________________
(૪) મોહનીય કર્મઃ જે આત્માના સ્વાભાવિક ગુણ સમ્યગુ દર્શન અને સમ્યક ચારિત્રની ઘાત કરે છે, તે મોહનીય કર્મ છે. જેમ દારૂનો નશો વ્યક્તિને બેભાન કરી દે છે અને વ્યક્તિની વિવેકશક્તિને નષ્ટ કરી દે છે, એ જ રીતે મોહનીય કર્મ આત્માની વિવેકશક્તિને પ્રતિહતા કરી દે છે, જેને કારણે આત્માને સાચો સમજી શકતો નથી. સાચી સમજના અભાવમાં આત્મા એટલો મોહિત થઈ જાય છે કે તે પરભાવને સ્વભાવ અને સ્વભાવને પરભાવ સમજવા લાગે છે. અન્ય કર્મોની અપેક્ષા મોહ કર્મની શક્તિ ઘણી પ્રબળ છે. આ બેવડો માર કરે છે. આ સત્ય સમજવાને પણ પ્રતિબંધિત કરી દે છે અને સાચા આચરણને પણ. આ બેવડી શક્તિને કારણે તે કર્મોનો રાજા કહેવામાં આવે છે. સાચી સમજનો ઘાત કરનાર દર્શન મોહનીય છે અને સાચા આચરણનો ઘાત કરનાર ચારિત્ર-મોહનીય છે.
(૫) આય કર્મ આ કર્મ આત્માની સ્વતંત્રતાને પ્રતિબંધિત કરે છે. જેમ કેદમાં પડેલી વ્યક્તિ પોતાની સ્વતંત્રતાને ખોઈને બંધનમાં પડ્યો રહે છે, એ જ રીતે આ કર્મ આત્માને અમુક સમય માટે એક ભવમાં રોકીને રાખે છે.
(૬) નામ કર્મઃ જેમ ચિત્રકાર વિવિધ પ્રકારનાં ચિત્ર બનાવે છે, એ જ રીતે આ નામ કર્મ જીવના અમૂર્ત સ્વભાવનો ઘાત કરીને એને વિવિધ રૂપોમાં, વિવિધ આકૃતિઓમાં, વિવિધ જાતિઓમાં, વિવિધ ગતિઓમાં તથા વિવિધ શરીરોમાં રહેવાને બાધ્ય કરે છે.
(૦) ગોત્ર કર્મ : જેમ કુંભાર નાનાં-મોટાં કે ઊંચા-નીચાં વાસણો બનાવે છે, એ જ રીતે આ કર્મ જીવને નાના-મોટા કે ઊંચા-નીચા રૂપમાં રહેવાને બાધ્ય કરે છે.
(૮) અંતરાય કર્મ ? આત્માની અનંતશક્તિને પ્રતિબંધિત કરનાર કર્મ અંતરાય કર્મ છે. આ કર્મના પ્રભાવથી જીવ પોતાનો પુરુષાર્થ પ્રગટ નથી કરી શકતો. આ કર્મના પ્રભાવથી જીવ ન દાન આપી શકે છે, ન ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત કરી શકે છે, ન ઇચ્છિત ભોગોને ભોગવી જ શકે છે. જેમ રાજા ભિક્ષુકને દાન આપવાનું ચાહે છે, પરંતુ કોષાધ્યક્ષ એમાં અડચણ પેદા કરે છે, જેનાથી ન રાજા દાન આપી શકે છે અને ન ભિક્ષુ દાન લઈ શકે છે. એ જ રીતે આત્મા દાન, લાભ, રોગ, ઉપભોગ અને પુરુષાર્થ કરવા માંગે છે, છતાં આ કર્મના પ્રભાવથી નથી કરી શકતો. '
આમ, આ આઠ કર્મની મૂળ પ્રકૃતિઓ છે. એમની અવાંતરે ભેદ રૂપ ઉત્તર પ્રવૃતિઓ આ પ્રમાણે છે - ઉત્તર પ્રવૃતિઓ :
વિસ્તાર રુચિવાળા જિજ્ઞાસુઓના કર્મના સ્વરૂપનો વિશેષ પ્રતિબોધ કરાવવા હેતુ કમની ઉત્તર પ્રવૃતિઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જે આ પ્રમાણે છે : (૧) જ્ઞાનાવરણીય મૂળ પ્રકૃતિની ઉત્તર પ્રવૃતિઓ પાંચ છે - મતિ-જ્ઞાનાવરણ, શ્રુત
જ્ઞાનાવરણ, અવધિ-જ્ઞાનાવરણ, મન:પર્યય-જ્ઞાનાવરણ અને કેવળ-જ્ઞાનાવરણ. એમના સંબંધમાં (વિશે) વિશેષ વિવેચન જ્ઞાનના પ્રકરણમાં કરવામાં
આવી ચૂક્યું છે. [ બંધ તત્ત્વ એક અનુશીલન
T ૯૯૧)