________________
(૮) પ્રાન્તાહાર : બધાના જમી લીધા પછી આહાર વગેરે લેવો.
(૯) ક્ષાજ્ઞાર : લૂખો-સૂકો આહાર કરવો. ક્યાંક-ક્યાંક તુચ્છાહાર પણ બતાવવામાં આવ્યો છે, જેનો અર્થ છે સત્ત્વ રહિત નિઃસાર ભોજન કરવું.
ઉક્ત રીતિથી રસપરિત્યાગ તપ કરનાર આત્માર્થી અણગાર પ્રશમભાવમાં લીન રહીને મોક્ષમાર્ગની આરાધના કરે છે.
૫. કાયાક્લેશ :
જૈન સાધક શ્રમણ કહેવાય છે. શ્રમણનો અર્થ છે - ‘શ્રામ્યતીતિ શ્રમળ:’. જે શ્રમશીલ હોય, તે શ્રમણ છે. જે સાધક શ્રમયુક્ત તપથી પોતાનું શરીર, ઇન્દ્રિય અને મનને કસે છે, પોતાની સુકુમારતાનો પરિત્યાગ કરે છે, સુખશીલતાને છોડે છે, તે આત્મનિગ્રહ હેતુ વિભિન્ન પ્રકારના શારીરિક ક્લેશોને આનંદ સાથે સહન કરે છે. જ્ઞાનપૂર્વક આત્મદૃષ્ટિને જાગૃત રાખતાં જે શરીરનું દમન કરવામાં આવે છે, તે કાયક્લેશ તપ છે. કાયાક્લેશ તપના કોઈ નિશ્ચિત પ્રકારો નથી, છતાં શાસ્ત્રોમાં વિવિધ પ્રકારનાં આસનોને તથા શીત-આતાપના, લોચ વગેરેને કાયક્લેશ તપના રૂપમાં બતાવવામાં આવ્યા છે. સામાન્ય રીતિથી કાયક્લેશના તેર ભેદોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે આ પ્રમાણે છે :
(૧) ટાક્રુિતિર્ : ઊભા રહીને કાયોત્સર્ગ કરવો.
(૨) તાળારૂપ : આસન વિશેષથી બેસીનો કાયોત્સર્ગ કરવો.
(૩) ૩વવુડુયામળિÇ : પુટ્ટે (નિતંબ)ને ન ટકાવતાં પગ ઉપર જ આધાર રાખીને માથાને ઘૂંટણની વચ્ચે ઝુકાવીને બેસવું.
(૪) પડિમાનાÇÇ : સાધુની બાર પ્રતિમાઓનો અંગીકાર કરીને વિચરવું.
સાધુની બાર પ્રતિમાઓ :
(૧) પહેલી પ્રતિમામાં એક મહિના સુધી એક દત્તિ આહાર અને એક દૃત્તિ પાણી લેવા. (૨) બીજી પ્રતિમામાં બે મહિના સુધી બે દત્તિ આહાર અને બે દત્તિ પાણી લેવા. (૩) ત્રીજી પ્રતિમામાં ત્રણ મહિના સુધી ત્રણ દત્તિ આહાર અને ત્રણ દત્તિ પાણી લેવા. (૪) ચોથી પ્રતિમામાં ચાર મહિના સુધી ચાર દત્તિ આહાર-પાણી લેવા.
(૫) પાંચમી પ્રતિમામાં પાંચ મહિના સુધી પાંચ-પાંચ દત્તિ આહાર-પાણી લેવા.
(૬) છઠ્ઠી પ્રતિમામાં છ મહિના સુધી છ-છ દત્તિ આહાર-પાણી લેવા. (૭) સાતમી પ્રતિમામાં સાત મહિના સુધી સાત-સાત દત્તિ આહાર-પાણી લેવા.
(૮) આઠમી પ્રતિમામાં સાત દિવસ સુધી ચૌવિહાર એકાંતર તપ કરવું, દિવસમાં સૂર્યની
આતાપના લેવી, રાતમાં વસ્રરહિત રહેવું, રાતના ચારેય પ્રહરો સીધા (ચત્તા) ઊંઘ્યા રહેવું કે એક બાજુથી ઊંઘતા રહેવું કે કાયોત્સર્ગમાં બેઠા રહેવું - આ ત્રણેયમાંથી તપનું નિરૂપણ
૯૬૧