________________
કોઈપણ એક આસનથી સ્થિર રહેવું. દેવ, મનુષ્ય કે તિર્યંચ સંબંધિત કોઈ ઉપસર્ગ
આવે તો ધર્યની સાથે સહન કરવું. ચલાયમાન ન થાય, ક્ષોભ ન કરે. (૯) નવમી પ્રતિમા આઠમીના જેવી જ છે. વિશેષતા એ છે કે દંડાસન, લગુડાસન અથવા
ઉત્કટાસનમાંથી કોઈ એક આસનથી રાત વિતાવે. સીધા ઊભા રહેવું કે પગની એડી અને મસ્તકનું શિખાસ્થાન જમીન ઉપર લગાવીને આખું શરીર તીર(કમાન)ની જેમ અધ્ધર
રાખવું લગુડાસન છે, અને બંને ઘૂંટણોની વચ્ચે માથું ઝુકાવીને રાખવું ઉત્કટાસન છે. (૧૦) દસમી પ્રતિમા -આ પણ આઠમીની સમાન જ છે. વિશેષતા એ છે કે ગોદુહાસન, વીરાસન
અને અમ્બકુન્ધાસનમાંથી કોઈ એક આસન કરીને રાત વિતાવે. ગાયને દોહતા સમયે જે આસન થાય છે, તે ગોદુહાસન છે. ખુરશી પર બેઠેલી વ્યક્તિની ખુરશી હટાવવાથી જે
આસન થાય છે તે વીરાસન છે. માથું નીચે અને પગ ઉપર રાખવા અમ્બકુબ્બાસન છે. (૧૧) અગિયારમી પ્રતિમા - આ પ્રતિમા એક રાત-દિવસની છે. ચૌવિહાર બેલા કરીને શરૂ
કરવામાં આવે છે. ગામની બહાર જઈને બંને પગોને થોડા સંકોચીને (વાળીને) ઊભા
રહે અને બંને હાથોને ચૂંટણી સુધી લાંબા રાખીને ધ્યાનસ્થ રહે. (૧૨) બારમી પ્રતિમા - અષ્ટમભક્ત કરો. ત્રીજા દિવસે મહાકાળ (ભયંકર) સ્મશાનમાં એક
વસ્તુ ઉપર અચળ દૃષ્ટિ રાખીને કાયોત્સર્ગ કરો. દેવ, દાનવ, માનવ કે તિર્યંચ સંબંધિત ઉપસર્ગ થવાથી જો ચલિત થઈ જાય છે તો (૧) ઉન્માદની પ્રાપ્તિ થાય છે (૨) દીર્ઘ કાળ સુધી રહેનારને રોગ પેદા થઈ જાય છે અને (૩) જિનપ્રણીત ધર્મથી ટ્યુત થઈ જાય છે. એનાથી વિપરીત જો કોઈ નિશ્ચલ રહે છે તો (૧) અવધિજ્ઞાન, (૨) મન:પર્યયજ્ઞાન અને (૨) કેવળજ્ઞાનમાંથી કોઈ એક જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
- જૈન તત્વપ્રકાશ (૫) વીરા : ખુરશી ઉપર બેઠેલા પુરુષની નીચેથી ખુરશી ખસેડી લેવાથી જે અવસ્થા થાય છે, તે વિરાસન છે. એવા આસનથી બેસવું.
(૬) નૈસન્નિઃ આસન વિશેષથી (કોઈ એક આસનથી) ભૂમિ પર બેસવું. (૭) વUડાયાઃ ભૂમિ પર દંડના સમાન પડેલા લાંબા સૂઈને તપ કરવું.
(૮) નાઇકુશાયી : જે આસનમાં પગોની બંને એડીઓ અને માથું પૃથ્વી પર લાગે (અડે), બાકીનું શરીર પૃથ્વીથી ઉપર અધ્ધર ઊઠેલું રહે, તે લગંડઆસન છે. અથવા માત્ર પીઠનો ભાગ પૃથ્વી પર રહે બાકી આખું શરીર જમીનથી ઉપર અધ્ધર રહે, એને લગડઆસન કહે છે. આ પ્રકારના આસનથી તપ કરવું.
(૯) માયાવU : શિયાળાની ઠંડીમાં બેસીને અને ઉનાળામાં સૂર્યની પ્રચંડ ગરમીમાં બેસીને આતાપના લેવી.
(૧૦) ગવાડા : ખુલ્લા શરીરે ઠંડી-ગરમીને સહન કરવા. (૧૧) અડ્ડયg: ખણ આવવા છતાં શરીરને ન ખણવું.
[૯૬૨) OOOOOOOOOOOOOX જિણધર્મોો]