________________
અસતાવેદનીય કર્મને પ્રાયઃ બાંધતા નથી અને અનાદિ અનંત સંસારથી તરત જ પાર થઈ જાય છે.”
(૫) ધર્મકથા : એકાંત અનુગ્રહ બુદ્ધિથી શ્રોતાઓને ધર્મનો ઉપદેશ આપવો ધર્મકથા નામનો સ્વાધ્યાય તપ છે. અનુભવી અને કહે છે કે શ્રોતાઓને ધર્મોપદેશ શ્રવણ કરવાથી લાભ થઈ પણ શકે છે અને નથી પણ થઈ શકતો, પરંતુ જે વક્તા એકાંત હિતબુદ્ધિથી ધર્મોપદેશ આપે છે, એને તો એકાંત લાભ જ થાય છે. ધર્માકથા કરનાર વ્યક્તિ મહાનિર્જરા કરે છે અને પ્રવચનની પ્રભાવના કરે છે. પ્રવચનની પ્રભાવના કરનારો જીવ શુભ કર્મોનો બંધ કરે છે.
ધર્મકથાના ચાર ભેદો : “સ્થાનાંગ સૂત્ર'માં ધર્મકથાના ચાર પ્રકાર બતાવ્યા છે : (૧) આક્ષેપણી, (૨) વિક્ષેપણી, (૩) સંવેગની અને (૪) નિર્વેદની.
(૧) આક્ષેપણી કથા ઃ જે ધર્મોપદેશ દ્વારા શ્રોતાઓના ચિત્તને સંસાર અને વિષયોની તરફથી હટાવીને ધર્મમાર્ગમાં લગાવવામાં આવે છે, તે આપણી કથા છે, એના ચાર પ્રકાર છેઃ
આચાર આક્ષેપણી : સાધુના આચારને પ્રદર્શિત કરનારી કથા કરવી અથવા દશવૈકાલિક, આચારાંગ વગેરે આચાર વિષયક સૂત્રોની વ્યાખ્યા કરવી.
વ્યવહાર આક્ષેપણી : આલોચના, પ્રાયશ્ચિત્ત વગેરેનું કથન કરીને અતિક્રમણ વગેરે દોષોને હટાવવાની રીતિનું પ્રતિપાદન કરવું અથવા વ્યવહાર, નિશીથ વગેરે સૂત્રોની વ્યાખ્યા
કરવી.
પ્રજ્ઞપ્તિ આક્ષેપણી : શ્રોતાઓની શંકાઓનું સમાધાન કરતાં તત્ત્વશ્રદ્ધાને દઢ બનાવનારી કથા અથવા “વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ (ભગવતી) સૂત્ર”નો ઉપદેશ આપીને તત્ત્વજ્ઞાનનો વિશેષ બોધ કરાવનારી વ્યાખ્યા કરવી.
દષ્ટિવાદ આક્ષેપણી : નય, નિક્ષેપ વગેરેથી જીવ વગેરે સૂક્ષ્મ તત્ત્વોને સમજાવવા અથવા શ્રોતાની દૃષ્ટિ વિશુદ્ધ થાય એવો ઉપદેશ આપવો અથવા દષ્ટિવાદ વિષયક નિરૂપણ કરવું.
(૨) વિક્ષેપણી કથા આ કથાશૈલીમાં પરપક્ષનું ખંડન અને સ્વપક્ષનું ખંડન કરવામાં આવે છે, એના ચાર ભેદો છે :
(૧) સ્વપક્ષના ગુણ બતાવીને પર-સિદ્ધાંતના દોષ બતાવવા. (૨) પર-સિદ્ધાંતના દોષ બતાવીને સ્વ-સિદ્ધાંતના ગુણ બતાવવા.
(૩) પર-સિદ્ધાંતમાં ધૃણાક્ષર-ન્યાયથી જે વાતો જિનાગમસદેશ છે, એમને જિનાગમવિરુદ્ધ વાતોના દોષ દેખાડવા અથવા આસ્તિકવાદનું કથન કરીને નાસ્તિકવાદનો અભિપ્રાય બતાવવો.
(૪) પર-સિદ્ધાંતમાં કહેલા જિનાગમ વિપરીત વાદનું કથન કરીને જિનાગમસદેશ વાતોનું વર્ણન કરીને અથવા નાસ્તિકવાદની દષ્ટિ બતાવીને આસ્તિકવાદને બતાવવો. (૯૦૨ ,
, , જિણલમો)