________________
લેવું) (૭) ગત-પ્રત્યાગતા અને (૮) ઋજુગતિ. ઉક્ત રીતિથી ક્ષેત્ર સંબંધિત અભિગ્રહ કરીને ભિક્ષાચારી કરવી ક્ષેત્ર ભિક્ષાચર્યા છે.
કાળ ભિક્ષાચય : પ્રથમ પ્રહરનો લાવેલો આહાર ત્રીજા પ્રહરમાં ખાવો, બીજા પ્રહરમાં લાવેલો ચોથા પ્રહરમાં ખાવો કે ત્રીજા પ્રહરમાં ખાવો, પ્રથમ પ્રહરમાં લાવેલો બીજા પ્રહરમાં ખાવો વગેરે કાળ સંબંધિત ભિક્ષાચર્યાના અભિગ્રહો છે.
ભાવ ભિક્ષાચર્યા : હસતો, રોતો, અલંકૃત, અનલંકૃત વગેરે વિશેષણોવાળા દાતા પાસેથી અભિગ્રહ કરવો એ ભાવભિક્ષાચર્ય છે. ભિક્ષાચર્યા જૈન શાસનનું મૂળ છે. એમાં જે સાધુ પરિતાપનો અનુભવ કરે છે, એને મંદ શ્રદ્ધાવાળો સમજવો જોઈએ. જેમ કે કહ્યું છે -
जिणसासणस्समूलं भिक्खायरिया जिणेहिं पण्णत्ता । इत्थ परितप्पमाणं तं जाणसु मंदसद्धीयं ॥
- ધર્મરત્ન સં ૩/૭ વિવિધ વસ્તુઓની લાલસા ઓછી કરવી અર્થાત્ દ્રવ્યોની મર્યાદા કરવી વૃત્તિસંખ્યાન તપ છે. “તત્ત્વાર્થ સૂત્ર'માં ભિક્ષાચાર્યના સ્થાને વૃત્તિસંખ્યાન નામનું તપ કહેવામાં આવ્યું છે. ૪. રસપરિત્યાગ :
આહારનો ત્યાગ કરવો જ તપ નથી, પણ ખાતા-પીતા પણ તપ થઈ શકે છે. ખાદ્ય પદાર્થોમાંથી રસીલા, પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને ચટપટા પદાર્થોનો ત્યાગ કરવો રસપરિત્યાગ નામનું તપ છે. સાધુના ભોજનનો ઉદ્દેશ્ય પૌષ્ટિકતા કે સ્વાદ નથી હોતો, પણ દેહને ભાડું આપવાનું હોય છે. આ ભાડું આપવાની પ્રક્રિયા રસરહિત, નિર્વિગય, લૂખા-સૂકા ખાદ્ય પદાર્થોના સેવનથી પણ પૂરી થઈ જાય છે. રસપરિત્યાગ કરનાર વ્યક્તિ ખાતા-પીતા પણ તપસ્વી હોય છે. અણગાર સ્વાદ પર વિજય પ્રાપ્ત કરવા માટે રસયુક્ત આહારનો ત્યાગ કરે છે. રસપરિત્યાગ તપના અનેક પ્રકાર થઈ શકે છે, છતાં મુખ્ય રૂપથી નવ ભેદ પ્રસિદ્ધ છે :
(૧) વિયેત્યાઃ ઘી, ગોળ, સાકર (ખાંડ), તેલ, દૂધ વગેરે વિકાર વધારનાર પૌષ્ટિક પદાર્થોનો ત્યાગ કરવો.
(૨) પ્રતરત્યા : જે આહારમાંથી છૂત વગેરેનાં ટીપાં ટપકતાં હોય, જે વૃત વગેરેથી સરાબોર હોય - તરબતર હોય, એવા આહારને છોડવો.
(૩) માલ્વિન ઃ વિગય રહિત અને મસાલાઓથી રહિત લૂખો (કોરો) ભાત, અડદ, શેકેલા ચણા વગેરેનો જ આહાર કરવો.
(૪) માયામસિક્યુમોની : ઓસામણ (ચોખાનું પાણી)માં પડેલા ચોખા વગેરેનો આહાર કરવો.
(૫) રસાહાર : મીઠું, મરચું, મસાલાઓથી રહિત આહાર લેવો.
(૬) વરસાહાર: જૂનો હોવાથી જેનો રસ ચાલ્યો ગયો હોય, એવા જૂના ધાન્ય વગેરેનો આહાર કરો.
(૭) મન્નાહાર : અંતિમ શ્રેણીના ગરીબ લોકો જેવો આહાર કરે છે, એવા ચણા વગેરેનો આહાર કરવો. (૬૦) છે. . DD 0 0 0 0 0 0 0 0 Y જિણધર્મોો]