________________
આવે છે અને શેષ સાત વૈયાવૃત્ય કરે છે અને પૂર્વમાં ગુરુ પદ પર રહેલા સાધુ તપ કરવું શરૂ કરે છે. આ પણ છ મહિના સુધી તપ કરે છે. આ રીતે અઢાર મહિનામાં આ પરિહાર તપનું કલ્પ પૂર્ણ થાય છે. પરિહાર વિશુદ્ધિ તપ પૂર્ણ થવાથી તે સાધુ કાં તો આ જ કલ્પનો પુનઃ પ્રારંભ કરે છે કે જિનકલ્પ ધારણ કરી લે છે કે પાછા ગચ્છમાં આવી જાય છે. આ ચારિત્ર છેદોપસ્થાપનીય ચારિત્રવાળાઓનું જ હોય છે, અન્યનું નહિ.
પરિહાર વિશુદ્ધિ ચારિત્રના બે ભેદો છે – નિર્વિશમાનક અને નિર્વિષ્ટ કાયિક.
તપ કરનાર પારિહારિક સાધુ નિર્વિશમાનક કહેવાય છે. એમનું ચારિત્ર નિર્વિશમાનક પરિહાર વિશુદ્ધિ ચારિત્ર કહેવાય છે. તપ કરીને વૈયાવૃત્ય કરનાર આનુપારિવારિક સાધુ તથા તપ કર્યા પછી ગુરુપદ પર રહેલો સાધુ નિર્વિષ્ટ કાયિક કહેવાય છે. એમનું ચારિત્ર નિર્વિષ્ટ કાયિક પરિહાર વિશુદ્ધિ ચારિત્ર કહેવાય છે.
(૪) સૂમ સંપરાય ચારિત્ર : સંપદાયનો અર્થ કષાય છે, જે ચારિત્રમાં સૂક્ષ્મ સંપરાય અર્થાત્ સંજ્વલન લોભનો સૂક્ષ્મ અંશ રહે છે, એને સૂક્ષ્મ સંપરાય ચારિત્ર કહે છે. એના બે ભેદો છે - વિશુદ્ધયમાન અને સંક્ષિશ્યમાન. ક્ષેપક શ્રેણી અને ઉપશમ શ્રેણી પર ચડનાર સાધુના પરિણામ ઉત્તરોત્તર શુદ્ધ રહેવાથી એમનું ચારિત્ર વિશુદ્ધયમાન હોય છે. ઉપશમ શ્રેણીથી પડતા સાધુના પરિણામ સંક્લેશયુક્ત હોય છે, તેથી એમનું ચારિત્ર સંક્તિશ્યમાન કહેવાય છે. આ ચારિત્ર દસમાં ગુણસ્થાનમાં હોય છે.
(૫) ચયાખ્યાત ચારિત્ર : કષાયનો જરા પણ ઉદય ન હોવાથી અતિચાર રહિત પારમાર્થિક રૂપથી પ્રસિદ્ધ શુદ્ધ સ્વરૂપવાળું ચારિત્ર યથાખ્યાત ચારિત્ર છે. અથવા કષાય રહિત સાધુના નિરતિચાર યથાર્થ ચારિત્ર યથાખ્યાત ચારિત્ર કહેવાય છે.
એના બે ભેદ છે - છવસ્થ યથાખ્યાત ચારિત્ર અને કેવળી યથાવાત ચારિત્ર. છઘસ્થ યથાખ્યાત ચારિત્રના બે ભેદો છે - ઉપશાંત મોહ યથાખ્યાત ચારિત્ર અને ક્ષીણ મોહ યથાખ્યાત ચારિત્ર. અગિયારમા ગુણસ્થાનમાં ઉપશાંત મોહ યથાખ્યાત ચારિત્ર હોય છે. અને બારમા ગુણસ્થાનમાં ક્ષીણ મોહ યથાખ્યાત ચારિત્ર હોય છે. અથવા છાસ્થ યથાખ્યાત ચારિત્ર બે પ્રકારના છે - પ્રતિપાતિ અને અપ્રતિપાતિ. અગિયારમા ગુણસ્થાનમાં થનારા પ્રતિપાતિ છે અને બારમા ગુણસ્થાનમાં થનારા અપ્રતિપાતિ છદ્મસ્થ યથાખ્યાત ચારિત્ર છે.
કેવળી યથાખ્યાત ચારિત્રના બે ભેદ છે - સયોગી અને અયોગી. સયોગી યથાખ્યાત ચારિત્ર તેરમા ગુણસ્થાનમાં હોય છે અને અયોગી યથાખ્યાત ચૌદમા ગુણસ્થાનમાં હોય છે.
વર્તમાન કાળમાં માત્ર પહેલું સામાયિક ચારિત્ર અને બીજું છેદોવસ્થાનીય ચારિત્ર - એ બે ચારિત્ર જોવા મળે છે. એમની વિધિવત્ આરાધના કરનાર મુનિ સંસારસાગરથી પાર થઈ જાય છે અને અન્ય ભવ્યજનોને પણ પાર ઉતારે છે. ઉક્ત રીતિથી ૩ ગુપ્તિ, ૫ સમિતિ, ૧૦ ધર્મ, ૧૨ ભાવના, ૨૨ પરિષહ-જય અને ૫ ચારિત્રના ભેદથી ૫૭ પ્રકારના સંવરનું નિરૂપણ કરવામાં આવ્યું. જે ભવ્ય જીવ ઉક્ત ૫૭ પ્રકારના સંવર ધર્મની આરાધના કરે છે, તે મુકિત-સુખના ભાગી બને છે. (૯૪) જા. / / જિણધર્મોો]