________________
જેમને અભ્યાસ નથી તે પરિષહોથી ગભરાઈને માર્ગ-ભ્રષ્ટ થઈ જાય છે. તેથી ઉપવાસ, કાયક્લેશ વગેરે તપ બતાવ્યાં છે. પરિષહ પણ સંયમ અને તપનાં જ અંગો છે. પરિષહોને જીતવાનો અન્ય લાભ એ છે કે નવીન કર્મોનો બંધ રોકાઈ જાય છે અને જૂનાં કર્મોની નિર્જરા થાય છે. તેથી કહેવામાં આવ્યું છે - मार्गऽच्यवन निर्जरार्थ परिसोव्याः परीषहाः
- તત્ત્વાર્થ સૂત્ર, અ-૯, સૂત્ર-૮ માર્ગથી સ્મૃત ન થવા તથા કર્મોના ક્ષય માટે જે સહન કરવા યોગ્ય હોય, તે પરિષહો છે.
_ 'श्रेयांसि बहुविघ्नानि भवन्ति महतामपि' અર્થાતું મોટા માણસોના પણ શુભ માર્ગમાં ઘણાં વિદનો આવે છે. પરંતુ વિદનોથી ડરીને શુભ કાર્યને ન છોડવો જોઈએ. સાધનાના પથ ઉપર ચાલનાર મુનિના કાર્યમાં પણ અલગઅલગ પ્રકારના પરિષહ અને ઉપસર્ગ આવે છે. એમનાથી એને વિચલિત ન થવું જોઈએ, પણ એમને પરાજિત કરતા આત્મબળ દ્વારા સાધના માર્ગ ઉપર અનવરત ચાલતાં રહેવું જોઈએ. એવો સાધક જ મુક્તિશ્રીનું વરણ કરી શકે છે. જે મુનિનું મન પરિષદો અને ઉપસર્ગોની વચ્ચે વિચલિત નથી થતો એને જ મોક્ષની પ્રાપ્તિ થાય છે.
જો કે પરિષહોની સંખ્યા સંક્ષેપમાં ઓછી અને વિસ્તારમાં વધુ પણ કલ્પિત કરી શકાય છે, છતાં ત્યાગના વિકાસ માટે વિશેષ રૂપથી બાવીસ પરિષહ શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યા છે, તે નીચે મુજબ છે :
(૧) સુધા, (૨) પિપાસા, (૩) શીત (ઠંડુ), (૪) ઉષ્ણ, (૫) દંશમશક, (૬) અચલ, (૭) અરતિ, (૮) સ્ત્રી, (૯) ચર્યા, (૧૦) નિષઘા, (૧૧) શય્યા, (૧૨) આક્રોશ, (૧૩) વધ, (૧૪) યાચના, (૧૫) અલાભ, (૧૬) રોગ, (૧૭) તૃણસ્પર્શ, (૧૮) મળ, (૧૯) સત્કાર-પુરસ્કાર, (૨૦) પ્રજ્ઞા, (૨૧) અજ્ઞાન અને (૨૨) અદર્શન (અથવા દર્શન)
(૧) ધા પરિષહ : મુનિને ગૃહસ્થોનાં ઘરોથી વિધિપૂર્વક આહારની ગવેષણા કરવાની હોય છે. એવી સ્થિતિમાં અનેક વાર એવા પ્રસંગો આવી શકે છે. જ્યારે મુનિને નિર્દોષ અને કલ્પનીય આહારની પ્રાપ્તિ ન થાય. એવા પ્રસંગો ઉપર મુનિને સુધાની વેદના થઈ શકે છે. એ સમયે મુનિ મનથી પણ વિચલિત ન થાય. એણે વિચારવું જોઈએ કે આ જીવે પરવશ થઈને નારક અવસ્થામાં પશુ-પક્ષીની પર્યાયમાં કેટલીક ભયંકર ભૂખને સહન કરી છે. એની સામે આ અત્યારે ઉપસ્થિત સુધાની વેદના કઈ ગણતરીમાં છે? એવું વિચારીને સમભાવપૂર્વક સુધા વેદનીયને સહન કરે. સુધાથી તજિત થઈને મુનિ ફળ-ફૂલ વગેરે વનસ્પતિનું છેદન-ભેદન ન કરે, ન પચન-પાચનના આરંભનો વિચાર જ કરે, ન અકલ્પનીય આહાર ગ્રહણ કરે. ભૂખથી ક્ષીણકાય થવા છતાં પણ અદીનમન થઈને મુનિએ સુધા પરિષદને જીતવો જોઈએ. [પરિષહો ઉપર વિજય) :
૯૩૦)