________________
અનુભવ નથી કરતો અને અનાદર થવાથી પંચમાત્ર પણ ખેદ નથી કરતો. આ રીતે માનાપમાનમાં સમદષ્ટિ રાખનાર મુનિ સત્કાર-પુરસ્કાર પરિષહનો વિજેતા છે.
(૨૦) પ્રજ્ઞા પરિષહ : વિશિષ્ટ ચમત્કારિણી બુદ્ધિ હોવાથી મુનિ એનું અભિમાન ન કરે અને એવી વિશિષ્ટ પ્રજ્ઞા ન હોવાથી ખિન્નતા ન લાવે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ પર બુદ્ધિની તીવ્રતા કે મંદતા નિર્ભર કરે છે. તેથી ક્ષયોપશમની વિચિત્રતાને ધ્યાનમાં રાખીને મુનિ અભિમાનથી દૂર રહે. જે આ રીતે પોતાના વિશિષ્ટ જ્ઞાનનો ગર્વ નથી કરતો તે મુનિ પ્રજ્ઞા પરિષહનો વિજેતા છે.
(૨૧) અજ્ઞાન પરિષહ : કેટલીક વાર સાધકના જ્ઞાનાવરણીય કર્મનો એવો ગાઢ ઉદય રહે છે કે નાનાવિધ પ્રયત્ન કરવા છતાંય એને જ્ઞાનની પ્રાપ્તિ નથી થતી. એને કારણે સાધકના મનમાં ખિન્નતા આવી જાય છે કે - “અહો! હું આટલું તપ વગેરે કરું છું, વાંચવામાં પરિશ્રમ કરું છું, છતાંય મને જ્ઞાન નથી આવતું. લોકો મને પ્રશ્ન કરે છે, પરંતુ હું એમનો જવાબ આપી શકતો નથી.' મુનિને આ પ્રકારની ખિન્નતા ન લાવવી જોઈએ. પણ એણે એ વિચાર કરવો જોઈએ કે - જ્યારે મારા જ્ઞાનાવરણીય કર્મનો વિશેષ ક્ષયોપશમ થશે તો મને જ્ઞાન અવશ્ય પ્રાપ્ત થશે. આ રીતે એણે પોતાને આશ્વસ્ત કરવો જોઈએ. મુનિ ક્યારેય એવો વિચાર ન કરે કે - “જ્યારે હું ધર્મના કે શાસ્ત્રના રહસ્યને નથી જાણી શકતો, તો મારું સંયમ ધારણ કરવું, બ્રહ્મચર્ય પાળવું, આરંભ-સમારંભથી વિરત થવું વ્યર્થ છે. હું આટલું તપ કરું છું, પ્રતિમા અંગીકાર કરું છું, ઉદ્યત વિહારી થઈને વિચરુ છું, છતાં મને અતિશય જ્ઞાન કેમ નથી થતું?” મુનિએ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમની વિચિત્રતાને ધ્યાનમાં રાખીને પોતાના અજ્ઞાન માટે ખેદ ન કરવો જોઈએ. પરંતુ અગ્લાન ભાવથી જ્ઞાનપ્રાપ્તિને માટે ઉદ્યમ કરતાં રહેવું જોઈએ. જે સાધક આ પ્રમાણે અજ્ઞાનજન્ય પીડાને અગ્લાન ભાવથી સહે છે તે અજ્ઞાન પરિષહનો વિજેતા છે.
(૨૨) (અ) દર્શન પરિષહ : સૂક્ષ્મ અને અતીન્દ્રિય પદાર્થોનું દર્શન ન થવાથી સ્વીકૃત ત્યાગ નિષ્ફળ પ્રતીત થવાથી મુનિની શ્રદ્ધા ડામાડોળ થઈ શકે છે. એવી સ્થિતિમાં પોતાની શ્રદ્ધાને અડોલ અને દઢ રાખવી જોઈએ. શ્રદ્ધામાં વિક્ષેપ પડવાથી મુનિને ખિન્નતા થાય છે. એને સંશય થવા લાગે છે કે પરલોક છે કે નહિ? તપસ્વીને ઋદ્ધિ-સિદ્ધિ મળે છે કે નહિ ? સંયમ ધારણ કરીને ક્યાંક હું ઠગાઈ તો નથી ગયો ને ? શું ખબર તીર્થકર થયા છે કે થશે નહિ? આ રીતે મુનિની શ્રદ્ધા ડોલાયમાન થઈ જાય છે કે તેથી આને પીડારૂપ પરિષહ માનવામાં આવ્યો છે. મુનિને આ રીતે પોતાની શ્રદ્ધામાં વિક્ષેપ ન નાખવો (પાડવો) જોઈએ, પણ શ્રદ્ધાને મજબૂત કરતા રહેવું જોઈએ. જે સાધક આ રીતે (અ) દર્શન વિષયક પરિષહને શ્રદ્ધાના સંબલના સહારે સહન કરે છે અર્થાતુ પોતાની શ્રદ્ધાને દઢ બનાવી રાખે છે, તે (બ) દર્શન પરિષહનો વિજેતા છે.
ઉક્ત બાવીસ પરિષહો પર વિજય મેળવવાથી સંવર-ધર્મ થાય છે અને કર્મોની નિર્જરા થાય છે. (૯૪૨) નો જ છે ન જિણધમો)