________________
વગેરે વિશેષતાઓ પણ હોય છે અને એ બનનારી દૂધની માત્રા પણ ન્યૂનાધિક હોય છે. આ રીતે જીવ દ્વારા ગૃહીત તથા બદ્ધ કર્મ-પુગલોમાં ચાર પ્રકારના અંશોનું નિર્માણ થાય છે, જે પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ બંધ કહેવાય છે.
(૧) પ્રકૃતિ બંધઃ કર્મ-પુદ્ગલોમાં અલગ-અલગ સ્વભાવનું ઉત્પન્ન થવું પ્રકૃતિ બંધ છે. જેમ મેથીના લાડુ વાયુના વિકારને દૂર કરે છે, સૂંઠના લાડુ કફ-વિકારોને દૂર કરે છે, કાળા મરી વગેરેના બનેલા લાડુ પિત્તને દૂર કરે છે, અડદનો લાડુ પૌષ્ટિકતા આપે છે, એ જ રીતે કર્મ-પુદ્ગલોમાં અલગ-અલગ સ્વભાવનું પેદા થવું, જેમ જ્ઞાનાવરણીય કર્મમાં જ્ઞાનને આવૃત્ત કરવાનો, દર્શનાવરણીયમાં દર્શનને રોકવાનો, વેદનીયમાં સુખ-દુઃખ દેવાનો, મોહનીયમાં સમ્યકત્વ તથા ચારિત્રને રોકવાનો, આયુમાં નિયત ભવમાં રોકી રાખવાનો, નામમાં વિવિધ આકૃતિઓ રચવાનો, ગોત્રમાં ઊંચી-નીચી અવસ્થાઓ બનાવવાનો અને અંતરાયમાં જીવની શક્તિને રોકવાનો, સ્વભાવ પડી જવો પ્રકૃતિ બંધ કહેવાય છે.
(૨) સ્થિતિ બંધ : જેમ કોઈ મોદક બે-ચાર દિવસ સુધી ટકે છે (એ જ રૂપમાં બન્યો રહે છે પછી ખરાબ થઈ જાય છે), કોઈ મોદક સપ્તાહ સુધી, કોઈ પક્ષ સુધી અને કોઈ મહિનાભર સુધી ટકી શકે છે. એ જ રીતે બાંધનાર કર્મમાં અમુક કાળ સુધી બન્યા રહેવાની, સ્મૃત ન થવાની જે શક્તિ નિર્મિત થાય છે, એને સ્થિતિ બંધ કહે છે. જેમ જ્ઞાનાવરણીય કર્મની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રીસ કોટા-કોટી સાગરોપમની છે.
(૩) અનુભાગ બંધ : જેમ કોઈ મોદક મધુર રસવાળો હોય છે, કોઈ કડવા રસવાળો હોય છે, કોઈ ચટપટો કે તૂરો હોય છે, એ જ રીતે કર્મદલિકોમાં શુભ કે અશુભ, તીવ્ર કે મંદ રસનું પેદા થવું અનુભાગ બંધ કહેવાય છે. અશુભ કર્મોનો રસ લીમડો, કારેલાં વગેરેના રસના સમાન કટુક (કડવો) હોય છે અને શુભ કર્મોનો રસ ઇક્ષરસની જેમ મીઠો હોય છે. આ કડવા અને મધુર રસોમાં પણ તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ, મંદ, મંદતર અને મંદતમ વગેરે અનેક વિભાગ બની જાય છે.
(૪) પ્રદેશ બંધ : જેમ કોઈ મોદક ૫૦ ગ્રામનો હોય છે, કોઈ ૧૦૦ ગ્રામનો, એ જ રીતે બંધાતા કર્મદલિકોના પરિમાણમાં ન્યૂનાધિકતાનું હોવું પ્રદેશ બંધ કહેવાય છે. અથવા ગ્રહણ કરવાથી અલગ-અલગ સ્વભાવમાં પરિણત થનારી કર્મપુદ્ગલરાશિ સ્વભાવાનુસાર અમુક-અમુક પરિમાણમાં વિભાજિત થઈ જાય છે, એ પરિમાણવિભાગ જ પ્રદેશ બંધ છે. કહ્યું છે -
स्वभावः प्रकृतिः प्रोक्तः, स्थितिः कालावधारणम् ।
નુમા રસો - સૈયદ, પ્રદેશો હતાસંરય: | કમમાં અલગ-અલગ સ્વભાવને પ્રકૃતિ બંધ, કાળ મર્યાદાને સ્થિતિ બંધ, રસને અનુભાગ બંધ અને કર્મદલિકોના સમૂહને પ્રદેશ બંધ કહે છે.
બંધના આ ચાર પ્રકારોમાંથી પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધ યોગના આશ્રિત છે. યોગના તરતમભાવ ઉપર પ્રકૃતિ તથા પ્રદેશ બંધનો તરતમભાવ અવલંબિત છે. સ્થિતિ બંધ અને
[ બંધ તત્ત્વ એક અનુશીલન DTO00000000 (૯૮૯)