________________
(૩) કર્મ-વ્યત્સર્ગ : આઠ પ્રકારનાં કર્મોના બંધનાં કારણોનો ત્યાગ કરવો કર્મવ્યુત્સર્ગ તપ છે.
આમ, જે સાધક મમતાનો બંધનોને તોડી નાખે છે, તે વ્યુત્સર્ગ તપની સાચી આરાધના કરે છે. ઉક્ત રીતિથી છ પ્રકારના બાહ્ય અને છ પ્રકારના આત્યંતર તપના આરાધનથી કર્મોની મહાન નિર્જરા થાય છે. નિર્જરાની પ્રત્યે તપ અસાધારણ કારણ છે, તેથી તપના બાર ભેદને જ નિર્જરાના બાર ભેદોના રૂપમાં ગણાવ્યા છે. તપ અને નિર્જરામાં કાર્ય કારણભાવ સંબંધ છે. તપ કારણ છે અને નિર્જરા કાર્ય છે. કાર્ય-કારણના અભેદને માનીને તપના બાર ભેદો નિર્જરાના બાર ભેદો બતાવ્યા છે.
નિર્જરાની તરતમતા ઃ જો કે સકળ સંસારી આત્માઓમાં કર્મ-નિર્જરાનો ક્રમ અનવરત ગતિશીલ રહે છે. છતાં મોક્ષમાર્ગની અંગભૂત નિર્જરા જ ઉપાદેય હોય છે. આ દૃષ્ટિએ યથાર્થ મોક્ષાભિમુખતા સમ્યગૃષ્ટિની પ્રાપ્તિથી પ્રારંભ થાય છે અને જિન અવસ્થામાં પરિપૂર્ણ થાય છે. સમ્યગ્દષ્ટિની પ્રાપ્તિથી લઈને સર્વજ્ઞદશા સુધી મોક્ષાભિમુખતાના દસ વિભાગ કરવામાં આવ્યા છે, જેમાં પૂર્વ-પૂર્વની અપેક્ષા ઉત્તર-ઉત્તર વિભાગમાં પરિણામની વિશુદ્ધિ વધુ હોવાથી નિર્જરા પણ વધુ થાય છે. કર્મનિર્જરાના આ તરતમભાવમાં સૌથી ઓછી નિર્જરા સમ્યગુષ્ટિ કરી, એનાથી અસંખ્ય ગુણ નિર્જરા શ્રાવકની હોય છે. શ્રાવકની અપેક્ષા સર્વવિરતિમાં અસંખ્ય ગુણ નિર્જરા, એનાથી અનંતાનુબંધી કષાયના વિયોજકની અસંખ્ય ગુણ નિર્જર, એનાથી દર્શનમોહના ક્ષેપકની નિર્જરા અસંખ્ય ગુણ, એનાથી મોહની શેષ પ્રકૃતિઓના ઉપશમકની નિર્જરા અસંખ્ય ગુણ, એનાથી ઉપશાંતમોહ જેમાં ઉપશમ પૂર્ણ થઈ ચૂક્યો હોય, એની અસંખ્ય ગુણ નિર્જરા, એનાથી મોહની શેષ પ્રકૃતિઓના ક્ષેપક, જેમાં મોહનો ક્ષય કાર્યરત્ હોય, એની અસંખ્ય ગુણ નિર્જરા, એનાથી ક્ષીણમોહની અને એનાથી સર્વજ્ઞ જિનની અસંખ્ય ગુણ નિર્જરા હોય છે.
આમ, નિર્જરા તત્ત્વનું નિરૂપણ પૂર્ણ થયું. કાયોત્સર્ગના ઓગણીસ દોષ?
घोडक' लया य खंभे कुड्डे माले य सबरि बहु नियले । लंबुत्तर थण उड्ढी संजय खलिणे१२ य वायस कविढे१४ । सीसोकंपिय५ मूई१६ अंगुलि-भमुहा७ य वारुणी८ पेहा ।
T U T૩સી વંતિ રોના રૂપાવી ! (૧) ઘોટક દોષ : ઘોડાની જેમ એક પગને વાળીને ઊભા થવું. (૨) લતા દોષ ઃ પવન-પ્રકંપિત લતાની જેમ કાંપવું. (૩) સ્તંભકુફદ્ય દોષ ઃ થાંભલો કે દીવાનો સહારો લેવો. (૪) માલદોષ : માલ અર્થાતુ ઉપરની તરફ કોઈની સહારે મસ્તક લગાવીને ઊભા થવું. (૫) શબરી દોષઃ નગ્ન ભીલડીના સમાન બંને હાથ ગુહ્યસ્થાન પર રાખીને ઊભા રહેવું.
[ ધ્યાન 0000000000000000000(૯૮૫)