________________
પર્યાય ઉણોદરી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ ઉણોદરીમાં જે વિધાન કરવામાં આવ્યું છે, એની અપેક્ષાથી ઉણોદરી કરવી ઉણોદરી તપ થાય છે. આ દ્રવ્ય ઉણોદરીનું વર્ણન થયું.
ભાવ ઉણોદરી ઃ ક્રોધ, માન, માયા, લોભ, રાગ-દ્વેષ, ચપળતા વગેરે દોષોને ઓછા કરવા ભાવ ઉણોદરી તપ છે. ૩. ભિક્ષાચર્ચા:
બાહ્ય તપનો ત્રીજો ભેદ ભિક્ષાચર્યા છે. શ્રમણ પોતાની દેહયાત્રાના નિર્વાહ-હેતુ મધુકરી-વૃત્તિ અપનાવે છે. જેમ ભમરો ફૂલોને પીડા પહોંચાડ્યા વગર એમાંથી થોડો-થોડો રસ પીને સ્વયંને તૃપ્ત કરી લે છે, આ રીતે મુનિ પણ ગૃહસ્થનાં ઘરોથી થોડો-થોડો આહાર લઈને પોતાનું કામ ચલાવી લે છે. જેમ ગાય-જંગલમાં ચરતાં-ચરતાં વિભિન્ન સ્થાનોથી થોડુંથોડું ઘાસ ખાય છે, આ રીતે મુનિ પણ ગૃહસ્થોનાં અનેક ઘરોથી થોડો-થોડો આહાર વિધિપૂર્વક લે છે. તેથી મુનિની આહાર વગેરેની ગવેષણાને “ગોચરી' કહે છે. જૈન શ્રમણના ગોચરીના નિયમો ખૂબ કઠોર છે, ભિક્ષાચારી દ્વારા આહાર પ્રાપ્ત કરવો કોઈ સરળ કાર્ય નથી. તેથી ભિક્ષાચાર્યને પણ પોતાનામાં એક તપ માનવામાં આવ્યું છે. ભિક્ષાચર્યા તપના ચાર પ્રકારો છે - (૧) દ્રવ્યથી, (૨) ક્ષેત્રથી, (૩) કાળથી અને (૪) ભાવથી.
દ્રવ્યથી ભિક્ષા માટે જતા સમયે એ સંકલ્પ કરવો કે હું એટલું જ દ્રવ્ય લઈશ અને એ પ્રકારે લઈશ” - આ દ્રવ્ય ભિક્ષાચર્યા છે. “આગમ'માં તેના છવ્વીસ અભિગ્રહ પ્રતિપાદિત કરવામાં આવ્યો છે. તે આ પ્રમાણે છે :
(૧) વિવેત્તર: વાસણમાંથી વસ્તુ કાઢી લઈને તો લેવું, અન્યથા નહિ. (૨) નિશ્વિત્તવરણઃ વાસણમાં વસ્તુ નાખીને આપે તો લેવું, અન્યથા નહિ.
(૩) વિશ્વ-નિર્વિવરણ: વાસણમાંથી વસ્તુ કાઢીને પછી નાખતાં-નાખતાં આપે તો લેવું, અન્યથા નહિ.
(૪) નિવિદ્યત્ત-વત્તિવર: વાસણમાં વસ્તુ નાખીને પછી કાઢતાં-કાઢતાં આપે તો લેવું, અન્યથા નહિ.
(૫) વડ્રિક્સમાચRE: ગૃહસ્થી માટે થાળીમાં પીરસેલા આહારની ગવેષણા કરવી.
(૬) સીરિઝમાર: જે ઠંડુ કરવા માટે થાળી વગેરેમાં નાખીને પછી ફરીથી બનાવવાના પાત્રમાં નાખીને દેવામાં આવ્યું હોય, એવા આહારની ગવેષણા કરવી.
(૭) ૩વગર: બીજા દ્વારા અન્યને આપવામાં આવેલા આહારની ગવેષણા કરવી.
(૮) વ વરણ : દેય દ્રવ્યમાંથી કાઢીને અન્યત્ર સ્થાપિત આહાર વગેરેની ગવેષણા કરવી.
(૯) ડવીયાવાયવરણ : ઉક્ત બંને પ્રકારના આહાર વગેરેની ગવેષણા કરવી. અથવા ગૃહસ્થ દ્વારા પ્રશસિત પછી દૂષિત વસ્તુની ગવેષણા કરવી. જેમ ગૃહસ્થ કહે કે જળ (પાણી) શીતળ તો છે પણ ખારું છે - આ રીતે ઉપનીત-અપની વસ્તુની ગવેષણા કરવી. (૫૮) અને છે કે એ છે કે જ જિણધમો)