________________
ઉણોદરી તપ સંક્ષેપમાં પાંચ પ્રકારનું છે - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને પર્યાય ઉણોદરી. જેનો જેટલો આહાર છે, એનાથી જઘન્ય એક કણ પણ ઓછો આહાર કરવો દ્રવ્ય ઉણોદરી છે.
ગામ, નગર, રાજધાની, નિગમ વગેરે વિવિધ ક્ષેત્રોમાંથી અમુક-અમુક ક્ષેત્રોમાં જ ભિક્ષાચારી માટે જવું ક્ષેત્ર ઉણોદરી છે. આ પ્રકારની ભિક્ષાચારી ક્ષેત્ર-સંબંધિત અભિગ્રહ કરીને કરવામાં આવે છે. એવા છ અભિગ્રહ બતાવવામાં આવે છે - (૧) પેટિકા, (૨) અર્ધ-પેટિકા (૩) ગોમૂત્રિકા, (૪) પતંગવીથિકા, (૫) શખૂકાવત્ત અને (૬) ગત-પ્રત્યાગતા.
પેટિકા : ભિક્ષાસ્થાન (ક્ષેત્ર)ને પેટી સમાન ચાર ખૂણાઓમાં વિભક્ત કરી વચ્ચેનાં સ્થાનોને છોડતાં માત્ર, ખૂણાના ઘરોમાં ભિક્ષાર્થ જવું.
અર્ધ-પેટિકા : ઉપર્યુક્ત ચાર ખૂણાઓનાં ઘરોમાંથી માત્ર બે ખૂણાઓનાં ઘરોમાં જ ભિક્ષાર્થ જવું.
ગોમૂત્રિકા ઃ ગોમૂત્રિકોની જેમ આડી-અવળી રીતથી અર્થાત્ આમને-સામનેની બંને પંક્તિઓનાં ઘરોમાંથી પ્રથમ અને પંક્તિના ઘરથી થોડો આહાર લેવો, પછી બીજી પંક્તિના ઘરમાંથી આહાર લેવો, પુનઃ પ્રથમ પંક્તિના ઘરથી આહાર લેવો, આ ગોમૂત્રિકા ભિક્ષાચારી છે.
પતંગવીથિકા : પતંગના ઊડવાની જેમ એક ઘરથી આહાર લઈને પછી કેટલાંક (થોડા) ઘરોને છોડીને આગળના ઘરથી આહાર લેવો.
શખૂકાવત્ત : શંખના આવર્તની જેમ ગોળાકાર ફરીને ગોચરી કરવી. એના બે ભેદો છે - બાહ્ય અને આત્યંતર.
ગત-પ્રત્યાગતા એક પંક્તિમાં પ્રારંભથી લઈને અંતિમ ઘર સુધી ભિક્ષા માટે જઈને ત્યાંથી પાછો આવતાં બીજી પંક્તિમાં આહાર ગ્રહણ કરવો.
ઉક્ત છ પ્રકારના અભિગ્રહોમાંથી કોઈપણ પ્રકારનો અભિગ્રહ ગ્રહણ કરીને ગોચરી માટે નીકળવું ક્ષેત્ર ઉણોદરી તપ છે.
જ્યાં સરસ આહારની ઉપલબ્ધિ સંભવ હોય, સંકલ્પપૂર્વક અને ક્ષેત્રને છોડીને અન્ય ક્ષેત્રમાં ગોચરી કરવું પણ ક્ષેત્ર ઉણોદરી છે.
કાળ ઉણોદરી : દિવસના ચાર પ્રહરો(પહોરો)માંથી અમુક પ્રહરમાં ભિક્ષા માટે જવું અથવા ત્રીજા પ્રહરના અંતિમ ભાગમાં ભિક્ષાર્થ જવું અને શેષ કાળમાં ન જવું, કાળ ઉણોદરી તપ છે.
ભાવ ઉણોદરી : સ્ત્રી કે પુરુષ, અલંકૃત કે અનલંકૃત, અમુક વયવાળી, અમુક વસ્ત્રવાળી, અમુક વર્ણવાળી, અમુક ભાવવાળી વ્યક્તિ આહાર આપશે તો લઈશ - આ પ્રકારનો અભિગ્રહ કરવો ભાવ ઉણોદરી છે.
[ તપનું નિરૂપણ )OOOOOOOOOOOOOX૫૦)