________________
GO
(પાંચ ચારિત્ર)
આત્મિક શુદ્ધ દશામાં સ્થિર રહેવાનું અનુષ્ઠાન વિશેષ ચારિત્ર છે, અથવા ચારિત્ર મોહનીય કર્મના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમથી થનારા વિરતિ પરિણામને ચારિત્ર કહે છે. નિરુક્તિની દૃષ્ટિથી “વિત્ત રિવર્તિ રતિતિ ચારિત્રમ્' પૂર્વસંચિત કર્મોને જે રિક્ત કરે, તે ચારિત્ર છે. કહ્યું છે - ___"एयं चयरित्तकरं चारित्तं होई आहियं "
ઉત્તરા, અ.-૨૮, ગા-૩૩ મોક્ષાભિલાષી આત્મા પૂર્વ સંચિત કર્મોને દૂર કરવા માટે સર્વ સાવધ યોગની નિવૃત્તિ કરે છે, એ જ ચારિત્ર કહેવાય છે. પરિણામ શુદ્ધિના તરતમભાવની અપેક્ષાથી ચારિત્રના પાંચ ભેદો છે. ચારિત્રના પાંચ ભેદ :
(૧) સામાયિક ચારિત્ર (૨) છેદોપસ્થાપનીય ચારિત્ર, (૩) પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, (૪) સૂક્ષ્મ સંપરાય ચારિત્ર અને (૫) યથાખ્યાત ચારિત્ર.
(૧) સામાયિક ચારિત્ર ઃ સમભાવમાં સ્થિત રહેવા માટે સમસ્ત અશુદ્ધ પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો સામાયિક ચારિત્ર છે અથવા રાગ-દ્વેષ રહિત આત્માની પ્રતિક્ષણ અપૂર્વઅપૂર્વ-અપૂર્વ નિર્જરાથી થનારી આત્મ વિશુદ્ધિનું પ્રાપ્ત થવું સામાયિક છે. ભવભ્રમણના
ક્લેશને મટાડનારી, ચિંતામણિ કામધેનુ તથા કલ્પવૃક્ષનાં સુખોનો પણ તિરસ્કાર કરનારી, નિરુપમ સુખ દેનારી, રત્નત્રયની પર્યાયોને પ્રાપ્ત કરાવનારી, રાગ-દ્વેષરહિત આત્માની વિરતિ-પરિણતિને સામાયિક ચારિત્ર કહે છે.
સર્વ સાવદ્ય વ્યાપારનો ત્યાગ કરવો તથા નિરવદ્ય વ્યાપારનું સેવન કરવું, સામાયિક ચારિત્ર છે. છેદોપસ્થાપન વગેરે ચારિત્રના અન્ય ભેદ પણ સામાયિક રૂપ તો છે જ, છતાંય આચાર અને ગુણની કેટલીક વિશેષતાઓને કારણે અન્ય ચાર ભેદોના સામાયિકથી પૃથક નિરૂપણ કર્યું છે. છેદ વગેરે વિશેષણ ન હોવાથી પ્રથમ ચારિત્રનું નામ સામાન્ય રૂપથી સામાયિક ચારિત્ર રાખવામાં આવ્યું છે. સામાયિક ચારિત્રના બે ભેદો છે - ઇન્દર કાલિક સામાયિક અને યાવત્કથિત સામાયિક.
ઇત્વર કાલિક સામાયિક : ઇવર કાળનો અર્થ છે - અલ્પકાળ. અલ્પકાળ માટે જે સામાયિક ચારિત્ર દેવા-લેવામાં આવે છે, તે ઇવર કાલિક છે. ભરત-ઐરાવત ક્ષેત્રના પ્રથમ અને અંતિમ તીર્થકરના તીર્થમાં દીક્ષાર્થીને પ્રથમ ઇવર કાલિક સામાયિક ચારિત્ર આપવામાં આવે છે. એની સ્થિતિમાં જઘન્ય સાત દિવસ, મધ્યમ ચાર મહિના અને ઉત્કૃષ્ટ છ મહિના છે. એની પછી એમાં પુનઃ મહાવ્રતોનું આરોપણ કરવામાં આવે છે. જ્યાં સુધી મહાવ્રતોનું આરોપણ કરવામાં આવતું નથી ત્યાં સુધી એ દીક્ષિતના ઇવર કાલિક સામાયિક ચારિત્ર હોય છે. (૪૪) 000 0.0000 0.0000 ( જિણધો]