________________
KCC
(આત્યંતર તપ)
જે તપમાં શારીરિક ક્રિયાઓની પ્રધાનતા ન થતાં માનસિક તથા અંતઃકરણની વૃત્તિઓની પ્રધાનતા હોય, તે આત્યંતર તપ છે. એના છ ભેદો આ પ્રમાણે છે ઃ ૧. પ્રાયશ્ચિત્ત, ૨. વિનય, ૩. વૈયાવૃત્ય, ૪. સ્વાધ્યાય, ૫. ધ્યાન અને ૬. વ્યુત્સર્ગ. ૧. પ્રાયશ્ચિત્ત ઃ
અંગીકૃત વ્રતોમાં પ્રમાદજન્ય દોષોનું શોધન કરવું પ્રાયશ્ચિત્ત કહેવાય છે. પ્રાયશ્ચિત્ત એ મલમ છે, જે અતિચારો અને દોષોના ઘાને ભરે છે. લાગેલા અતિચારોના મેલને ધોવા માટે પ્રાયશ્ચિત્ત પાણી છે. પ્રાયશ્ચિત્તના દસ પ્રકાર :
(૧) આલોચનાઈ : કેટલાક અતિચારો કે દોષો આ શ્રેણીના હોય છે, જેમની શુદ્ધિ આલોચના કરવા માત્રથી થઈ જાય છે. જેમ ભિક્ષા કે અંડિલ માટે ગમનાગમન કરવામાં તથા શય્યા-સંસ્મારક, વસ્ત્ર-પાત્ર વગેરેના ગ્રહણ-નિક્ષેપ વગેરેમાં ઉપયોગ રાખવા છતાંય સૂક્ષ્મ દોષ લાગ્યા હોય, એમની શુદ્ધિ આલોચનાથી થઈ જાય છે. આલોચનાનો અર્થ છે - ગુરુ કે રત્નાધિક સમક્ષ જે પણ વ્યતિક્રમ થયો હોય, એને પ્રગટ કરી દેવો. આ ન્યૂનતમ પ્રાયશ્ચિત્ત છે.
(૨) પ્રતિક્રમણાઈ : “મિચ્છામિ દુરું . અર્થાત્ મારું પાપ નિષ્ફળ થાઓ, આ રીતે પ્રતિક્રમણ કરવાથી દોષોની શુદ્ધિ થાય છે તે પ્રતિક્રમણાઈ દોષોને ત્યાગીને પુનઃ શુદ્ધાચારની સ્થિતિમાં આવવું પ્રતિક્રમણ છે. દોષોથી શુદ્ધિની તરફ ફરવું પ્રતિક્રમણ છે. આહારમાં, વિહારમાં, પ્રતિલેખનમાં, બોલવા-ચાલવામાં અજાણતાં જે દોષ લાગ્યો હોય, એની શુદ્ધિ પ્રતિક્રમણથી થઈ જાય છે.
(૩) તદુભચાઈ: આલોચના અને પ્રતિક્રમણ દ્વારા જેમની શુદ્ધિ થાય છે, તે તદુભયાઈ છે. નિદ્રાવસ્થામાં દુઃસ્વપ્ન વગેરેને કારણે જે દોષો લાગે છે, એમની શુદ્ધિ આલોચના અને પ્રતિક્રમણથી થાય છે. અર્થાત્ એ દોષોને ગુરુની સમક્ષ પ્રગટ કરી દેવા અને એની માટે “મિચ્છામિ દુક્કડું આપવું જોઈએ. એવું કરવાથી તે દોષો શુદ્ધ થઈ જાય છે.
(૪) વિવેકાઈ ? અજાણતામાં અકલ્પનીય આધાકર્મ વગેરે દોષયુક્ત આહાર વગેરે આવી જાય અને પછી એમની સદોષતા ખબર પડી જાય, તો એ આહાર વગેરે સામગ્રીને યતનાપૂર્વક પરઠી દેવી જોઈએ. (ત્યાગ કરી દેવો જોઈએ.) ગ્રહણ કરેલી સદોષ વસ્તુનો ત્યાગ કરી દેવો જ એની શુદ્ધિ છે. આ વિવેકાઈ પ્રાયશ્ચિત્ત છે.
(૫) વ્યુત્સગઈ કાયોત્સર્ગથી જેમની શુદ્ધિ થાય, તે વ્યુત્સર્ગ પ્રાયશ્ચિત્ત છે. ઉચ્ચાર વગેરે પરઠવા તથા ગમનાગમનના સાધારણ દોષોની શુદ્ધિ કાયોત્સર્ગથી થઈ જાય છે. (૯૬)
છે કે જિણધમો)