________________
શુકલધ્યાનનાં ચાર ચિહનોઃ ચાર બાહ્ય ચિહ્નોથી શુક્લધ્યાનની ઓળખ થાય છે:
(૧) અવ્યયઃ શુક્લધ્યાની પરિષહ - ઉપસર્ગોથી કરીને વ્યથાનો અનુભવ નથી કરતો. તે ધ્યાનથી ચલિત નથી થતો.
(૨) અસમ્મોહ : શુક્લધ્યાનીને સૂક્ષ્મ ઊંડા વિષયોમાં પણ સમ્મોહ નથી થતો, અથવા દેવાદિત્ય માયામાં સમ્મોહ નથી થતો.
(૩) વિવેક : શુક્લધ્યાની આત્માને દેહથી તથા સર્વ સંયોગોથી અલગ સમજે છે. (૪) વ્યુત્સર્ગ ઃ શુક્લધ્યાની નિસ્ટંગ થવાથી દેહ તથા ઉપધિનો ત્યાગ કરે છે.
શુક્લધ્યાનનાં ૪ આલંબનો : (૧) ક્ષમા, (૨) માર્દવ, (૩) આર્જવ અને (૪) મુક્તિનું આલંબન લઈને જીવ શુક્લધ્યાન પર ચડે છે.
શુક્લધ્યાનની ચાર ભાવનાઓ : નીચેની ચાર ભાવનાઓથી શુક્લધ્યાન પરિપુષ્ટ બને છે ?
(૧) અનંતાનુવર્તિતાનુપ્રેક્ષા, (૨) વિપરિણામોનુપ્રેક્ષા, (૩) અશુભાનુપ્રેક્ષા અને (૪) અપાયાનુપ્રેક્ષા.
(૧) અનંતાનુવર્તિતાનુપ્રેક્ષા ઃ આ જીવ અનંત કાળથી સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. એણે અનંત પુદ્ગલ પરાવર્તન કર્યા છે. આમ, ચિંતન કરવું અનંતાનુવર્તિતાનુપ્રેક્ષા છે.
(૨) વિપરિણામાનુપ્રેક્ષા : વસ્તુના પરિણમન પર વિચાર કરવો, સંધ્યાકાળની લાલિમા, ઈન્દ્રધનુષ અને ઝાકળ બિંદુ મનોહર પ્રતીત થાય છે, પરંતુ ક્ષણભરમાં નષ્ટ થઈ જાય છે. દેવો સુધીની ઋદ્ધિઓ ક્ષીણ થઈ જાય છે. જોતાં જોતાં આ સુંદર શરીર જરાજીર્ણ થઈને રાખમાં મળી જાય છે વગેરે ચિંતન કરવું વિપરિણામાનુપ્રેક્ષા છે.
(૩) અશુભાનુપ્રેક્ષા : સંસારની અશુભતાનું ચિંતન કરવું. જેમ ધિક્કાર છે આ શરીરને, જેમાં એક સુંદર રૂપવાન વ્યક્તિ મરીને પોતાનાં જ મૃત શરીરમાં કૃમિ રૂપથી ઉત્પન્ન થઈ જાય છે, વગેરે રૂપથી ચિંતન કરવું અશુભાનુપ્રેક્ષા છે.
(૪) અપાયાનુપ્રેક્ષા : આસવોથી થનારાં દુષ્પરિણામોનું ચિંતન કરવું અપાયાનુપ્રેક્ષા છે.
ઉક્ત ચાર ધ્યાનોમાંથી આર્ત-રૌદ્ર ધ્યાન હેય છે અને ધર્મધ્યાન, શુક્લધ્યાન મોક્ષ-હેતુ હોવાથી ઉપાદેય છે. ધ્યાનની સાર્થકતા : - આચાર્ય હેમચંદ્ર “યોગશાસ્ત્ર'માં કહે છે કે – “સમતાનું આલંબન લીધા પછી યોગીજન ધ્યાનનો આશ્રય લે છે. કારણ કે સમતા વિના ધ્યાન કરવું આત્માની વિડંબના કરે છે. સમતાથી ધ્યાનની સાર્થકતા છે.” કહે છે - [ ધ્યાન
છે કે જે આજે ૯૮૩)