________________
:
(૧૧) શય્યા પરિષહ : કોમળ કે કઠોર, ઊંચી-નીચી જેવી પણ જગ્યા સહજ ભાવથી મળે ત્યાં સમભાવપૂર્વક રહેવું કે શયન કરવું શય્યા પરિષહને જીતવું છે. પૂર્વાનુભૂત પલંગગાદી-ઓશિકું વગેરેનું સ્મરણ ન કરતાં ઊંચી-નીચી, ઊબડ-ખાબડ શય્યા મળવાથી મુનિએ વિચારવું જોઈએ કે મને ક્યાં અહીં વધુ રોકાવું છે ? એક રાત માટે જેવી તેવી પણ શય્યા (પથારી) મળે, શું બગડી જવાનું છે ? આ રીતે સમભાવ અને શાંતિ સાથે શય્યા પરિષહ પર વિજય મેળવવો જોઈએ.
(૧૨) આક્રોશ પરિષહ ઃ મુનિને જો કોઈ કઠોર શબ્દ કહે, ગાળો આપે, અપમાન કરે, ભéના કરે તો મુનિ એની પ્રતિ જરા પણ ક્રોધ ન કરે. જો મુનિ પણ બદલામાં કઠોર શબ્દ બોલે છે તો એ પણ એ અજ્ઞાનીઓ જેવો થઈ જાય છે. તેથી બાણોની જેમ વાગતા કડવા શબ્દોને સાંભળીને મુનિ મૌન રહ્યા, એ મર્મભેદી વચનો પર જરા પણ ધ્યાન ન દે. આમ, જે મુનિ દુર્વચનરૂપી ગ્રામકાંટોને સમભાવપૂર્વક શાંતિની સાથે સહન કરે છે, તે આક્રોશ પરિષહને જીતનાર મુનિ છે.
(૧૩) વધ પરિષહ ઃ જો કોઈ ક્રૂરકર્મી જીવ મુનિને મારવા માટે તૈયાર થાય ત્યારે પણ મુનિ એની પ્રત્યે મનમાં જરા પણ દ્વેષ ન લાવે. ક્ષમા-ધર્મને શ્રેષ્ઠ જાણીને ભિક્ષુ ધર્મનું આચરણ કરતો રહે. વધની સ્થિતિ આવવાથી મુનિ વિચાર કરે કે જીવનો નાશ નથી થતો. આ બિચારો મારા શરીરનો નાશ કરી રહ્યો છે. મારા જ્ઞાન વગેરે ગુણનો નાશ તો નથી કરી રહ્યો. આમ, મારનારની પ્રત્યે જરા પણ પ્રદ્વેષભાવ મનમાં ન લાવે. જે મુનિ એવી ઉત્કૃષ્ટ ક્ષમા ધારણ કરે છે, તે વધ પરિષહનો વિજેતા છે.
(૧૪) યાચના પરિષહ : અણગાર ભિક્ષુમાં આ કેટલો કઠિન (મુશ્કેલ) આચાર છે કે એને પોતાના ઉપયોગની પ્રત્યેક વસ્તુ માંગીને જ લેવી પડે છે, કોઈપણ વસ્તુ એની પાસે અયાચિત નથી હોતી. યાચના કરવી ખૂબ કઠિન કામ છે. માંગવામાં શરમનો અનુભવ હોય છે. યાચના કરતા સમયે મુનિના મનમાં એ વિચાર કદાચ આવી શકે છે કે - ‘આ કેવો આચાર જેમાં પ્રત્યેક વસ્તુ માંગવી પડે છે ? એની અપેક્ષાથી તો અગારવાસ સારો છે જ્યાં કોઈ વસ્તુ માંગવી તો નથી પડતી ?’ એવો વિચાર કરનાર મુનિ યાચના પરિષહથી પરાજિત થઈ જાય છે. તેથી મુનિએ એવો વિચાર ક્યારેય ન લાવવો જોઈએ. યાચનાને પ્રભુ મહાવીર સાધુનો આચાર કહ્યો છે, તેથી અદીન ભાવથી - શાહી વૃત્તિથી યાચના કરવામાં કોઈ શરમની વાત નથી. નિરવઘ વૃત્તિ માટે સાધુને ભિક્ષાચરી કરવી જ પડે છે. એનાથી સંયમ દેહની પાલના પણ થઈ જાય છે, અને આરંભ-સમારંભથી બચાવ પણ થઈ જાય છે. તેથી યાચનાના ગુણોને જાણીને એનાથી ઉત્પન્ન થનારી શરમ વગેરેને મુનિ જીતે. જે યાચના પરિષહથી પીડિત નથી થતો તે યાચના-પરિષહનો વિજેતા મુનિ છે.
(૧૫) અલાભ પરિષહ : યાચના કરવા છતાંય અનેક વાર સાધુને ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ નથી થતી. એ અલાભની સ્થિતિમાં મનમાં ખિન્નતા આવી શકે છે, એનું નિવારણ કરવા માટે મુનિ પોતાના મનમાં વિચારે કે - ‘આજે મને ઇષ્ટ વસ્તુ નથી મળી રહી તો
૯૪૦
જિણધો