________________
(૬) તપાé : જે દોષની શુદ્ધિ તપ દ્વારા થાય, તે તપાહે પ્રાયશ્ચિત્ત છે. જેમ સચિત્તના સ્પર્શથી લાગેલા દોષની નિવૃત્તિ આયંબિલ, ઉપવાસ વગેરે તપથી થાય છે.
(૭) છેદાહ : જે દોષનું સેવન કરવાથી દીક્ષા પર્યાયનો છેદ કરવામાં આવે, તે છેદાહ છે. અપવાદ માર્ગનું સેવન કરવા તથા જાણી-જોઈને દોષ લગાવવાથી છેદ પ્રાયશ્ચિત્તથી એની શુદ્ધિ થાય છે. એમાં પાળેલા સંયમની અવિધમાંથી કેટલાક દિવસો કે છેદ પ્રાપ્ત સાધુ એ બધા સાધુઓ વંદના કરે છે, જેમનાથી પહેલા દીક્ષિત થવા છતાંય પર્યાય ઓછા કરી દેવાથી તે નાનો થઈ જાય છે.
(૮) મૂલાર્હ : જે અપરાધ એટલા ગંભીર હોય કે એમની શુદ્ધિ ફરીથી નવી દીક્ષા આપવાથી થાય, તે મૂલાહ છે. આ પ્રાયશ્ચિત્તમાં સંયમ પર્યાયનો પૂરો છેદ થઈ જાય છે અને ફરીથી દીક્ષા લેવી પડે છે. જાણી જોઈને મહાવ્રતોનો ભંગ કરવાથી, રાત્રિભોજન કરવાથી આ પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે.
(૯) અનવસ્થ્યાપ્યાર્હ : વિશિષ્ટ-ગંભીર અપરાધ કરવાની સ્થિતિમાં સાધુને ગૃહસ્થભૂત બનાવીને વિશિષ્ટ પ્રકારની તપસ્યા કરાવ્યા પછી જ જેમાં નવી દીક્ષા આપી શકાતી હોય, તે અપરાધ અનવસ્થાપ્યાર્હ છે અર્થાત્ એમની શુદ્ધિ આ પ્રાયશ્ચિત્તથી થાય છે.
(૧૦) પારંચિકાર્હ : ઉત્સૂત્ર પ્રરૂપણા, સાધ્વીના શીલનો ભંગ કરવો, સંઘમાં ભેદ કરવો વગેરે ગંભીરતમ અપરાધ કરવાથી સંઘથી અલગ કરીને કઠોર તપ કરાવીને, છ મહિનાથી લઈને બાર વર્ષ પર્યંત ગૃહસ્થભૂત કર્યા પછી જ જેને નવ દીક્ષા આપી શકાય છે, એવા પ્રાયશ્ચિત્ત પારંચિક કહેવામાં આવે છે.
નવમા અને દસમા પ્રાયશ્ચિત્ત વૃત્તિ-સંહનનની હીનતાનાં કારણો વર્તમાનમાં આપવામાં આવતા નથી. ચૌદ પૂર્વધર અને વજઋષભનારાચ સંહનન જ્યાં સુધી રહે છે, ત્યાં સુધી દસેય પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે. સામાન્ય સાધુઓ માટે પહેલાંથી લઈને આઠ પ્રાયશ્ચિત્ત જ હોય છે.
પ્રાયશ્ચિત્ત લેવાની પાત્રતા :
જે સાધુ આલોચના કરવાને પાત્ર છે, એમાં આ દસ ગુણો હોવા જોઈએ : (૧) ઉત્તમ જાતિસંપન્ન, (૨) ઉત્તમ કુલસંપન્ન, (૩) વિનયવાન, (૪) જ્ઞાનવાન, (૫) દર્શનવાન, (૬) ચારિત્રવાન, (૭) ક્ષમાવાન, (૮) જિતેન્દ્રિય, (૯) અમાયી અને (૧૦) પ્રાયશ્ચિત્ત લઈને પશ્ચાત્તાપ ન કરનાર. આ ગુણોની ધારક વ્યક્તિ જ શુદ્ધ આલોચના કરી શકે છે. પ્રાયશ્ચિત્ત આપવાની પાત્રતાઃ
નીચેના દસ ગુણોના ધારક મુનિ જ પ્રાયશ્ચિત્ત આપવાના અધિકારી હોય છે : (૧) શુદ્ધાચારી, (૨) શુદ્ધ વ્યવહારી, (૩) અવધારણાવાળો, (૪) લજ્જા દૂર કરનાર (જેનાથી સામેવાળો સુખથી આલોચના કરી શકે), (૫) શુદ્ધિ કરવામાં સમર્થ, (૬) અપરિસાવી - આલોચનાને પ્રગટ ન કરનાર, (૭) નિર્યાપક - આલોચના કરનાર જેને નિભાવી શકે, એવું
આત્યંતર તપ
૯૬૫