________________
માનવામાં આવ્યું છે. એની સંગતિ ધ્યાનની વ્યાખ્યામાં અંતર કરવાથી જ થઈ શકે છે. આ અવસ્થામાં યોગના નિરોધને અને આત્મ-પ્રદેશોની નિષ્પકમ્પતોને ધ્યાન માનવામાં આવ્યું છે. કહ્યું છે -
अंतोमुहुत्तमित्तं चितावत्थाणमेगवत्थुम्मि ।
छउमत्थाणं झाणं, जोगनिरोहो जिणाणं तु ॥ અર્થાત્ એક વસ્તુમાં અંતર્મુહૂર્ત પ્રમાણ કાળ માટે ચિત્તને એકાગ્ર કરવું છાપસ્થિક ધ્યાન છે અને યોગનિરોધ અયોગી જિનોનું ધ્યાન છે.
ઉત્તમ સંહનનવાળા અર્થાત્ વજઋષભનારાચ, ઋષભનારા અને મારા સંતનનવાળા ધ્યાનના અધિકારી હોય છે. કારણ કે અન્ય સંહનનવાળાઓમાં એવી માનસિક શક્તિ નથી હોતી કે તે ચિંતનની ધારાને વધુ સમય સુધી સ્થિર કરી શકે. ચિંતનની ધારાને એક જગ્યાએ સ્થિર કરવા માટે વાંછિત શારીરિક અને માનસિક બળની અપેક્ષા રહે છે, જે ત્રણ ઉત્તમ સંહનનવાળા જીવોમાં હોય છે. તેથી ત્રણ ઉત્તમ સંહનનવાળા જીવો ધ્યાનના અધિકારી માનવામાં આવ્યા છે. ધ્યાનના ભેદો :
ધ્યાનના ચાર ભેદો છે: ૧. આર્તધ્યાન, ૨. રૌદ્રધ્યાન, ૩. ધર્મધ્યાન અને ૪. શુક્લધ્યાન. ૧. આર્તધ્યાન:
ઋતુ અથાત્ દુઃખના નિમિત્ત કે દુઃખમાં થનારું ધ્યાન આર્તધ્યાન છે. અથવા દુઃખી પ્રાણીનું ધ્યાન આર્તધ્યાન છે. અથવા મનોજ્ઞ વસ્તુના વિયોગ અને અમનોજ્ઞ વસ્તુના સંયોગના કારણથી થનારું ચિત્ત વિક્ષોભ આર્તધ્યાન છે. દુઃખની ઉત્પત્તિનાં મુખ્ય ચાર કારણો છે - (૧) અનિષ્ટ વસ્તુનો સંયોગ (૨) ઈષ્ટ વસ્તુનો વિયોગ, (૩) પ્રતિકૂળ વેદના અને (૪) ભોગની લાલસા. એમના આધારે આર્તધ્યાનના ૪ પ્રકાર કહેવામાં આવ્યા છે.
અનિષ્ટ-સંયોગ આર્તધ્યાન ઃ અમનોજ્ઞ વસ્તુનો સંયોગ થવાથી દુઃખથી વ્યાકુળ આત્મા એને દૂર કરવા માટે જે સતત ચિંતન કરે છે, તે અનિષ્ટ સંયોગ આર્તધ્યાન છે.
ઇષ્ટ-વિયોગ આર્તધ્યાન ઈષ્ટ વસ્તુનો વિયોગ થઈ જવાથી એની પ્રાપ્તિ માટે સતત ચિંતન કરવું.
રોગચિંતા ઃ શારીરિક કે માનસિક પીડા થવાથી એના નિવારણની વ્યાકુળતાપૂર્વક ચિંતા કરવી રોગચિંતા આધ્યાન છે.
નિદાન આર્તધ્યાન ભોગોની લાલસાની ઉત્કૃષ્ટતાના કારણે અપ્રાપ્ત વસ્તુને પ્રાપ્ત કરવાનો તીવ્ર સંકલ્પ નિદાન આર્તધ્યાન છે.
પહેલાં ત્રણ આર્તધ્યાન પહેલાંથી લઈને છઠ્ઠા ગુણસ્થાન સુધી થઈ શકે છે. નિદાન આર્તધ્યાન પ્રમત્તસંયત નામના છઠ્ઠા ગુણસ્થાનમાં હોતું નથી. શેષ ત્રણ આર્તધ્યાન ત્યાં થઈ શકે છે. [ ધ્યાન 00 0 0 0 0 0 0 (૯૫)