________________
(૬) દેશ-કાળજ્ઞતા : અવસર અનુસાર પ્રવૃત્તિ કરવી. (૭) અપ્રતિલોમતા ઃ બધી રીતથી અનુકૂળ આચરણ કરવું.
ઉક્ત રીતથી સાત પ્રકારના લોકોપચાર વિનય કહેવામાં આવ્યા છે. ૩. વૈયાવૃત્ય :
વૈયાવૃત્યનો સીધો-સાદો અર્થ “સેવા કરવી થાય છે. સેવાધર્મ પરમ કઠણ છે અને ઊંડો છે. બીજાઓની ઇચ્છાઓને સમજવી અને એને અનુકૂળ આર્ચરણ કરવું સરળ કામ નથી. એને માટે અત્યંત સહનશીલતા, જાગરૂકતા અને વિચક્ષણતાની આવશ્યકતા હોય છે. તેથી એને તપની શ્રેણીમાં સ્થાન આપવામાં આવ્યું છે. જે સાધક તલ્લીનતાપૂર્વક સેવામાં લાગી જાય છે, તે ઉત્કૃષ્ટ રસાયણ આવવાથી તીર્થકર નામ ગોત્રનો બંધ પણ કરી શકે છે. જેમ કે - આગમમાં કહેવામાં આવ્યું છે કે -
वैयावच्चेणं भंते ! जीवे किं जणयइ ? वैयावच्चेणं तित्थयर नाम गोत्तं कम्मं निबंधइ ॥
• ઉત્તરા, અ.-૨૯, પ્ર.-૪૩ ઉક્ત આગમિક ઉદ્ધરણથી વૈયાવૃત્યના મહત્ત્વને હૃદયંગમ કરવું જોઈએ. સેવ્યના ભેદથી આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, સ્થવિર, ગ્લાન, શૈક્ષ, કુળ, ગણ, સંઘ અને સાધર્મિકની સેવાભક્તિ કરવાથી દસ પ્રકારના વૈયાવૃત થાય છે : વેચાવૃત્યના દસ ભેદોઃ
(૧) આચાર્ય : મુખ્ય રૂપથી જેનું કાર્ય વ્રત અને આચાર ગ્રહણ કરાવવું હોય, તે આચાર્ય છે.
(૨) ઉપાધ્યાય : મુખ્ય રૂપથી જેનું કાર્ય કૃતાભ્યાસ કરાવવાનો હોય. (૩) તપસ્વી : મહાન અને ઉગ્ર તપ કરનાર તપસ્વી છે. (૪) સ્થવિર : વય, દીક્ષાપર્યાય અને શ્રુતમાં જે વૃદ્ધ હોય. (૫) ગ્લાન : જે રોગ વગેરેથી પીડિત હોય. (૬) શૈક્ષ : જે નવદીક્ષિત હોય. (૭) કુળઃ એક જ દીક્ષાચાર્યનો શિષ્ય પરિવાર કુળ છે.
(૮) ગણ : અલગ-અલગ આચાર્યોના શિષ્ય-સાધુ પરસ્પર સહાધ્યાયી હોવાથી સમાન વાચનાવાળા હોય તો એમનો સમુદાય ગણ છે.
(૯) સંઘ ઃ ધર્મના અનુયાયી સમુદાય સંઘ છે. (૧૦) સાધમિક : સમાન ધર્મવાળો સાધર્મિક છે.
ઉકત રીતિથી સેવાના ભેદોથી વૈયાવૃત્યના ૧૦ ભેદો થયા. (૯૦૦) છે છે આ જ છે. જે વિણામો)