________________
૪. સ્વાધ્યાયઃ
શ્રતનું અધ્યયન-અધ્યાપન-અનુશીલન વગેરે સ્વાધ્યાય કહેવાય છે. શાસ્ત્રકારોએ સ્વાધ્યાયના મહિમાનું વર્ણન કરતા આને અસાધારણભૂત તપ બતાવ્યું છે. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે સ્વાધ્યાયની સમાન કોઈ તપ નથી. જિનવાણીનો બધો આધાર શ્રત પર છે અને શ્રુતનો આધાર સ્વાધ્યાય છે. સ્વાધ્યાયના આધારથી જ શ્રુતમાં સ્થાયિત્વ આવે છે. સ્વાધ્યાયના પાંચ ભેદો :
(૧) વાચના, (૨) પૃચ્છના, (૩) પરિવર્તના, (૪) અનુપ્રેક્ષા અને (૫) ધર્મકથા.
(૧) વાચના સૂત્ર અને અર્થને શુદ્ધતાપૂર્વક વાંચવું વાચના છે. શિષ્યોને આગમોની વાચના દેવી અને શિષ્યો દ્વારા ગુરુથી ભક્તિપૂર્વક વાચવા લેવી, વાચના સ્વાધ્યાય છે. મનની એકાગ્રતા સાથે વાચના લેવા કે આપવાથી જ્ઞાનાવરણીય કર્મની નિર્જરા થાય છે. નવીનનવીન જ્ઞાનની પર્યાયો પ્રગટ થાય છે. શ્રુતની ભક્તિની સાથે વાચના કરવાથી તીર્થકર પ્રરૂપિત ધર્મ પ્રત્યે અનુરાગ વધે છે અને એને કારણે કર્મની મહાનિર્જરા થાય છે અને આત્મા પરંપરાથી મોક્ષ પ્રાપ્ત કરી લે છે.
(૨) પૃચ્છના : વાચના લેતા સમયે થનારી શંકાઓને વિશિષ્ટ જ્ઞાનીજનોથી પૂછીને યથાર્થ નિર્ણય કરવો, તે પૃચ્છના નામનો સ્વાધ્યાય છે. આ સ્વાધ્યાયથી સૂત્ર અને અર્થ સંબંધિત ભ્રાંતિઓ અને ત્રુટીઓનું સંશોધન થાય છે અને કાંક્ષામોહનીય કર્મનો વિચ્છેદ થાય છે. પ્રશ્ન પૂછવાનું પ્રયોજન તત્ત્વનો નિર્ણય કરવાનો હોય છે. પ્રશ્નકર્તાને આ દઢતમ વિશ્વાસ થવો જોઈએ કે જે તીર્થકર દેવોએ પ્રરૂપિત કર્યું છે, તે યથાર્થ જ છે, તે સત્ય જ છે, પરંતુ મારી મંદ બુદ્ધિથી કે ક્ષયોપશમની વિચિત્રતાને કારણે એનું રહસ્ય મારી સમજમાં આવી શકતું નથી. એ રહસ્યને સમજવા માટે જિજ્ઞાસાબુદ્ધિથી પ્રશ્ન કરવા જોઈએ.
(૩) પરિવર્તન : ઉપાર્જિત જ્ઞાનને સ્થિર રહેવા માટે પુનઃ પુનઃ એને ફેરવવું પરિવર્તના સ્વાધ્યાય છે. એનાથી જ્ઞાન તાજું બને છે. વિસ્મૃતિ કે સ્કૂલનાથી બચાવ થાય છે, જ્ઞાનમાં સ્પષ્ટતા આવે છે અને વ્યંજન લબ્ધિની પ્રાપ્તિ થાય છે.
(૪) અનુપ્રેક્ષા ઃ સૂત્ર અને અર્થનું ઊંડું ચિંતન કરવું અનુપ્રેક્ષા સ્વાધ્યાય છે. કોઈ પણ શાસ્ત્રીય અને આગમિક વિષય પર એકાગ્રતાપૂર્વક સંપૂર્ણ મનોયોગની સાથે ઊંડું ચિંતન કરવાથી અનેક ગુત્થીઓનું સમાધાન પ્રાપ્ત થાય છે. અપૂર્વ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જેમજેમ આત્મા શ્રુતસાગરમાં અવગાહન કરે છે, એમ-એમ એને અનુપમ જ્ઞાનરત્નોની ઉપલબ્ધિ થાય છે. અનુપ્રેક્ષાનો લાભ બતાવતા આગમકારે કહ્યું છે કે - “આયુકર્મને છોડીને શેષ જ્ઞાનાવરણીય વગેરે સાત કર્મ પ્રકૃતિઓ જો ભારે (ગાઢ) બંધનથી બંધાયેલી હોય તો એમને અનુપ્રેક્ષા સ્વાધ્યાયી શિથિલ બંધનવાળી બનાવી લે છે. જો તે દીર્ઘકાળની સ્થિતિવાળી હોય તો એમને અલ્પસ્થિતિવાળી બનાવી દે છે, જો તીવ્ર રસવાળી હોય તો મંદ રસવાળી બનાવી લે છે અને જો વધુ પ્રદેશોવાળી હોય તો અલ્પ પ્રદેશવાળી કરી નાખે છે. અનુપ્રેક્ષા સ્વાધ્યાયી [ આવ્યંતર તપ છે જે છે જોતા જ ૯૦૧)