________________
કાલે મળશે.’ જ્યારે અંતરાય કર્મનો ક્ષયોપશમ થશે ત્યારે વસ્તુ મળશે. એમાં ખેદ કરવાની કોઈ વાત નથી.જે સાધક એવો વિચાર કરે છે એને અલાભની સ્થિતિ દુ:ખી નથી કરી શકતી. તે મુનિ અલાભમાં પણ સંતુષ્ટ રહે છે. તે અલાભની સ્થિતિમાં સહજ તપના લાભને જુએ છે. એવો મુનિ અલાભ પરિષહનો વિજેતા છે.
(૧૬) રોગ પરિષહ : વેદનીય કર્મના ઉદયથી શરીરમાં રોગની ઉત્પત્તિ થઈ જવાથી મુનિ જરા પણ ખિન્નતાનો અનુભવ ન કરે. એને પૂર્વકૃત કર્મોનો ઉદય માનીને શાંતિ સાથે આકુળ-વ્યાકુળ થયા વિના સહન કરે. જરા પણ કાયરતા ન લાવે. સાધુ એ સમય એ વિચાર કરે કે - ‘શરીર અને આત્મા અલગ-અલગ છે. શરીરમાં રોગ થવાથી મારા આત્માનું કંઈ નથી બગડતું.' સનતકુમાર ચક્રવર્તીનો આદર્શ રોગગ્રસ્ત મુનિએ પોતાની સમક્ષ રાખવો જોઈએ. સનત્કુમાર ચક્રવર્તી ખૂબ રૂપવાન હતા. દેવયોગથી એમના શરીરમાં કુષ્ઠ રોગ ઉત્પન્ન થઈ ગયો. એમણે વિરક્ત થઈને દીક્ષા લઈ લીધી. આ ઉત્પન્ન રોગની ચિકિત્સા નથી કરી, એમણે ઉપેક્ષાની અને ધીરતાની સાથે સહન કર્યું. એ જ રોગ પરિષહને જીતવું છે.
(૧૦) તૃણ-સ્પર્શ : મુનિને પાથરવા માટે તૃણોની શય્યા કે આસનનો ઉપયોગ કરવો પડે છે. તૃણોનો સ્પર્શ તીક્ષ્ણ હોય છે. મુનિનું શરીર તપના કારણે, રૂક્ષ વૃત્તિના કારણે ક્રુશ થઈ જાય છે, તેથી એની તૃણ વગેરેનો સ્પર્શ ખૂબ પીડાકારી હોય છે. છતાં કર્મ-નિર્જરાનો અભિલાષી મુનિ આ પીડાને શાંત ભાવથી સહન કરે છે. તૃણોથી તર્જિત (પીડિત) થતો મેધાવી સાધક ક્યારેય મર્યાદા ઉપરાંત વસ્રોનો ઉપયોગ શય્યા કે આસન માટે ન કરે. જે આ પ્રકારના તૃણસ્પર્શ પરિષહને સહન કરે છે, તે તૃણ-સ્પર્શ પરિષહ વિજેતા મુનિ છે.
(૧૮) મળ પરિષહ : જૈન નિગ્રંથ મુનિ સ્નાન નથી કરતા. કારણ કે તે શમ-દમજપ-તપ શૌચ વગેરેથી હંમેશાં પવિત્ર હોય છે. અપકાય અને અન્ય ત્રસ-સ્થાવર જીવોની અનુકંપા માટે મુનિ ન સ્નાન કરે છે અને ન લેપ કે માલિશ કરાવે છે. ગરમી વગેરેને કારણે રોમથી (રોમે-રોમ) પરસેવો નીકળે છે અને રજ વગેરે ઊડીને શરીર ઉપર મેલના રૂપમાં ચોંટી જાય છે. આમ, સ્વેદ અને મળ વગેરેને કારણે શરીર ક્લિન્ન થવા છતાંય મુનિ ક્યારેય સ્નાન કરવાની ઇચ્છા ન કરે. પણ કર્મ-મેલને દૂર કરવા માટે જળ-મળને અગ્લાન ભાવથી ધારણ કરે. આમ,મુનિ મળ પરિષહનો વિજેતા હોય છે.
(૧૯) સત્કાર-પુરસ્કાર પરિષહ : સાધનાશીલ મુનિને જોઈને અનેક ભાવુક નરનારી શ્રદ્ધા-ભક્તિપૂર્વક સત્કાર-સન્માન કરે છે, અભ્યુત્થાન વગેરેથી વિનય કરે છે, ભોજન વગેરે માટે નિમંત્રિત કરે છે અને અન્ય અનેક રીતિઓથી સ્તુતિ, કીર્તિ, પ્રશંસા, મહિમા, અભિવાદન વગેરે કરે છે. આ રીતે પોતાનો મહિમા કે પ્રશંસા થવાથી મુનિ ન તો પ્રસન્ન થાય છે અને ન નિંદા વગેરે થવાથી (કરવાથી) રુષ્ટ થાય છે. મુનિને આદરસન્માનની કામના નથી હોતી. સાચો મુનિ આદર-સત્કારને પરિષહ માને છે અને એને રાગદ્વેષ રહિત થઈને સમભાવથી સહન કરે છે. અર્થાત્ સત્કાર મળવાથી પંચમાત્ર પણ હર્ષનો પરિષહો ઉપર વિજય
૯૪૧