________________
થાય છે ત્યારે એના પરમ સંવર થાય છે. આ રીતે સંવર ધર્મનું ચિંતન કરવાથી આત્મામાં પરમ આનંદની અનુભૂતિ થાય છે. હરિકેશી મુનિએ આ ભાવનાનું ચિંતન કર્યું હતું. એમણે બ્રાહ્મણોને ઉપદેશ આપ્યો કે - “હિંસામય યજ્ઞનો ત્યાગ કરીને સાચા યજ્ઞનું સ્વરૂપ સમજો. જીવ રૂપ કૂંડમાં અશુભ કર્મરૂપી બળતણને તારૂપી અગ્નિ દ્વારા ભસ્મ કરો. હિંસામય યજ્ઞ તો આશ્રવયજ્ઞ છે, પાપ બંધનું કારણ છે. તેથી એને છોડીને સંવર રૂપ પવિત્ર દયામય યજ્ઞનું અનુષ્ઠાન કરો.' આ સંવર ભાવનાનું ઉદાહરણ છે.
(૯) નિર્જરા ભાવના : આંશિક રૂપથી કર્મોનું ખરી જવું નિર્જરા કહેવાય છે. આ નિર્જરા બે પ્રકારની હોય છે - અકામ નિર્જરા અને સકામ નિર્જરા. અકામ નિર્જરા તો પ્રત્યેક જીવને હંમેશાં થતી રહે છે. એનાથી કોઈ પ્રયોજન હલ નથી થતું. જે નિર્જરા સંવરપૂર્વક થાય છે, એ જ આત્મા માટે ઉપયોગી છે. જે નિર્જરાની સાથે નવીન કર્મોનો બંધ થતો રહે છે, તે આત્મા માટે લાભદાયક નથી હોતો. જે નિર્જરાની સાથે નવીન કર્મ બંધન નથી થતું, એ જ નિર્જરા આત્માને કર્મોથી મુક્ત કરી શકે છે. એવી નિર્જરા તપ વગેરે દ્વારા જ થાય છે. તપ કરતાં-કરતાં પરિષહ વગેરે આવવાથી દુઃખની અનુભૂતિ નથી થતી, પણ આનંદની અનુભૂતિ થાય છે અને તે આનંદ કર્મોને નષ્ટ કરે છે. સંવર દ્વારા નવાં આવનારાં પાપોને તો રોકી દેવામાં આવે છે, પરંતુ પૂર્વ સંચિત કર્મોનો ક્ષય તો નિર્જરા દ્વારા જ થાય છે. એવી નિર્જરા ૧૨ પ્રકારના તપ દ્વારા થાય છે. તેથી એકાંત નિર્જરાની ભાવના સાથે તપનું આરાધન કરવું જોઈએ. ઈહલોક કે પરલોકના સુખની કામનાથી કરેલું તપ સાર્થક નથી થતું. મુક્તિની દૃષ્ટિને લઈને જે તપ કરવામાં આવે છે, એનાથી જ વાસ્તવિક નિર્જરા હોય છે. આમ, નિર્જરા તત્ત્વના સંબંધમાં ઊંડું ચિંતન, મનન કરવું નિર્જરા ભાવના છે. એનું આરાધન અર્જુનમાળીએ કર્યું હતું. અર્જુનમાળી રોજ ૬ પુરુષ અને ૧ સ્ત્રી - એમ સાત પ્રાણીઓની વાત કરતો હતો, પરંતુ સુદર્શન શેઠના માધ્યમથી એ પ્રભુ મહાવીરની શરણમાં પહોંચ્યો અને દીક્ષા ધારણ કરી લીધી. તે બેલે-બેલે પારણા કરવા લાગ્યો. પ્રથમ પારણાના અવસર પર જ્યારે અર્જુન માળી નગરમાં ભિક્ષાચારી માટે ગયા તો પૂર્વકૃત્યોને લઈને નાગરિકોએ એમને યાતનાઓ આપી, પરંતુ તે ક્ષમાસાગર મુનિ સમભાવથી સહન કરતા રહ્યા. મહાક્ષમાં ધારણ કરવાથી અને ઘોર તપશ્ચર્યાથી છ માસની અલ્પ અવધિમાં જ અર્જુનમાળીએ કર્મોનો ક્ષય કરીને નિર્વાણ પ્રાપ્ત કર્યું.
(૧૦) લોક ભાવના : તત્ત્વજ્ઞાનની વિશુદ્ધિ માટે લોકના વાસ્તવિક સ્વરૂપનું ચિંતન કરવું લોકાનુપ્રેક્ષા છે. આકાશના જે ભાગમાં પાંચેય અસ્તિકાય જોવા મળે છે, તે ભાગ લોક કહેવાય છે. એના સંસ્થાન કમર ઉપર હાથ રાખીને નાચતા ભોપાના આકારનો છે. અથવા એક દીવો ઊંચો (ધા) એના પર એક સીધો દીવો અને પછી ઊંધો (ધા)દીવો એમ સ્થાપિત કરવાથી જે આકાર બને છે એ જ લોકનો સંસ્થાન છે. આ લોક ચતુર્દશ રાજ પ્રમાણ છે. એના ત્રણ વિભાગ છે - જેમને અધોલોક, તિર્યકલોક અને ઊર્ધ્વલોક કહેવામાં આવે છે. એના અગ્ર ભાગ ઉપર સિદ્ધશિલા છે, જ્યાં જીવ કર્મોથી મુક્ત થઈને શાશ્વત કાળ સુધી સ્થિત રહે છે. આમ, લોકના સ્વરૂપનું ચિંતન કરવું લોકભાવના છે. આ ભાવનાના (૩૪)
( જિણધમો)