________________
ધર્મધ્યાનના ચાર આલંબનઃ ધર્મધ્યાન રૂપી પ્રાસાદ પર ચડવા માટે ચાર આલંબન છેઃ (૧) વાચના : સૂત્ર વગેરેનું પઠન-પાઠન. (૨) પૃચ્છના : સૂત્ર વગેરેમાં શંકા થવાથી નિવારણ-હેતુ પ્રશ્ન પૂછવા. (૩) પરિવર્તન : વાંચેલા સૂત્ર વગેરેની પુનઃ પુનઃ આવૃત્તિ કરવી. (૪) અનુપ્રેક્ષા : સૂત્રાર્થનું ચિંતન-મનન કરવું.
ધર્મધ્યાનની ચાર ભાવનાઓ : ધર્મધ્યાનની પુષ્ટિ માટે ચાર ભાવનાઓ બતાવવામાં આવી છે : (૧) એકત્વભાવના (૨) અનિત્યભાવના (૩) અશરણભાવના અને (૪) સંસારભાવના.
(૧) એકત્વભાવના : હું એકલો છું, મારું કોઈ નથી અને ન હું કોઈનો છું' આ રીતે આત્માના એકત્વનું ચિંતન કરવું એકત્વભાવના છે.
(૨) અનિત્યભાવના : “સંસારના બધા પદાર્થ ધન-દોલત-પરિવાર, શરીર વગેરે નશ્વર છે, અનિત્ય છે, ક્ષણભંગુર છે' - આ રીતે વિચાર કરવો અનિત્યભાવના છે.
(૩) અશરણભાવના : “જન્મ-જરા-મૃત્યુથી પીડિત પ્રાણી માટે કોઈપણ શરણરૂપ નથી, માત્ર જિનેન્દ્ર પ્રવચન જ શરણરૂપ છે, એને છોડીને કોઈપણ જીવ માટે શરણભૂત નથી' - એવું ચિંતન કરવું અશરણભાવના છે.
(૪) સંસારભાવના : સંસારની વિચિત્રતાઓનું ચિંતન કરવું, યથા - એક ભવની માતા અન્ય ભવમાં સ્ત્રી, પુત્રી, બહેન બની જાય છે, એક ભવનો પિતા અન્ય ભવમાં પુત્રાદિના રૂપમાં થઈ જાય છે. - આ પ્રકારે ચિંતન કરવું સંસારભાવના છે.
યોગશાસ્ત્ર અનુસાર ધર્મધ્યાનના ચાર ભેદો : (૧) પિંડસ્થ, (૨) પદસ્થ, (૩) રૂપસ્થ અને (૪) રૂપાતીત.
(૧) પિંડસ્થ પિંડસ્થધ્યાન પિંડથી સંબંધિત છે. પિંડ અનેક પ્રકારના હોય છે. એમાં ચૌદ રાજૂ લોકની ઉપમા નાચતા ભોપાના રૂપમાં આપી છે. એ પિંડનું ચિંતન કરવું અર્થાતુ ચૌદ રાજૂ લોકમાં કયાં-કયાં તત્ત્વો કયાં-કયાં રૂપમાં રહેલાં છે ? કયા-કયાનો શું શું સ્વભાવ તથા વિભાવ છે ? કોણ નાશવાન છે તથા કોણ અવિનાશી છે, વગેરે ચિંતનની સાથે સમગ્ર દૃષ્ટિથી હેય-જ્ઞય-ઉપાદેયનું ચિંતન, તે અનુસાર હેય, શેયને યથાસ્થાને જાણવું અને છોડવું, ઉપાદેય જે આધ્યાત્મિક નિજસ્વરૂપ છે, એને ગ્રાહ્ય કરીને સમુદ્ર-મંથનની જેમ લોક-મંથનનો નિષ્કર્ષ આધ્યાત્મિક સ્વરૂપને અભિવ્યક્ત કરવાની દૃષ્ટિથી લોકરૂપ પિંડનું ચિંતન પિંડસ્થસ્થાનના અંતર્ગત આવે છે.
બીજું પિંડ પૃથ્વી પિંડ, વાયવીય પિંડ, જલીય પિંડ, આગ્નેય પિંડ વગેરે પિંડોના વર્ણાદિકની દૃષ્ટિએ એ પદાર્થોનું વર્ણ, ગંધ વગેરે તાદામ્ય ગુણ રહેલો છે. એમ જ આત્મીય પિંડમાં જ્ઞાન-દર્શન-ચારિત્ર વગેરે ગુણ તાદાભ્ય રૂપમાં રહેલો છે. આ પ્રકારનું ચિંતન
[ ધ્યાન 00000000000000000000 (૯૦૯)