________________
વિવિધ પ્રકારનાં તપોથી અલંકૃત હોય છે. સાક્ષાત્ પ્રભુ મહાવીરે પોતાની સાધના અવસ્થામાં એટલું વધુ તપ કર્યું કે તે દીર્ઘ તપસ્વીના રૂપમાં વિખ્યાત થયા. મુમુક્ષુ સાધકોની સામે એ જ્વલંત આદર્શ છે, જે તપની મહત્તાને અને એની ઉપયોગિતાને સૂચિત કરે છે. “સ્થાનાંગ સૂત્ર'માં કહેવામાં આવ્યું છે -
_ 'खंति सूरा अरिहंता, तवे सूरा अणगारा' - સ્થાન-૪ અરિહંત ભગવાન ક્ષમાશૂર છે અને અણગાર તપ કરવામાં શૂર હોય છે.
ઇ–રિક અનશન તપના છ પ્રકારો : (૧) શ્રેણી તપ, (૨) પ્રતર તપ, (૩) ધન તપ, (૪) વર્ગ તપ, (૫) વર્ગવર્ગ તપ અને (૬) પ્રકીર્ણક તપ.
(૧) શ્રેણી તપ : ચતુર્થ ભક્ત (એક ઉપવાસ), ષષ્ઠ ભક્ત (બેલા), અષ્ટમ ભક્ત (તેલા) આમ, ક્રમથી ચડતાં-ચડતાં પક્ષોપવાસ, માસોપવાસ, દ્વિમાસોપવાસ અને અંતમાં પાસોપવાસ કરવો શ્રેણી તપ કહેવાય છે. છ મહિનાથી વધુનો ઉપવાસ નથી હોતો. પ્રતર તપ
(૨) પ્રતર તપ ઃ શ્રેણીને શ્રેણીથી ગુણ્યા
કરવાથી પ્રતર થાય છે. એક, બે, ત્રણ, ચાર ૧ | ૨
ઉપવાસની એક શ્રેણી. આ શ્રેણીને શ્રેણીથી ગુણ્યા કરવાથી (૪૪૪)=૧૬ પદ થાય છે. તે બાજુના કોષ્ઠક અનુસાર જાણવા જોઈએ.
બાજુમાં આપેલા કોષ્ઠક અનુસાર પહેલાં એક ઉપવાસ, પછી બે, પછી ત્રણ, પછી ચાર.
પછી બે, પછી ત્રણ, પછી ચાર, પછી એક. આ રીતે અંકોના ક્રમ અનુસાર તપ કરવું પ્રતર-અનશન તપ કહેવાય છે.
(૩) ધન તપ ઃ પ્રતરને શ્રેણીથી ગુણ્યા કરવાથી ધન તપ થાય છે. પ્રતર અર્થાતુ ૧૬ને શ્રેણી અર્થાત્ ૪થી ગુણ્યા કરવાથી ૬૪ પદ થાય છે. ૧૬X૪ આમ ૬૪ કોષ્ઠકમાં આવતા અંકો અનુસાર તપ કરવું ધન તપ કહેવાય છે.
(૪) વર્ગ તપ : ધનને ધનથી ગુણ્યા કરવાથી વર્ગ થાય છે. ૬૪૮૬૪=૪૦૯૬ કોષ્ઠકોમાં આવનાર અંકો અનુસાર તપ કરવું વર્ગ તપ કહેવાય છે.
(૫) વર્ગ વર્ગ તપ : વર્ગને વર્ગથી ગુણ્યા કરવાથી વર્ગ વર્ગ થાય છે. ૪૦૯૬ X ૪૦૯૬=૧૬૭૭૭૨૧૬ કોષ્ટકોમાં આવનાર અંકો અનુસાર તપ કરવું વર્ગવર્ગ તપ છે.
(૬) પ્રકીર્ણક તપ ઃ ઉપર્યુક્ત શ્રેણી વગેરેના રૂપમાં ન કરીને જે તપ વિભિન્ન રૂપોમાં કરવામાં આવે, તે પ્રકીર્ણક તપ છે. જેમ કે - કનકાવલી, રત્નાવલી, મુક્તાવલી, એકાવલી, બૃહત્ સિંહદીડિત, લઘુસિંહક્રીડિત, ગુણરત્ન, સંવત્સર, વજમધ્ય-પ્રતિમા, યવમધ્ય-પ્રતિમા, સર્વતોભદ્ર-પ્રતિમા, મહાભદ્ર-પ્રતિમા, ભદ્ર-પ્રતિમા, વર્ધમાન આયંબિલ વગેરે પ્રકીર્ણક તપો છે. તપનું નિરૂપણ કરે છે
છે તે છે ૫૧)