________________
(૬) વધૂ દોષ ઃ કુળવધૂની જેમ મસ્તક ઝુકાવીને ઊભા થવું.
(૭) નિગડ દોષ ઃ બેડીઓ પહેરેલા પુરુષની જેમ બંને પગો ફેલાવીને અથવા મિલાવીને ઊભા થવું.
(૮) લંબોત્તર દોષ ઃ અવિધિથી ચોલપટ્ટાને નાભિથી ઉપર અને નીચે ઘૂંટણો સુધી લાંબો કરીને ઊભા થવું. . (૯) સ્તન દોષ : મચ્છર વગેરેના ભયથી અથવા અજ્ઞાનતા વશ છાતી ઢાંકીને કાયોત્સર્ગ કરવો.
(૧૦) ઉદ્ધિના દોષ : એડી મિલાવીને અને પંજાઓને ફેલાવીને ઊભા થવું અથવા અંગૂઠો મિલાવીને, અથવા એડીને ફેલાવીને ઊભા રહેવું, ઉદ્ધિક દોષ છે.
(૧૧) સંયતી દોષ ઃ સાધ્વીની જેમ કપડાંને આખું શરીર ઢાંકીને કાયોત્સર્ગ કરવો.
(૧૨) ખલીન દોષ ઃ લગામની જેમ રજોહરણને આગળ રાખીને ઊભા થવું અથવા લગામથી પીડિત અશ્વની (ઘોડાની) સમાન મસ્તકને ક્યારેક ઉપર, ક્યારેક નીચે હલાવવું ખલીન દોષ છે.
(૧૩) વાયસ દોષ ઃ કાગડાની જેમ ચંચળ ચિત્ત થઈને અહીં-તહીં આંખો ફેરવવી, અથવા દિશાઓની તરફ જોવું.
(૧૪) કપિત્થ દોષ : ષદિકા(જૂ)ના ભયથી ચોલપટ્ટા(કમરપટ્ટા)ને કપિત્થની જેમ ગોળાકાર બનાવીને જાંઘોની નીચે દબાવીને ઊભા થવું અથવા મુઠ્ઠી બાંધી(વાળી)ને ઊભા રહેવું કપિત્થ દોષ છે.
(૧૫) શીષકમિત દોષ ઃ ભૂત વળગેલી વ્યક્તિની જેમ ધુણતાં-ધુણતાં ઊભા રહેવું.
(૧૬) મૂક દોષ : મૂક અર્થાત્ મૂંગા આદમીની જેમ હું હું' વગેરે અવ્યક્ત શબ્દ કરવા. (બોલવા)
(૧૦) અંગલિકાભે દોષ : આલાપકોને અર્થાત્ પાઠની આવૃત્તિઓને ગણવા માટે આંગળી હલાવવી તથા બીજા વ્યાપાર માટે ભ્રમર ચલાવી સંકેત કરવો.
(૧૮) વારુણી દોષ : જેમ તૈયાર કરવામાં આવતા દારૂમાંથી બુડ બુડ' શબ્દ નીકળે છે, એ જ રીતે અવ્યક્ત શબ્દ કરતા ઊભા રહેવું અથવા દારૂડિયાની જેમ ફરતાં ઊભા રહેવું.
(૧૯) પ્રેક્ષા દોષઃ પાઠનું ચિંતન કરતા વાંદરાની જેમ હોઠ ચલાવવા. - પ્રવચનસારોદ્વાર.
યોગશાસ્ત્રના તૃતીય પ્રકાશમાં શ્રી હેમચંદ્રાચાર્યે કાયોત્સર્ગના એકવીસ દોષો બતાવ્યા છે. એમના મતાનુસાર સ્તંભ દોષ, કુય દોષ, અંગુલી દોષ અને ભૂ દોષ ચાર છે, જેમના ઉપર સ્તંભકુય દોષ અને અંગુલિકાબૂ દોષ નામના બે દોષોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. (૯૮
શા
જ જ જિણધો]