________________
પ્રાયશ્ચિત્ત આપનાર, (૮) અપાયદર્શી - આલોચના કરનારને અપરાધનાં દુષ્પરિણામોને સમજાવનાર, (૯) પ્રિયધર્મા અને (૧૦) દઢધર્મા. પ્રતિસેવનાનાં દસ કારણોઃ
દસ કારણોથી અતિચાર કે દોષોનું સેવન કરવામાં આવે છે, તે દસ કારણ આ છે : (૧) દર્પ (અહંકાર) (૨) પ્રમાદ (૩) અનાભોગ (૪) આતુરતા (સુધા કે રોગથી પીડિત થવાથી) (૫) આપત્તિ (૬) શંકા (૭) સહસાકાર (અકસ્માત) (૮) ભય (૯) પ્રàષ અને (૧૦) વિમર્શ (પરીક્ષા). આ કારણોથી દોષોનું પ્રતિસેવન કરવામાં આવે છે અને એમની શુદ્ધિ-હેતુ પ્રાયશ્ચિત્ત લેવામાં આવે છે. પ્રાયશ્ચિત્તના દસ દોષોઃ
પ્રાયશ્ચિત્ત આત્મશુદ્ધિ માટે નિષ્કપટ ભાવથી લેવું જોઈએ. પરંતુ એવું ન કરતાં કેટલાંક અતિચારસેવી નીચેના દોષોનું સેવન કરે છે. એવા દસ દોષો બતાવવામાં આવ્યા છે :
(૧) સાવપૂચિત્તા : આચાર્ય મહારાજ મને ઓછામાં ઓછું પ્રાયશ્ચિત્ત આપે, એ ભાવનાથી એમને વૈયાવૃત્ય વગેરે દ્વારા પ્રભાવિત કરવા.
(૨) મગુમારૂત્તા ઃ નાનો અપરાધ બતાવવાથી આચાર્ય થોડી સજા (દંડ) કરશે, એવું વિચારીને પોતાના અપરાધને નાનો કરીને બતાવવો અણુમાણઈત્તા દોષ છે.
(3) = દિ : આચાર્ય વગેરે દ્વારા જે અવિચાર કે દોષ જોઈ લીધા હોય, એની જ આલોચના કરવી, શેષને છુપાવવા.
(૪) વીર : મોટા-મોટા અતિચારોની આલોચના કરવી અને સૂક્ષ્મને છોડી દેવી.
(૫) સૂક્ષ્મ : સૂક્ષ્મ અતિચારોની આલોચના કરવી, મોટા-મોટા અતિચારોને છુપાવી લેવા. આચાર્ય એ સમજી લે કે આ જ્યારે નાના-નાના અતિચારોની આલોચના કરી રહ્યા છે તો મોટા અતિચારોની આલોચના કેવી રીતે છોડી શકે છે, આ ભાવનાથી સૂક્ષ્મ અતિચારોની આલોચના કરવી અને મોટા અતિચારોને છુપાવવા.
(૬) છત્ર : આ પ્રકારના ગુપચુપ કે અસ્પષ્ટ શબ્દોમાં આલોચના કરે, જેને આચાર્ય ન સાંભળી શકે.
(૭) શબ્દ ન એટલા જોર-જોરથી આલોચના કરે કે અંગીતાર્થ પણ એને સાંભળી લે.
(૮) વનન : એક આચાર્ય વગેરેની પાસે એક અપરાધની આલોચના કરી લેવાથી એ જ અપરાધ માટે અન્ય આચાર્ય વગેરેની પાસે ફરી આલોચના કરવી.
(૯) વ્યક્તિ : અંગીતાર્થના પાસે આલોચના કરવી.
(૧૦) તત્સવી : જે અતિચારની આલોચના કરવી છે, એનું સેવન કરનારની પાસે આલોચના કરવી, જેનાથી તે અલ્પ દંડ આપે. (૯૬) ની જ છે. જે જિણધમો)