________________
ચિંતનથી મુમુક્ષુનું મન સંસારથી ઉદ્વિગ્ન થઈને મુક્તિ સ્થાનને અને સ્વાત્મોપલબ્ધિ રૂપ સિદ્ધિને પ્રાપ્ત કરવા માટે લાલાયિત (લાલચું) થઈ જાય છે. આ ભાવનાનું ચિંતન શિવરાજર્ષિએ કર્યું હતું. શિવરાજર્ષિને પહેલાં વિભંગ જ્ઞાન ઉત્પન્ન થયું હતું. જેનાથી એમણે સાત દ્વીપ અને સાત સમુદ્ર પર્યંત પૃથ્વી જોઈ. તે લોકોમાં એ જ પ્રચારિત કરતા રહ્યા કે પૃથ્વી એટલી જ છે. લોકોએ એમને પૂછ્યું કે - “પ્રભુ મહાવીર તો અસંખ્ય દ્વીપ સમુદ્ર બતાવે છે, તો તમારી વાત કેવી રીતે સાચી હોઈ શકે છે ?’” ત્યારે શિવરાજર્ષિ પ્રભુ મહાવીરની પાસે ચર્ચા-હેતુ પહોંચ્યા. પરંતુ ત્યાં પહોંચતાં જ એમનું વિભંગ જ્ઞાન અવધિજ્ઞાનમાં પરિણત થઈ ગયું અને ઉત્તરોત્તર વૃદ્ધિને પ્રાપ્ત થયા, જેનાથી તે અસંખ્ય દ્વીપ-સમુદ્ર જોવા લાગ્યા. શિવરાજર્ષિ ભગવાન મહાવીરના શિષ્ય બન્યા અને કર્મક્ષય કરીને મોક્ષે પધાર્યા.
चौदह राजू उत्तुंग नभ, लोक पुरुष संठान । तामे जीव अनादि से, भटकत है बिन ज्ञान ॥ આ લોક ભાવનાનું સ્વરૂપ થયુ
(૧૧) બોધિ-બીજ ભાવના : આત્મ જ્ઞાન અથવા સમ્યક્ત્વને બોધિ કહેવામાં આવે છે. આ બોધિ બીજની પ્રાપ્તિ અત્યંત દુર્લભ છે. આ જીવ અનંતકાળ સુધી નિગોદ અવસ્થામાં મિથ્યાત્વરૂપ ઊંડા અંધકારમાં પડ્યો રહે છે. જ્યારે અનંત પુણ્ય રાશિનો ઉદય થયો ત્યારે દ્વીન્દ્રિયના રૂપમાં અને પછી અનંત પુણ્ય રાશિના વધવાથી ત્રીન્દ્રિયમાં - આ ક્રમથી પુણ્ય રાશિના વધવાથી ચતુરિન્દ્રિય અને અસંશી પંચેન્દ્રિયમાં જન્મ્યો. ફરી પુણ્યનો પ્રકર્ષ થવાથી સંજ્ઞી પંચેન્દ્રિયના રૂપમાં જન્મ્યો. નરભવ અને ઉત્તમ જાતિ, કુળ વગેરે મળવાથી પણ બોધિની પ્રાપ્તિ ન થઈ. બોધિ રત્નની પ્રાપ્તિ બહુ દુર્લભ છે. પરંતુ બોધિ બીજની પ્રાપ્તિ વિના આત્માનું જરા પણ કલ્યાણ નથી થઈ શકતું. બોધિ બીજના અભાવમાં ઉચ્ચ કોટિની કરણી કરીને જીવ નવ ચૈવેયક સુધી પહોંચી ચૂક્યો, પણ એનાથી કોઈ પરિણામ ન આવ્યું. સમ્યક્ત્વા વિના બધી ક્રિયાઓ એ જ રીતે નિરર્થક છે, જેમ અંકના વિના શૂન્ય નિરર્થક છે. સમ્યક્ત્વ કે બોધિ બીજની પ્રાપ્તિ થવાથી જ રત્નત્રયની આરાધના થઈ શકે છે, અન્યથા નહિ. આમ, બોધિ બીજની દુર્લભતાનું ચિંતન કરવું બોધિ બીજ ભાવના છે. ભગવાન ઋષભદેવના ૯૮ પુત્રોએ પ્રભુની પ્રેરણાથી આ ભાવનાનું ચિંતન કર્યું. ભગવાને એમને કહ્યું - ‘‘સંવુાહ, ર્વાિ ન વુન્નદ્દ મંત્રોહિ જીતુ પે′ વુન્ના'' સમજો ! કેમ નથી સમજતા ? બોધિ બીજની પ્રાપ્તિ થવી અત્યંત દુર્લભ છે. ભૌતિક રાજ્ય તો અનંત વાર પ્રાપ્ત થઈ ચૂક્યું છે પરંતુ બોધિ બીજની પ્રાપ્તિ પુનઃ પુનઃ નથી થતી. તેથી તમે સમ્યક્ત્વ અને ચારિત્ર પ્રાપ્ત કરીને મોક્ષનું અવિચળ રાજ્ય પ્રાપ્ત કરો. ભગવાનની વાણીથી પ્રતિબોધ પામીને અઠ્ઠાણુ પુત્રોએ સંયમ-ધારણ કરીને મોક્ષનું અક્ષય સામ્રાજ્ય પ્રાપ્ત કર્યું.
(૧૨)-ધર્મ ભાવના : સર્વજ્ઞ સર્વદર્શી તીર્થંકર દેવો દ્વારા ઉપદિષ્ટ ધર્મ સ્વાખ્યાતનું ચિંતન કરવું ધર્મ ભાવના છે. આ કેટલું મોટું સૌભાગ્ય છે કે તીર્થંકર, ગણધર વગેરે સત્પુરુષોએ સર્વજન હિતકારી સર્વગુણ સંપન્ન ધર્મનો ઉપદેશ આપ્યો છે. તીર્થંકર દેવના
દ્વાદશાનુપ્રેક્ષા
૯૩૫