________________
આવી છે, એમાં ધર્મધ્યાનપૂર્વક જ શુક્લધ્યાન હોય છે, ધર્મધ્યાનની ભૂમિકાને છોડીને શુક્લધ્યાન બની શકતું નથી, એ દૃષ્ટિબિંદુથી બારમા ગુણસ્થાન સુધી ધર્મધ્યાનનું સ્વરૂપ લેવું જોઈએ તથા અપવાદ સ્વરૂપ કેટલાક આત્માઓ શુક્લધ્યાનના અવલંબન શ્રત વગર જ પરિણામોની અત્યાધિક ઉજ્વળતાથી કેવળ જ્ઞાનની ઉપલબ્ધિ કરી લે છે. એમાં પ્રમુખતા ધર્મની રહે છે તથા ગૌણ રૂપમાં શુક્લનો પ્રવેશ થઈને કેવળજ્ઞાનની ઉપલબ્ધિ થઈ જાય છે. કૂરગડૂ મુનિવરને સંવત્સરીના દિવસે પણ ખીચડી ખાતા સમયે કેવળજ્ઞાનની ઉપલબ્ધિ તથા વલકલચીરીને ઝૂંપડીને સાફ કરતા-કરતા કેવળજ્ઞાન મેળવી લેવું, વગેરે અપવાદિક ઉદ્ધરણો છે. ન કે રાજમાર્ગ. દિગંબર સમાજમાં જે ધર્મધ્યાનને ચતુર્થ ગુણસ્થાનથી પ્રારંભ માન્યો છે, તે પણ આંશિક દૃષ્ટિથી લેવામાં આવશે ત્યારે જ સમુચીત (બરાબર) હશે, અન્યથા પરિપૂર્ણ ધર્મધ્યાનની માત્રાની દૃષ્ટિથી તો અનેક દૂષણોનો સામનો કરવો પડશે. કારણ કે ચતુર્થ ગુણસ્થાનવર્તી આત્માઓની છ ભાવલેશ્યા પણ જોવા મળે છે. જ્યારે કે પરિપૂર્ણ ધર્મધ્યાનવાળા સાધક માટે છ ભાવલેશ્યાઓ સંગત નથી બેસતી. સાતમામાં જ ધર્મધ્યાનને સમાપ્ત કરી દેવું અને આઠમાંથી જ શુક્લધ્યાનની માન્યતા યુક્તિસંગત નથી લાગતી. કારણ કે શુક્લધ્યાન ધર્મધ્યાનની ભૂમિકાપૂર્વક જ બની જાય છે, ન કે ધર્મધ્યાનની ભૂમિકાને સર્વથા છોડીને. શુક્લધ્યાનની અવસ્થામાં ધર્મધ્યાનની અવસ્થાનું ગૌણ રૂપથી કથન કરવામાં આવે છે, ન કે નિષિદ્ધ રૂપમાં. તેથી જો દિગંબર સંપ્રદાય તથા શ્વેતાંબર સંપ્રદાય ઉપરોક્ત મુખ્ય ગૌણ ભાવથી સમન્વયાત્મક દૃષ્ટિથી ચિંતન કરે છે તો બંનેમાં વિસંગતિ થતી નથી. અન્યથા વિસંગતિ થવી સ્વાભાવિક છે. ૪. શુ ધ્યાન :
જે આત્માના આઠ કર્મરૂપી મેલને ધોઈને એને સ્વચ્છ-ધવલ બનાવી દે છે, તે શુક્લધ્યાન છે. એના ચાર ભેદો છે - જે એના પાયા કહેવામાં આવે છે ઃ (૧) પૃથકત્વવિતર્ક-સવિચાર, (૨) એકત્વવિતર્ક-અવિચાર, (૩) સૂમક્રિયા-અનિવૃત્તિ અને (૪) સમુચ્છિન્નક્રિયા-અપ્રતિપાતી.
(૧) પૃથફત્વવિતર્ક-સવિચાર : પૂર્વગત શ્રુત અનુસાર વિવિધ નયોથી પદાર્થોની પર્યાયોનું અલગ-અલગ રૂપમાં ચિંતન કરવું અને શબ્દ, અર્થ તથા યોગમાં સંક્રમણ કરવું પૃથકત્વવિતર્ક-સવિચાર નામનું પ્રથમ શુક્લધ્યાન છે. આ પ્રથમ શુક્લધ્યાનનો ધ્યાતા પૂર્વગત શ્રુતાનુસાર એક દ્રવ્યની વિવિધ પર્યાયોના વિવિધ નયો દ્વારા ભેદપ્રધાન ચિંતન કરે છે, તેથી આને પૃથકત્વ કહેવામાં આવ્યો છે. આ ચિતન પૂર્વશ્રુતાનુસારી હોય છે, તેથી આને વિતર્ક કહેવામાં આવે છે. આ ચિંતન એક દ્રવ્યથી બીજા દ્રવ્ય ઉપર અને એક પર્યાયથી બીજી પર્યાય ઉપર કે દ્રવ્યથી પર્યાય ઉપર અને પર્યાયથી દ્રવ્ય ઉપર સંક્રમિત થતો રહે છે, એક અર્થથી બીજા અર્થ ઉપર, એક શબ્દથી બીજા શબ્દ ઉપર, અર્થથી શબ્દ ઉપર અને શબ્દથી અર્થ ઉપર પણ સંક્રમિત થતો રહે છે તથા એમાં એક યોગથી બીજા યોગમાં સંક્રમ થાય છે, તેથી આને સવિચાર કહેવામાં આવે છે. આમ, પૃથકત્વવિતર્ક-સવિચાર નામનું આ શુક્લધ્યાનનો પ્રથમ ભેદ છે. [ ધ્યાન છે
(૯૮૧)