારક
અંગોપાંગ. (૫) બંધનના પાંચ ભેદો - ઔદારિક બંધન, વૈક્રિય બંધન, આહારક બંધન, તૈજસ
બંધન અને કાર્પણ બંધન. (૬) સંઘાતના પાંચ ભેદો - ઔદારિક સંઘાત, વૈક્રિય સંઘાત, આહારક સંઘાત, તેજસ
સંઘાત અને કાર્યણ સંઘાત. (૭) સંહનાના છ ભેદો - વજઋષભનારાચ સંહનન, ઋષભનારા સંતનન, નારાચ
સંહનન, અર્ધનારા સંતનન, કીલિકા સંહનન અને સેવા સંહનન. વજઋષભનારાજ ઃ વજનો અર્થ છે કિલ્લો (ખીલ્લો). ઋષભનો અર્થ છે વેણન પટ્ટ અને નારાચનો અર્થ બંને બાજુ મર્કટબંધ છે. જે સંહનનમાં બંને બાજુ મર્કટબંધથી હાડકાં જોડાયેલાં હોય, એમની ઉપર પટ્ટની આકૃતિવાળા હાડકાંના ચારે બાજુથી વેષ્ટન હોય અને એમને દઢ કરનાર કિલ્લો પણ હોય, એવાં મજબૂત હાડકાંઓની રચનાને વજઋષભનારાચ કહે છે. [ બંધ તત્ત્વઃ એક અનુશીલન
D D D D ૯૫)