________________
આ પ્રતિમામાં પહેલી લતામાં પંચોલા, એની પછી છ, સાત, આઠ અને નવ ઉપવાસનું તપ કરવામાં આવે છે. સર્વતોભદ્રપ્રતિમા
બીજી લતામાં - સાત, આઠ, નવ, પાંચ અને છનું તપ કરવામાં આવે છે. ત્રીજી લતામાં - નવ, પાંચ, છ, સાત અને આઠ ઉપવાસ કરવામાં આવે છે. ચોથી લતામાં - છ, સાત, આઠ, નવ અને પાંચ ઉપવાસ કરવામાં આવે છે. પાંચમી લતામાં - આઠ, નવ, પાંચ, છ અને સાત ઉપવાસ કરવામાં આવે છે. ઉકત પાંચ લતાઓથી એક પરિપાટી પૂરી થાય છે. એમાં એક્સો પંચોતેર દિવસ તપના અને પચીસ દિવસ પારણાના થાય છે. કુલ એક પરિપાટીમાં છ માસ અને વીસ
દિવસ થાય છે, ત્યારે પરિપાટી બે વર્ષ, બે મહિના અને
1] વીસ દિવસ લાગે છે. યવમધ્ય-ચંદ્રપ્રતિમા : શુક્લ (સુદ) પ્રતિપદાને એક ક્વલ ખાઈને પ્રતિદિન એક-એક કવલ વધતાં-વધતાં પૂર્ણિમાને પંદર કવલ અને કૃષ્ણ (વદ) પ્રતિપદાને પંદર કૌર ખાઈને એક-એક કવલ પ્રતિદિન ઘટાવતા અમાસે એક કૌર આહાર કરવામાં આવે, આ યવમધ્ય ચંદ્ર પ્રતિમા છે. ચંદ્રમાની કળાના સાથે આહાર વધે છે અને ઘટવા સાથે ઘટે છે. યવની જેમ મધ્યમાં જાડા (વધુ આહાર) અને બંને આંતરડાંઓ પર પાતળો (ઓછો આહાર) હોવાથી આ તપને યવમધ્ય-ચંદ્રપ્રતિમા કહેવામાં આવે છે.
વજમધ્ય-ચંદ્રપ્રતિમા ઃ કૃષ્ણપક્ષ(વદ)ની પ્રતિપદાને પંદર કવલ ખાઈને પ્રતિદિન એક-એક કવલ કરીને અમાવસ્યાએ એક કૌર અને શુક્લ (સુદ) પ્રતિપદાનો એક કૌર, એના પછી એક-એક કવલ વધારતા પૂનમનાં ૧૫ કૌર આહાર કરો, આ વજમધ્ય-ચંદ્રપ્રતિમા તપ છે. વજનો મધ્ય ભાગ પાતળો હોય છે અને બંને અંતમાં જાડા થાય છે. આ રીતે આ તપમાં મધ્યમાં ઓછો આહાર કરવામાં આવે છે અને બંને સંતોમાં વધુ આહાર કરવામાં આવે છે, તેથી આને વજમધ્ય-ચંદ્રપ્રતિમા કહેવામાં આવે છે.
વર્ધમાન-આયંબિલ તપ : એમાં પહેલાં એક આયંબિલ કરવામાં આવે છે. એના પછી એક ઉપવાસ કરવામાં આવે છે. પછી બે આયંબિલ અને એક ઉપવાસ, પછી ત્રણ આયંબિલ અને એક ઉપવાસ. આ રીતે વચ્ચે ઉપવાસ કરતાં-કરતાં આયંબિલ ક્રમશઃ એકએક વધતા રહે છે. એકસો આયંબિલ સુધી આ ક્રમ ચાલે છે, એ સોમાં આયંબિલ પછી એક ઉપવાસ કરવામાં આવે છે. આ વર્ધમાન આયંબિલ તપ છે. આ તપ ચૌદ વર્ષ, ત્રણ મહિના અને વીસ દિવસમાં પૂરા થાય છે. એમાં આયંબિલના દિવસ ૫૦૫૦ થાય છે અને ઉપવાસના દિવસે સો થાય છે. કુલ ૫૧૫૦ દિવસ થાય છે. આ તપમાં ચડવાનું જ થાય છે, ઊતરવું નહિ. તેથી આ વર્ધમાન તપ કહેવાય છે.
આ રીતે કેટલાંક પ્રકીર્ણક તપોનું વર્ણન કરવામાં આવ્યું છે. અન્ય પણ અનેક પ્રકારના પ્રકીર્ણક તપ છે. જેમ સપ્ત-સપ્તમિકાપ્રતિમા વગેરે. આ બધાં ઇત્વરકાલિક તપ છે. દૂ તપનું નિરૂપણ છે જો આ
છે ) ૫૫)