________________
(૨) પિપાસા પરિષહ : મુનિ સચિત જળનો ત્યાગી હોય છે. એને અચિત્ત જળ જ ગૃહસ્થોના ત્યાંથી યાચના કરીને લાવવાનું હોય છે, તેથી કેટલાક પ્રસંગો પર મુનિને કલ્પનીય પાણીની પ્રાપ્તિ નથી થતી. એવી સ્થિતિમાં પિપાસાને કારણે મુનિને વેદના થઈ શકે છે, એનો કંઠ સુકાઈ શકે છે. એવા પ્રસંગોમાં પણ મુનિએ શીતોદક(સચિત્ત જળ)નું સેવન ન કરવું જોઈએ. નિર્જન સ્થાનોમાં તીવ્ર તરસથી પીડિત થવા છતાંય કંઠ સુકાવાનો પ્રસંગ આવવા છતાં પણ મુનિ અકલ્પનીય જળનું સેવન કરવાનો વિચાર સુધી ન કરે. એણે એ પિપાસા પરિષદને અદીનભાવથી સમતાપૂર્વક સહન કરવું જોઈએ. એણે સંતોષરૂપી ઘટના ધ્યાનરૂપી જળનું પાન કરવું જોઈએ.
(૩) શીત પરિષહ ઃ લૂખો-સૂકો આહાર કરનાર મુનિને શરીરની કમજોરીને કારણે કે અન્ય કારણોથી ઠંડીની પીડા સતાવતી હોય તો મુનિએ પોતાની મર્યાદાને ધ્યાનમાં રાખી અગ્નિ સળગાવવા કે મર્યાદાથી વધુ વસ્ત્ર રાખવાનો વિચાર સુધી ન કરવો જોઈએ. એણે નરક વગેરે સ્થાનોમાં પૂર્વજન્મમાં ભોગવેલી ઠંડી(શીત)ની યાતનાનું સ્મરણ કરીને ઉપસ્થિત ઠંડીની વેદનાને સમભાવથી સહન કરવી જોઈએ. અગ્નિ-સેવન કે અન્ય અકલ્પનીય આચરણનું સેવન ન કરતાં શીત પરિષહ પર વિજય પ્રાપ્ત કરવો જોઈએ. તપની આગથી ઠંડીને રોકો.
| (૪) ઉષ્ણ પરિષહ : ગ્રીષ્મ ઋતુમાં ગરમીને કારણે સંતપ્ત થવાથી મુનિ આકુળવ્યાકુળ ન થાય, પોતાના શરીરને જળથી ન સીંચો, સ્નાનની અભિલાષા ન કરે અને ન પંખો વગેરે દ્વારા હવા કરે. ગરમીની વેદના થવાથી મુનિ એને શાંતભાવથી સહન કરે. નરકમાં સહન કરેલી ઉષ્ણ વેદનાનું સ્મરણ કરીને વર્તમાનમાં થનારી ઉષ્ણ વેદનાને નગણ્ય ગણે અને પ્રશમરસની શીતળ ધારાઓથી ઉષ્ણતાના પરિતાપને દૂર કરે.
(૫) દંશમશક પરિષહ : ડાંસ, મચ્છર, માખી વગેરે ડસનાર ક્ષુદ્ર જંતુઓના કરડવાથી મુનિ એમના પર પ્રક્વેષ ન કરે, એમને પીડા ન પહોંચાડે, પણ સમભાવપૂર્વક એ પીડાને સહન કરે. જેમ યુદ્ધભૂમિમાં અગ્રભાગ ઉપર રહેલો હાથી બાણોથી વિચલિત નથી થતો એ જ રીતે મુનિને જીવડાંઓના કરડવાથી વિચલિત ન થવું જોઈએ.
(૬) અચેલ પરિષહ ઃ જૈન સાધનામાં વસ્ત્ર સહિત અને વસ્ત્ર રહિત બંને પ્રકારની વિધિઓની અનુજ્ઞા કરવામાં આવી છે. વસ્ત્ર સહિત સાધના કરનાર મુનિને વસ્ત્ર વગેરેના જીર્ણ હોવાથી, ફાટી જવાથી કે ચોર વગેરે દ્વારા ચોરી લેવાથી ખેદ-ખિન્ન ન થવું જોઈએ. એણે દીન બનીને વસ્ત્રોની યાચના ન કરવી જોઈએ અને ન કોઈપણ સ્થિતિમાં અકલ્પનીય વસ્ત્ર ગ્રહણ કરવા જોઈએ. જીર્ણશીર્ણ વસ્ત્રોને કારણે ચિત્તમાં જરા પણ ખિન્નતા ન લાવવી જોઈએ. વસ્ત્રધારીઓ માટે અચેલ પરિષદનું આ સ્વરૂપ છે. જે જિનકલ્પી સાધક નગ્ન રહે છે, એમની સાથે સ્ત્રી વગેરે નિમિત્તોના ઉપસ્થિત થવાથી લજ્જા ઉત્પન્ન થઈ શકે છે. જેના કારણે નગ્નત્વથી પીડાનો અનુભવ થઈ શકે છે. તેથી નગ્નતાને પરિષહ માનવામાં આવ્યો છે. નગ્ન સાધક સમભાવથી નગ્નતાને સહન કરે, એનાથી વિચલિત ન થાય. (૯૩૮), છે તે છે જે છે તે છે જિણધમો)