________________
(૧૨) નિòીવા : મોંમાં આવેલા પાણીને ન ભૂંકવું.
(૧૩) યુ સમંસુનો દાઢી-મૂછ વગેરેના બાલોને (વાળને) ન સજાવવા (ઓળવા), શરીરનાં અંગોપાંગોને ને સમજાવવાં.
આમ, કાયક્લેશના અનેક પ્રકારો છે. લોચ કરવા, ઉઘાડા પગે ચાલવું, ઠંડી-ગરમી સહન કરવી, ગ્રામાનુગ્રામ ઉગ્ર વિહાર કરવો વગેરે કાયાક્લેશ છે. જેની દેહવૃત્તિ ચાલી ગઈ હોય અને આત્મ વૃત્તિ જાગૃત થઈ ગઈ હોય, એ જ આત્માર્થી અણગાર કાયક્લેશ તપ કરી શકે છે. ૬. પ્રતિસલીનતા :
ઇન્દ્રિય, કષાય અને યોગોના વિષય-સંચારને રોકવા, પ્રતિસલીનતા તપ છે. પ્રતિસલીનતા તપ ચાર પ્રકારના છે - (૧) ઇન્દ્રિય-પ્રતિસંલીનતા, (૨) કષાય-પ્રતિસલીનતા, (૩) યોગ-પ્રતિસંલીનતા અને (૪) વિવિક્ત-શય્યાસન પ્રતિસંલીનતા. ઇન્દ્રિય-પ્રતિસલીનતાના ૫ ભેદ, કષાય-પ્રતિસલીનતાના ૪ ભેદ, યોગ-પ્રતિસંલીનતાના ૩ ભેદ અને વિવિક્ત-શવ્યાસનપ્રતિસલીનતા, આમ પ્રતિસલીનતાના તેર ભેદો થઈ જાય છે.
ઇન્દ્રિય પ્રતિસલીનતા : કાન, આંખ, નાક, જીભ અને સ્પર્શનને પોત-પોતાના વિષયોમાં જતા રોકવા. જો રોકવા છતાંય ચાલી જાય તો એમના મનોજ્ઞ-અમનોજ્ઞ વિષયોમાં રાગ-દ્વેષ ન કરવો, ઇન્દ્રિય પ્રતિસંલીનતા છે.
કષાય પ્રતિસલીનતા : ક્રોધ, માન, માયા અને લોભ કષાયોના ઉદયનાં કારણોને રોકવા અર્થાત્ કષાયની પરિણતિ ન થવા દેવી. જો રોકવા છતાંય કષાય વગેરેનો ઉદય થઈ જાય તો ક્ષમા વગેરેના અવલંબનથી એને નિષ્ફળ કરવું, કષાય પ્રતિસલીનતા છે.
ચોગ પ્રતિસલીનતા ? મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિઓને રોકવી અને એમને શુભ પ્રવૃત્તિમાં લગાવવો યોગ પ્રતિસલીનતા છે.
વિવિક્ત શય્યાસનતા ઃ સ્ત્રી, પશુ, નપુંસકથી રહિત નિર્દોષ એકાંત સ્થાનમાં શય્યાસંસ્તારક લઈને રહેવું વિવિક્ત શય્યાસન પ્રતિસંલીનતા છે. વિકારોત્પાદક અને દોષવર્ધક સ્થાનોનો ત્યાગ કરવો વિવિક્ત શવ્યાસનતા છે.
આમ, છ પ્રકારનાં બાહ્ય તપનું વર્ણન થયું. આ બાહ્ય તપ આત્યંતર તપને પુષ્ટ કરનાર હોવાથી આચરણીય અને આદરણીય છે. એની ઉપેક્ષા કરવી ઉચિત નથી. વાસના વગેરે વિકારોને નષ્ટ કરવા માટે ઉક્ત બાહ્ય તપોની આવશ્યકતા રહે છે. કેટલાક આધુનિક વિચારક બાહ્ય તપને ઉપેક્ષણીય માને છે, પરંતુ શાસ્ત્રકારે આત્યંતર અને બાહ્ય, બંને પ્રકારનાં તપોનો ઉપાદેય માન્યો છે.
एवं तवं तु दुविहं, जे सम्मं आयरे मुणी । सो खिप्पं सव्व संसारा, विप्पमुच्चइ पंडिओ ॥
- ઉત્તરા, અ. ૩૦, ગા-૩૭ જે બાહ્ય અને આત્યંતર બંને પ્રકારનાં તપનું સમ્યક આચરણ કરે છે, તે તરત જ સંસારથી મુક્ત થઈ જાય છે. તેથી મુનિને અને અન્ય મુમુક્ષુઓએ યથાશક્તિ વિવેકપૂર્વક તપનું અવલંબન લેવું જોઈએ. [ તપનું નિરૂપણ
. આ જે
૯૬૩)