________________
બંધના હેતુઓ :
કર્મ-બંધના પાંચ હેતુઓ કહેવામાં આવ્યા છે : (૧) મિથ્યાત્વ, (૨) અવિરતિ, (૩) પ્રમાદ, (૪) કષાય અને (૫) યોગ.
અલગ-અલગ અપેક્ષાઓથી કર્મબંધના હેતુઓની સંખ્યામાં અંતર દૃષ્ટિગોચર થાય છે, પરંતુ તાત્વિક દૃષ્ટિથી કોઈ અંતર નથી. ક્યાંક-ક્યાંક કષાય અને યોગને જ કર્મબંધનું કારણ માનવામાં આવ્યું છે. આ કથનમાં મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાદને કષાયના અંતર્ગત સમાવિષ્ટ કરી લેવામાં આવે છે, કારણ કે એ કષાયના સ્વરૂપથી અલગ નથી પડતા. ક્યાંક મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ - એ ચાર કર્મબંધના કારણ કહેવામાં આવ્યા છે. આ કથનમાં પ્રમાદનો અવિરતિમાં સમાવેશ કરી લેવામાં આવે છે. કારણ કે પ્રમાદ એક રીતે અવિરતિ જ છે. કર્મપ્રકૃતિ વગેરે ગ્રંથોમાં એ ચાર બંધ-હેતુ માનેલા છે.
તાત્ત્વિક દૃષ્ટિથી બંધનાં કારણોની સંખ્યામાં અંતર હોવા છતાંય અલગ-અલગ કથન કરવાનો અભિપ્રાય અલગ-અલગ દૃષ્ટિઓનાં કારણ છે. કષાય અને યોગ, આ બે હેતુઓના કથનની પરંપરા કોઈ એક જ કર્મમાં સંભાવિત ચાર અંશોના કારણનું પૃથક્કરણ કરવા માટે છે. પ્રત્યેક કર્મબંધના ચાર અંશોનું નિર્માણ થાય છે - (૧) પ્રકૃતિ, (૨) સ્થિતિ, (૩) અનુભાગ અને (૪) પ્રદેશ. આ ચાર અંશોમાંથી પ્રકૃતિ અને પ્રદેશ અંશોના નિર્માણ યોગથી થાય છે અને સ્થિતિ તથા અનુભાગ રૂપ અંશોનું નિર્માણ કષાયથી થાય છે, આ દૃષ્ટિને લઈને કષાય તથા યોગને બંધહેતુ કહેવામાં આવ્યો છે.
આધ્યાત્મિક વિકાસના ચડાવ-ઉતારવાળી ભૂમિકા સ્વરૂપ ગુણસ્થાનોમાં બાંધનાર કર્મપ્રકૃતિઓના તરતમભાવના કારણને જોવા માટે મિથ્યાત્વ, અવિરતિ કષાય અને યોગને બંધહેતુઓના રૂપમાં પ્રતિપાદિત કર્યું છે. જે ગુણસ્થાનમાં જેટલા વધુ બંધહેતુ હશે, ત્યાં કર્મપ્રકૃતિઓનો બંધ પણ એટલો વધુ હશે અને બંધહેતુ જેટલા ઓછા હશે, બાંધનાર પ્રકૃતિઓ પણ ઓછી બંધાશે. ગુણસ્થાનોની દૃષ્ટિથી ચાર બંધહેતુ માનવાની પરંપરા છે.
જિજ્ઞાસુ શિષ્યોને વિસ્તારથી બંધહેતુઓનું જ્ઞાન થાય, આ અભિપ્રાયથી પ્રમાદને અવિરતિથી પૃથક કરીને બંધહેતુઓનું કથન કહેવામાં આવ્યું છે.
આસ્રવ તત્ત્વના નિરૂપણમાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગની વ્યાખ્યા કરી દીધી છે. જિજ્ઞાસુ એ પ્રકરણ જુએ. બંધના પ્રકારો :
ઉપર કહેવામાં આવ્યું છે કે પ્રત્યેક કર્મબંધમાં ચાર અંશોનું નિર્માણ થાય છે. જેમને પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, અનુભાગ બંધ અને પ્રદેશ બંધ કહે છે. એ ચાર જ બંધના પ્રકારો છે. જેમ ગાય વગેરે દ્વારા ખાધેલ ઘાસ વગેરે વસ્તુઓ જ્યારે દૂધના રૂપમાં પરિણત થાય છે, ત્યારે એમાં મધુરતાનો સ્વભાવ પેદા થાય છે. તે સ્વભાવ અમુક સમય સુધી એ જ રૂપમાં (બની) રહી શકે, એવી કાળ-મર્યાદા નિર્મિત હોય છે. મધુરતામાં તીવ્રતા કે મંદતા (૮૮) , , , , , જિણધામો)