________________
તપના ભેદ :
सो तवो दुविहो वुत्त बाहिरब्भन्तरो तहा । बाहिरो छव्विहो वुत्तो एवमब्भन्तरो तवो ॥७॥ अणसण- मुणोयरिया भिक्खायरिया य रसपरिच्चाओ । काय - किलेसो संलीणया, य बज्झो तवो होइ ॥ ८ ॥ पायच्छितं विणओ, वैयावच्चं तहेव सज्झाओ । झाणं च चिउस्सग्गो, एसो अभितरी तवो ॥३०॥
ઉત્તર., અ-૩૦
તપના મુખ્ય બે ભેદો છે બાહ્ય તપ અને આત્યંતર તપ. બાહ્ય તપ એ છે, જેમાં શારીરિક ક્રિયાની પ્રધાનતા હોય તથા જે બાહ્ય દ્રવ્યોની અપેક્ષા સહિત હોવાથી દૃષ્ટિગોચર થતું હોય. આપ્યંતર તપ એ છે, જેમાં માનસિક વૃત્તિઓની પ્રધાનતા હોય તથા જે પ્રાયઃ બાહ્ય દ્રવ્યોની અપેક્ષા રહિત હોવાથી બીજાઓને દૃષ્ટિગોચર ન પણ થાય. બાહ્ય તપનું મહત્ત્વ આત્યંતર તપની પુષ્ટિમાં ઉપોયગી હોવાથી છે. બાહ્ય અને આત્યંતર તપના વર્ગીકરણમાં સમગ્ર સ્થૂળ અને સૂક્ષ્મ ધાર્મિક નિયમોનો સમાવેશ થઈ જાય છે.
બાહ્ય તપના છ ભેદો છે ઃ ૧. અનશન, ૨. ઉણોદરી, ૩. ભિક્ષાચર્યા, ૪. રસપરિત્યાગ, પં. કાયક્લેશ અને ૬. પ્રતિસંલીનતા.
:
આત્યંતર તપના પણ છ ભેદ છે ઃ ૧. પ્રાયશ્ચિત્ત, ૨. વિનય, ૩. વૈયાવૃત્ય, ૪. સ્વાધ્યાય, ૫. ધ્યાન અને ૬. વ્યુત્સર્ગ.
બાહ્ય તપ
૧. અનશન : (ઉપવાસ) :
અનશન અર્થાત્ અનાજ, પાન-પાણી, ખાદ્ય અર્થાત્ પકવાન, મેવા વગેરે, સ્વાદ્ય અર્થાત્ મુખશુદ્ધિ કરનાર ઇલાયચી-સોપારી વગેરે એ ચારેય પ્રકારના પદાર્થો અહીં ‘અશન’ શબ્દથી ગ્રાહ્ય છે. પૂર્વોક્ત અશન-પાન-ખાદ્ય-સ્વાધ- ચારેય પ્રકારના આહારનો ત્યાગ કરવો અનશન તપ છે.
અનશન તપ બે પ્રકારના હોય છે - ઇત્પરિક અનશન અને યાવત્કથિત અનશન (જીવન પર્યંત માટે કરવામાં આવતું અનશન) ઇત્વરિક અર્થાત્ મર્યાદિત સમય માટે કરવામાં આવતું અનશન. એક ઉપવાસથી લઈને છ મહિનાના ઉપવાસ સુધી ઇત્વરિક અનશન હોય છે.
આત્મા મૂલતઃ અણાહારી છે. શરીરમાં આબદ્ધ હોવાની પરતંત્રતાને કારણે એને આહાર કરવો પડે છે. શરીર સંયમની સાધનાનું સાધન છે. જ્યાં સુધી આ શરીર દ્વારા સંયમની સાધના થઈ શકે ત્યાં સુધી આને ભાડાના રૂપમાં આહાર આપવો જ પડે છે. મુમુક્ષુ આત્મા ખાવા માટે નથી ખાતા પણ શરીરને સુરક્ષા આપવા માટે અનાસક્ત ભાવથી ખાય છે. તેથી મુમુક્ષુ મુનિ આહારનો ગુલામ નથી હોતો, પણ આહારની ગુલામીને વધુમાં વધુ નિરાહાર રહીને તોડનાર હોય છે. તેથી મુનિ ઉપવાસ, બેલા, તેલા વગેરે તપ કરતાં જ રહે છે. ચાર જ્ઞાનોના સ્વામી ગૌતમ ગણધર બેલા-બેલા પારણાં કરતા હતા. મુનિઓનું સંયમી જીવન જિણધમ્મો
૯૫૦