________________
આર્તધ્યાનનાં ચાર લક્ષણો :
(૧) આકંદન : જોર-જોરથી રડવું - બૂમો પાડવી. (૨) શોચન : દીન ભાવ ધારણ કરવો, શોક કરવો. (૩) પરિવેદન : વિલાપ કરવો. (૪) તપનતા : અશુપાત કરવો. આ ચાર લક્ષણો (
ચિહ્નો)થી આર્તધ્યાન થઈ જાય છે. રાગ-દ્વેષ, મોહયુક્ત પ્રાણી આર્તધ્યાનના કારણે સંસારની વૃદ્ધિ કરે છે અને સામાન્ય રીતે તિર્યંચ ગતિમાં જાય છે. ૨. રૌદ્રધ્યાન :
જૂર અને કઠોર વૃત્તિની વ્યક્તિની હિંસા, જૂઠું, ચોરી અને વિષય-સંરક્ષણ માટે જે સતત ચિત્ત પ્રવૃત્તિ હોય છે, તે રૌદ્રધ્યાન છે. એના ચાર પ્રકારો છે :
(૧) હિંસાનુબંધી પ્રાણીઓને ચાબુક, ડંડા વગેરેથી મારવાં, દોરડું,સાંકળ વગેરેથી ક્રૂરતાપૂર્વક બાંધવાં, તલવાર વગેરેથી વધ કરવો વગેરે નિર્દયતાપૂર્વક હિંસાકારી વ્યાપારોને કરવાનું ચિંતન કરવું હિંસાનુબંધી રૌદ્રધ્યાન છે.
(૨) મૃષાનુબંધી : બીજાઓને ઠગવા (લૂંટવા) માટે વિવિધ પ્રકારની યોજનાઓ બનાવવી (અસત્યનો સહારો લેવો), બીજાઓનાં હૃદયોને કઠોર વચનો દ્વારા ભેદવું, સત્યનો અપલાપ કરવા માટે તથા ઉત્તમ સિદ્ધાંતોનો અસ્વીકાર કરવા માટે અસત્ય ભાષણ સંબંધી સતત વિચાર કરવો મૃષાનુબંધી રૌદ્રધ્યાન છે.
(૩) ચૌર્યાનુબંધી : તીવ્ર લોભના વશીભૂત થઈને કોઈની વસ્તુને ચોરવી કે એને લૂંટવાનું સતત ચિંતન ચૌર્યાનુબંધી રૌદ્રધ્યાન છે.
(૪) સંરક્ષણાનુબંધી : ધન, સંતાન વગેરેના સંરક્ષણ-હેતુ બીજાનો ઉપઘાત કરવાની કષાયમયી વૃત્તિ રાખવી અર્થાત્ બીજાનો ઉપઘાત કરવાનું સતત ચિંતન કરવું સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન છે. રૌદ્રધ્યાનનાં ચાર લક્ષણો :
(૧) ઓસન્ન દોષઃ રૌદ્રધ્યાની બહુલતાથી (બરાબર) હિંસા વગેરેમાંથી કોઈ એકમાં પ્રવૃત્તિ કરે છે, તે આસન્ન દોષ છે.
(૨) બહુલ દોષ : રૌદ્રધ્યાની બધા હિંસા વગેરે દોષોમાં પ્રવૃત્તિ કરે છે.
(૩) વિવિધ દોષ અથવા અજ્ઞાન દોષ : રૌદ્રધ્યાનની વિવિધ હિંસા વગેરેના ઉપાયોમાં અનેકવાર પ્રવૃત્તિ કરે છે, અથવા રૌદ્રધ્યાની અજ્ઞાનથી કુશાસ્ત્રમાં શ્રદ્ધાથી, હિંસા વગેરેમાં ધર્મબુદ્ધિથી પ્રવૃત્તિ કરે છે.
(૪) આમરણાંત દોષ : મરણ પર્યત દૂર કમ માટે રૌદ્રધ્યાનીને પશ્ચાત્તાપ થતો નથી. તે મરણકાળ સુધી હિંસા વગેરેમાં રત (મગ્ન) રહે છે, જેમ કે કાળ સૌકરિક કસાઈ. (૯) છે છે એ જ છે જે જિણધો]