________________
समत्वमवलम्ब्याथ ध्यानं योगी समाश्रयेत् । बिना समत्वमारब्धे ध्याने स्वात्मा विडम्ब्यते ॥
- યોગશાસ્ત્ર પ્રકાશ ૪, શ્લોક-૧૧૧ આચાર્ય કહે છે કે - “ધ્યાનની સીડી ઉપર ચડતાં પહેલાં ઇન્દ્રિયોનું ગોપન કરવું જોઈએ, એનાથી મનશુદ્ધિ કરવી જોઈએ અને રાગ-દ્વેષને જીતીને સમતાનો અભ્યાસ કરવો જોઈએ. સમતાનો અભ્યાસ થવાથી ધર્મધ્યાન, શુક્લધ્યાનનું અવલંબન લેવું જોઈએ.” આ ક્રમને ધ્યાનમાં રાખ્યા વિના અંધાનુકરણ કરીને જે મૂઢ લોકો ધ્યાન કરવા લાગે છે, તે ઉભયતઃ શ્રુત થાય છે. તે આત્મ વિડંબના કરે છે. જે વિધિપૂર્વક ધ્યાન કરે છે, તે આત્મહિતનું સાધન કરે છે, કારણ કે મોક્ષ કર્મક્ષયથી થાય છે અને કર્મક્ષય આત્મજ્ઞાનથી થાય છે અને આત્મજ્ઞાન ધ્યાનથી પ્રાપ્ત થાય છે. તેથી ધ્યાન આત્મા માટે હિતકારી છે. ૬. સુત્સર્ગ તપઃ
બાહ્ય અને આત્યંતર ઉપધિનો ત્યાગ કરવો વ્યુત્સર્ગ નામનું છઠું આત્યંતર તપ છે. ધન-ધાન્ય વગેરે બાહ્ય પદાર્થોની મમતાનો ત્યાગ કરવો બાહ્યોપધિ વ્યુત્સર્ગ છે અને શરીરની મમતાનો ત્યાગ તથા કાષાયિક વિકારોનો ત્યાગ કરવો આવ્યંતરોપધિ વ્યુત્સર્ગ છે.
બીજી અપેક્ષાથી વ્યુત્સર્ગના બે ભેદો છે - દ્રવ્ય અને ભાવ.
દ્રવ્ય-વ્યત્સર્ગના ચાર ભેદો છે : (૧) શરીર-વ્યુત્સર્ગ, (૨) ગણ-બુત્સર્ગ, (૩) ઉપધિ-વ્યત્સર્ગ અને (૪) ભક્તપાન વ્યુત્સર્ગ.
(૧) શરીર-વ્યત્સર્ગ : શરીરની મમતાનો ત્યાગ કરીને એની વિભૂષા કે સાર સંભાળ ન કરવી શરીર-વ્યુત્સર્ગ તપ છે.
(૨) ગણ-વ્યત્સર્ગઃ પૂર્વોનો જ્ઞાનવાન (કોઈ વિશિષ્ટ પ્રતિમાની સાધના હેતુ) ક્ષમાવાન, જિતેન્દ્રિય, અવસરનો જ્ઞાતા, ધીર, વીર , દઢ-સંહનનવાળો અને શુદ્ધ શ્રદ્ધાવાન - આ આઠ ગુણોનો ધારક મુનિ ગુરુની અનુમતિથી વિશિષ્ટ આત્મ-સાધના માટે ગચ્છનો ત્યાગ કરીને એકલ વિહાર કરે છે, આ ગુણ-ત્રુત્સર્ગ તપ છે.
(૩) ઉપધિ-વ્યત્સર્ગ ઃ વસ્ત્ર-પાત્ર વગેરેની મમતા(મૂચ્છ ભાવના)નો ત્યાગ કરવો.
(૪) ભક્તપાન-વ્યત્સર્ગ : નવકારસી, પૌરસી વગેરે તપ કરવું તથા ખાવા-પીવાનાં દ્રવ્યોનું પરિમાણ કરવું ભક્તપાન-વ્યુત્સર્ગ તપ છે.
ભાવ-બ્રુત્સર્ગ તપના ત્રણ ભેદો છે : (૧) કષાય-વ્યત્સર્ગ, (૨) સંસાર-બુત્સર્ગ અને (૩) કર્મ-વ્યુત્સર્ગ.
(૧) કષાય-બુત્સર્ગ ઃ ક્રોધ વગેરે કષાયોને ઓછા કરવા કષાય-વ્યત્સર્ગ છે.
(૨) સંસાર-વ્યુટાર્ગ : ચાર ગતિ રૂપ સંસારનાં કારણોનો ત્યાગ કરવો સંસારવ્યુત્સર્ગ છે. (૯૮૪)
વીર જ છે આ જિણધમો)