________________
૯૮
( તપનું નિરૂપણ
પૂર્વવર્ણિત સંવર દ્વારા કર્મોનો આસ્રવ તો બંધ થઈ જાય છે અર્થાતુ નવીન કમોંનું બંધન થતું નથી, પરંતુ પૂર્વ સંચિત કર્મોની સત્તા રહે છે, એને નષ્ટ કરવા માટે તપનું અવલંબન લેવું પડે છે. પૂર્વસંચિત કર્મોનો ક્ષય મુખ્યત્વે તપ દ્વારા થાય છે. જીવ એક તળાવની સમાન છે અને કર્મ પાણીની સમાન છે. જે તળાવમાં નવું પાણી આવતું રહેતું હોય તો એમાંથી પાણી ઉલેચતા રહેવા છતાંય તળાવ ખાલી નથી થઈ શકતું. જો નવા પાણીનું આગમન રોકી દેવામાં આવ્યું, પરંતુ જૂનું જળ ન સુકાય તો પણ સરોવર નિર્જળ નથી થઈ શકતું. આ રીતે જ્યાં સુધી આમ્રવનો પ્રવાહ ચાલુ છે ત્યાં સુધી જીવ કર્મ રહિત નથી થઈ શકતો અને પૂર્વસંચિત કર્મોને તપ દ્વારા ક્ષય ન કરવામાં આવે ત્યાં સુધી પણ નિષ્કર્મ નથી બની શકતું. નવાં કમને રોકવા માટે સંવર ધર્મની અને પૂર્વસંચિત કર્મોનો ક્ષય કરવા માટે તપોધર્મની અપેક્ષા રહે છે. તપ દ્વારા કોટિ (કરોડો) ભવના સંચિત કર્મjજ પણ એ જ રીતે ભસ્મ થઈ જાય છે, જેમ અગ્નિ દ્વારા રૂનો ઢગલો. કહ્યું છે - "भवकोडीसंचियं कम्मं, तवसा निजरिज्जई"
- ઉત્તરા., અ-૩૦,ગા-૬ કરોડો જન્મોના ઉપાર્જિત કર્મ તપ દ્વારા ક્ષીણ થઈ જાય છે. જેમ પક્ષિણી પોતાના શરીર ઉપર લાગેલી ધૂળને શરીર હલાવીને સાફ કરી દે છે, એ જ રીતે ઉપવાસ વગેરે તપ કરનારા પુરુષ કર્મોનો ક્ષય કરી દે છે. જેમ સ્વર્ણના મેલને દૂર કરવા માટે એને અગ્નિમાં નાખવામાં આવે છે, એ જ રીતે આત્માની શુદ્ધિ માટે એને તપ રૂપી આગમાં નાખવું પડે છે.
તપનો ઉદ્દેશ્ય શરીર-દમન સાથે ઇન્દ્રિયો અને મન ઉપર વિજય પ્રાપ્ત કરવો છે. શરીર પુષ્ટ થવાથી ઇન્દ્રિયો પ્રબળ થાય છે અને તે વિષયોની તરફ તીવ્રતાથી દોડે છે. ઇન્દ્રિયોનું વિષયો પ્રતિ દોડવું જ દુઃખનું કારણ છે અને આ જ સંસાર છે. સંસારથી પાર થવાની ઇચ્છાવાળા મુમુક્ષુ માટે ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરવો આવશ્યક છે. દેહ-દમન ઇન્દ્રિય-વિજયનું સાધન છે. તેથી તપશ્ચરણ દ્વારા શરીરનું દમન કરવું જોઈએ. શરીર-દમન એક સાધન છે અને તેથી ઇન્દ્રિયો ઉપર તથા વાસનાઓ પર વિજય મેળવવો સાધ્ય છે. સાધ્યને લક્ષ્યમાં રાખીને જો સાધનોનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તો બરાબર છે, પરંતુ સાધ્યને ભુલાવી દેવામાં આવે તો સાધન નિરુપયોગી સિદ્ધ થાય છે.
સંસારમાં અનેક પ્રાણી આત્મ શુદ્ધિના લક્ષ્યને ભૂલીને માત્ર શારીરિક કષ્ટ સહન કરવાનો માર્ગ અપનાવે છે. કોઈ પંચાગ્નિ તપ તપે છે, કોઈ કાંટાઓ ઉપર ઊંઘે છે, કોઈ શેવાળ ખાઈને રહે છે, કોઈ મહિના મહિના - સુધીના ઉપવાસ કરીને પારણામાં કુશમાત્ર ખાય છે, પરંતુ આ બધું અજ્ઞાન તપ છે. એવા તપનો કોઈ આત્મિક લાભ હોતો નથી. કારણ કે એવા તપનો ઉદ્દેશ્ય જ ખોટો છે. જેનો ઉદ્દેશ્ય જ અશુદ્ધ છે, તો કાર્ય શુદ્ધ કેવી રીતે K તપનું નિરૂપણ કરે
૯૪૦)