________________
૧૦૧
બંધ તત્ત્વ ઃ એક અનુશીલન
આત્મા પોતાના મૌલિક રૂપમાં શુદ્ધ, વિજ્ઞાનઘન, ચિદાનંદમય તથા અનંત શક્તિ-સંપન્ન છે. પરંતુ તથાવિધ ભવિતવ્યતાયોગથી એનું આ શુદ્ધ મૌલિક સ્વરૂપ અનાદિકાળથી વિભાવ પરિણત છે. માટીથી ભરેલા સોનાની જેમ સંસારી આત્મા રાગ-દ્વેષ, મોહ, કષાય વગેરે વિભાવોથી પૂર્ણતઃ પ્રભાવિત છે. જેને કારણે તે પોતાનું મૌલિક સ્વરૂપ ભૂલીને વિભાવને જ સ્વભાવ માનવા લાગે છે અને એમાં જ આનંદ સમજવા લાગ્યો છે. આ વિભાવ તથા વિપરીત પરિણતિને કારણે આત્મા કર્મોનો બંધ કરે છે. તે બાંધેલાં કર્મો આત્માની મૌલિક શક્તિઓનું આવરણ અને ઘાત કરે છે, જેના ફળ સ્વરૂપ આત્મા પોતાની સ્વતંત્રતા ખોઈને કર્મબંધનોને આધીન થઈ જાય છે અને એમનો નચાવેલો નાચ નાચે છે. સમસ્ત સંસારી જીવોને કર્મરૂપી મદારી દ્વારા નચાવવામાં આવી રહ્યા છે. આત્મા અને કર્મોનો આ સંબંધ જ બંધ તત્ત્વ છે.
બંધની પરિભાષા કરતાં કહેવામાં આવ્યું છે
'सकषायत्वाज्जीवः कर्मणो योग्यान् पुद्गलानादत्ते । स बन्ध: ।' તત્ત્વાર્થ સૂત્ર, અ-૮, સૂત્ર-૨/૩ કષાય-પરિણત આત્મા કર્મ-યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે, તે બંધ છે. પુદ્ગલ દ્રવ્યની અનેક વર્ગણાઓ (પ્રકારો) છે, એમાંથી જે પુદ્ગલ વર્ગણાઓ કર્મરૂપ પરિણામને પ્રાપ્ત કરવાની યોગ્યતા રાખે છે, એમને ગ્રહણ કરીને જીવ પોતાના આત્મપ્રદેશો સાથે વિશિષ્ટ રૂપથી જોડી દે છે. આ અનાદિકાલીન કર્મ પુદ્ગલોના સંબંધને કારણે સ્વભાવતઃ અમૂર્ત આત્મા મૂર્તવત્ થઈ જાય છે - તેથી તે મૂર્ત કર્મ દલિકોને ગ્રહણ કરે છે. જેમ દીવો બત્તી દ્વારા તેલને ગ્રહણ કરી પોતાની ઉષ્ણતા દ્વારા એને જ્વાલામાં પરિણત કરે છે, એમ જ આત્મા કાષાયિક વિકાર દ્વારા કર્મયોગ્ય દલિકોને ગ્રહણ કરી એમને કર્મરૂપમાં પરિણત કરી લે છે. આત્મપ્રદેશોની સાથે કર્મ-દલિકોનો આ સંબંધ જ બંધ કહેવાય છે.
જેમ કોઈ વ્યક્તિ શરીર પર તેલ લગાવીને અખાડાની માટીમાં આળોટે છે તો એના
શરીર પર માટી ચિપકી (ચોંટી) જાય છે, એ જ રીતે કષાય વગેરે વિકારોની ચીકણાઈના કારણે કર્મ-પુદ્ગલ આત્મા સાથે ચોંટી જાય છે, બંધાઈ જાય છે.
ર
કર્મ અને આત્માનો આ સંબંધ સર્પકંચુકીવત્ ઉપર-ઉપરથી જ સ્પષ્ટ નથી હોતો, પણ ક્ષીર-નીરની જેમ એકમેક રૂપ બંધ થાય છે. જેમ તપ્ત લોખંડના પિંડમા અણુ-અણુમાં અગ્નિનો પ્રવેશ થઈ જાય છે, એ જ રીતે આત્માના પ્રત્યેક પ્રદેશની સાથે અનંતાનંત કર્મદલિકોને ક્ષીર-નીરવત્ એકમેકરૂપ બંધ થાય છે. જેમ તપ્તથી કે તેલમાં છોડેલી (નાખેલી) પૂરી બધી તરફથી તેલને ગ્રહણ કરે છે, એ જ રીતે આત્મા સ્વક્ષેત્રાવગાઢ કર્મદલિકોના કષાય વગેરે કારણોથી સર્વાત્મપ્રદેશોથી ગ્રહણ કરે છે.
બંધ તત્ત્વ : એક અનુશીલન
૯૮૭