________________
એકાવલી તપ : પ્રથમ ઉપવાસ, પછી બેલા, પછી તેલા. એના પછી એક-એક કરીને ૮ ચતુર્થવ્યક્ત કરવા. પછી એક ઉપવાસથી લઈને ક્રમશઃ સોળ ઉપવાસ સુધી વધારવા. ત્યાર પછી એક-એક કરીને ચોંત્રીસ વાર ચતુર્થભત કરવા. એની પછી સોળ ઉપવાસ, પંદર ઉપવાસ, ચૌદ ઉપવાસ, આ ક્રમથી એક ઉપવાસ સુધી નીચે ઊતરવું, ત્યાર પછી આઠ વાર ચતુર્થભક્ત કરવું. એના પછી તેલા, બેલા અને એક ઉપવાસ કરવા.
આ તપની ૪ પરિપાટીઓ કરવાની હોય છે. એક પરિપાટીનો કાળ એક વર્ષ, બે મહિના અને બે દિવસ છે. ચાર પરિપાટીઓ પૂરી કરવામાં ચાર વર્ષ, આઠ મહિના અને આઠ દિવસ લાગે છે. પ્રથમ પરિપાટીમાં પારણામાં વિગય લઈ શકાય છે. બીજી પરિપાટીમાં વિગયનો ત્યાગ હોય છે. ત્રીજી પરિપાટીમાં વિગયનો લેપમાત્ર પણ વર્જનીય છે. ચોથી પરિપાટીમાં પારણાના દિવસે આયંબિલ કરવામાં આવે છે. આ તપની એક પરિપાટીમાં તપના દિવસ ત્રણસો ચોત્રીસ પારણાના દિવસો ઇઠ્યાસી હોય છે. આ તપ દરમિયાન દિવસમાં આતાપના લેવી અને રાતમાં વસ્ત્રરહિત થઈને વીરાસનથી બેસીને ધ્યાન કરવાનું હોય છે.
જ્યાં બે સ્થાનો ઉપર આઠ વખત ચતુર્થભક્ત કરવાનું હોય છે, ત્યાં એમાં આઠ ષષ્ઠભક્ત કરવાના હોય છે, તથા જ્યાં ચોત્રીસ વાર ચતુર્થભક્તિ કરવાનું કહેવામાં આવ્યું છે. ત્યાં એમાં ચોત્રીસ ષષ્ઠભક્ત કરવામાં આવે છે. શેષ વિધિ એકાવલી તપના સમાન જાણવી જોઈએ. આ તપની ચાર પરિપાટીઓ હોય છે. એક પરિપાટીનો કાળ એક વર્ષ, ત્રણ મહિના અને બાવીસ દિવસ હોય છે. એમાં તપના દિવસો ત્રણસો ચોર્યાસી અને પારણાના દિવસો ઈક્યાસી હોય છે. ચારેય પરિપાટીઓનો કાળ પાંચ વર્ષ, બે મહિના અને અઠ્યાવીસ દિવસ છે. પ્રથમ પરિપાટીના પારણામાં વિગય લઈ શકાય છે. બીજી પરિપાટીના પારણામાં વિનયનો ત્યાગ કરવામાં આવે છે. ત્રીજી પરિપાટીમાં વિગયનો લેપ પણ વર્જિત છે અને ચોથી પરિપાટીના પારણામાં આયંબિલ કરવામાં આવે છે.
કનકાવલી તપ ઃ આની વિધિ એકાવલી તપની જેમ જ છે. અંતર એ છે કે એકાવલી તપમાં જ્યાં બે સ્થાનો પર આઠ-આઠ કરીને ચતુર્થભક્ત કરવાનું કહ્યું છે અને એક સ્થાન પર ચોત્રીસ ચતુર્થભક્ત કરવાનું કહ્યું છે, ત્યાં આ તપમાં આઠ-આઠ અષ્ટમભક્ત અને ચોત્રીસ અષ્ટમભક્ત કરવામાં આવ્યા છે. શેષ બધી વિધિ એકાવલીની સમાન જાણવી જોઈએ.
રત્નાવલી તપ ? આ તપની વિધિ પણ એકાવલી તપની જેવી જ છે, અંતર એ છે કે એકાવલી તપમાં આ તપની એક પરિપાટીમાં એક વર્ષ, પાંચ મહિના અને બાર દિવસ લાગે છે. એમાં તપના દિવસ એક વર્ષ, બે મહિના અને ચૌદ દિવસો છે. અને પારણાના દિવસો ક્યાસી હોય છે. ચારેય પરિપાટીઓમાં પાંચ વર્ષ, નવ મહિના અને અઢાર દિવસ લાગે છે. પારણાની વિધિ એકાવલી રત્નાવલીની સમાન જ જાણવી જોઈએ.
મુક્તાવલી તપ ? આ તપમાં સૌપ્રથમ ઉપવાસ કરવામાં આવે છે. ઉપવાસ પછી બેલા, એના પછી ઉપવાસ. ઉપવાસ પછી તેલા, પછી ઉપવાસ અને પછી ચૌલા - આમ, (૫૨)
જિણધો]